‘ઔરંગઝેબ આજે પ્રાસંગિક નથી…’ કબર તોડી પાડવાની માંગ વચ્ચે RSSનું નિવેદન

નાગપુર: સંભાજી નગરમાં આવેલી મુઘલ શાસક ઔરંગઝેબની કબર (Aurangzeb Tomb) હાલ મહારાષ્ટ્રમાં ચર્ચાના કેન્દ્રમાં છે. ઔરંગઝેબની કબર તોડી પાડવા માંગણી થઇ રહી છે, સોમવારે નાગપુરમાં આવી માંગણી સાથે નીકળેલી રેલીમાં હિંસા ફાટી નીકળી હતી, જેમાં 30 પોલીસ કર્મીઓ ઘાયલ થયા હતાં, હજુ પણ નાગપુરના કેટલાક સંવેદનશીલ વિસ્તારમાં કર્ફ્યું લાગુ છે.
એવામાં ઔરંગઝેબ પરના વિવાદ અંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)તરફથી મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે. RSS પ્રવક્તા સુનીલ આંબેકરે કહ્યું કે ઔરંગઝેબ હાલ પ્રાસંગિક નથી.
એક ન્યુઝ ચેનલ સાથે વાત કરતા, આંબેકરે કહ્યું કે ઔરંગઝેબ આજના સમયમાં પ્રાસંગિક નથી. તેમણે કહ્યું કે કોઈપણ પ્રકારની હિંસાને પ્રોત્સાહન આપવું યોગ્ય નથી.
આપણ વાંચો: ઔરંગઝેબની કબરનો વિવાદઃ 50 લોકોને કસ્ટડીમાં લેવાયા
દરમિયાન, RSS ની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની ત્રણ દિવસીય બેઠક અંગે અખિલ ભારતીય પ્રચાર વડા સુનીલ આંબેકરે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન, સુનીલ આંબેકરને ઔરંગઝેબ વિશે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો. તેમને પૂછવામાં આવ્યું કે શું ઔરંગઝેબ હજુ પણ પ્રાસંગિક છે?
આંબેકરે જવાબ આપતા કહ્યું કે કોઈપણ પ્રકારની હિંસા સમાજ માટે યોગ્ય નથી. પોલીસે આ અંગે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ આ અંગે તપાસ કરી રહી છે. ઔરંગઝેબ હાલ પ્રાસંગિક નથી.
આપણ વાંચો: ઔરંગઝેબને મદદ કરનારા એ શ્રીમંત ગુજરાતી વેપારી પાસે કેટલી હતી સંપત્તિ?
સંઘની ત્રણ દિવસીય મીટિંગ:
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની ત્રણ દિવસીય બેઠક 21 થી 23 માર્ચ દરમિયાન કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં શરૂ થવા જઈ રહી છે. આજે 19 માર્ચે, અખિલ ભારતીય પ્રચાર વડા સુનીલ આંબેકરે આ બેઠક અંગે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.
આ દરમિયાન, તેમને 3 દિવસની બેઠક વિશે માહિતી આપી. તેમણે કહ્યું કે દેશભરના પ્રતિનિધિઓ આ બેઠકમાં હાજરી આપશે.
આ બેઠક 21 માર્ચે સવારે 9 વાગ્યે શરૂ થશે અને 23 તારીખની સાંજ સુધી ચાલુ રહેશે.