એટીએસનું માલેગાંવમાં ઑપરેશન: દેશ વિરોધી પ્રવૃત્તિ કરનારો પકડાયો...
મહારાષ્ટ્ર

એટીએસનું માલેગાંવમાં ઑપરેશન: દેશ વિરોધી પ્રવૃત્તિ કરનારો પકડાયો…

મુંબઈ: મહારાષ્ટ્ર એન્ટિ-ટેરરિઝમ સ્ક્વોડે (એટીએસ) આંધ્ર પ્રદેશ પોલીસ સાથે જૉઈન્ટ ઑપરેશન હાથ ધરી નાશિક જિલ્લાના મહારાષ્ટ્રમાંથી દેશ વિરોધી પ્રવૃત્તિમાં કથિત રીતે સંડોવાયેલા શકમંદની ધરપકડ કરી હતી. માલેગાંવમાંથી સોમવારે પકડાયેલા આરોપીની ઓળખ તૌસીફ શેખ તરીકે થઈ હતી. આંધ્ર પ્રદેશમાં નોંધાયેલા એક કેસમાં ત્યાંની પોલીસ તેને શોધી રહી હતી, એમ એટીએસના અધિકારીએ જણાવ્યું હતું.

અધિકારીના જણાવ્યા મુજબ દેશના વિરોધમાં કટ્ટરવાદનો દુષ્પ્રચાર કરવાનો આરોપ શેખ પર છે. તે અમુક વિદેશી નાગરિકોના સંપર્કમાં પણ હોવાનું જાણવા મળ્યું હતું. આ કેસમાં આંધ્ર પ્રદેશ પોલીસે અગાઉ કેટલાક આરોપીઓની ધરપકડ કરી હતી. તેમની પૂછપરછમાં શેખનું નામ સામે આવ્યું હતું. ફરાર શેખની આંધ્ર પ્રદેશ પોલીસ શોધ ચલાવી રહી હતી.

શેખ મહારાષ્ટ્રના નાશિક જિલ્લામાં હોવાની આધારભૂત માહિતી આંધ્ર પ્રદેશ પોલીસને મળી હતી. માહિતીને આધારે પોલીસની એક ટીમ નાશિક પહોંચી હતી. મહારાષ્ટ્ર એટીએસની મદદથી આંધ્ર પ્રદેશ પોલીસે સોમવારે જૉઈન્ટ ઑપરેશન હાથ ધર્યું હતું. ઓળખ બદલીને માલેગાંવમાં રહેતા શેખને તાબામાં લેવાયો હતો. (પીટીઆઈ)

આ પણ વાંચો…ગુજરાત એટીએસે બેંગલુરુથી અલ-કાયદા સાથે સંકળાયેલી શમા પરવીનની ધરપકડ કરી…

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button