…અને હવે હું ‘ઝટકા પુરુષ’ બની ગયો છું, હવે ઉદ્ધવ ઠાકરેએ શા માટે આમ કહ્યું?

મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં ઓપરેશન ટાઈગર ચર્ચામાં છે, જેમાં ઉદ્ધવ ઠાકરે જૂથ (યુબીટી)ના નેતા એકનાથ શિંદે સાથે હાથ મિલાવી શકે છે. રોજે રોજના અહેવાલો અંગે ઉદ્ધવ ઠાકરેએ તાજેતરમાં મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. આ મુદ્દે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે રોજ ઝટકાઓનો સામનો કરી રહ્યા છે હવે પોતે ઝટકા પુરુષ બની ગયા છે.
મહારાષ્ટ્રના રાજકારણમાં ઓપરેશન ટાઈગર અત્યારે લાઈમલાઈટમાં છે, ત્યારે અત્યારે અનેક નેતાઓ આ ઓપરેશન મુદ્દે મોટા મોટા દાવાઓ કરે છે, તેમાંય વિધાનસભાની ચૂંટણી પછી હવે પાલિકાના ઈલેક્શન પૂર્વે બંને શિવસેનામાં આમનેસામને ખેંચાખેંચી વધી છે. બંને જૂથ પોતાને અસલી શિવસેના માને છે ત્યારે ઉદ્ધવ ઠાકરેએ આ મુદ્દે ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. ઓપરેશન ટાઈગર અંગે ઉદ્ધવ ઠાકરેએ નિવેદન આપ્યું હતું કે રોજ ઝટકા લાગે છે અને હવે હું ખૂદ ઝટકા પુરુષ બની ગયો છું.
આપણ વાંચો: જો ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાન ના બન્યા હોત તો….
જાપાન જેવી મારી હાલત થઈ ગઈ છે…
માતોશ્રીમાં શિવસૈનિકોને સંબોધતી વખતે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે જોઈએ છે હવે કોણ કોને કેટલા ઝટકા આપે છે, પરંતુ જ્યારે અમે તેમને ઝટકા આપીશું ત્યારે જોવા મળશે નહીં.
એકનાથ શિંદેનું નામ લીધા વિના ઉદ્ધવ ઠાકરેએ નિશાન સાધતા કહ્યું હતું કે મારી હાલત જાપાન જેવી થઈ ગઈ છે. જાપાનની તમને ખબર જ હશે. જાપાનમાં જ્યારે ભૂકપંના ઝટકા આવે નહીં ત્યારે લોકોને આશ્ચર્ય થાય છે. એ જ રીતે ઉદ્ધવ ઠાકરેને રોજ ઝટકા પર ઝટકા લાગતા હું પોતે ઝટકા પૂરુષ બની ગયો છું.
આપણ વાંચો: ઓપરેશન ટાઈગરથી ઉદ્ધવ ઠાકરે ડર્યા, પોતાના નેતાઓને પાર્ટીમાં જવા લગાવી રોક…
ચૂંટણીમાં લોકોએ બતાવી દીધું હતું…
થોડા દિવસ પૂર્વ એકનાથ શિંદેએ કહ્યું હતું કે ગયા વર્ષે વિધાનસભાની ચૂંટણીમાં લોકોએ અસલી શિવસેના કોણ છે. શિંદેએ કહ્યું હતું કે વિધાનસભાની ચૂંટણીમાં શિવસેના (યુબીટી)ને 97 સીટ પર ચૂંટણી લડ્યું હતું, જેમાં 20 સીટ પર જીતી હતી, જ્યારે શિંદેની શિવસેના 87 સીટ પર ચૂંટણી લડી હતી, જ્યારે 60 સીટ પર વિજય મેળવ્યો હતો. ઉદ્ધવ ઠાકરેની તુલનામાં પંદર ટકા વધુ મત મળ્યા હતા, ત્યાર બાદ શિંદેએ કહ્યું હતું કે કોણ છે અસલી શિવસેના. જનતાએ પણ બતાવ્યું છે કે અસલી શિવસેના કોણ છે, જે બાલ ઠાકરેના આદર્શો પર ચાલે છે.