મહારાષ્ટ્ર

અજિત પવારના કાફલામાંના વાહનની અડફેટે ગંભીર રીતે ઘવાયેલી મહિલાનું મૃત્યુ

બીડ: રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના કાફલામાંના વાહને બાઈકને ટક્કર મારતાં ગંભીર રીતે ઘવાયેલી મહિલાનું આખરે સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ ઘટનામાં બાઈક પર સવાર મહિલાનો પતિ અને બે પુત્રી પણ જખમી થઈ હતી.

પોલીસના જણાવ્યા મુજબ અકસ્માતની ઘટના ધારુર તહેસીલમાં તળેગાંવ-ધારુર રોડ પર શનિવારે બની હતી.
નાયબ મુખ્ય પ્રધાન જાલના જિલ્લાના પરતુરથી લાતુર જિલ્લાના ઔસા ખાતે જઈ રહ્યા હતા ત્યારે તેમના કાફલામાંના ફાયર બ્રિગેડના વાહને એક બાઈકને ટક્કર મારી હતી. બાઈક પર વિષ્ણુ સુદે (35) પત્ની કુસુમ (30) અને છ અને નવ વર્ષની બે પુત્રી સાથે ઘર તરફ જઈ રહ્યો હતો.

આ પણ વાંચો: અજિત પવારની ‘ફંડ સામે મત’ ટિપ્પણી: NCP (SP)એ EC સમક્ષ એક્શન લેવાની કરી માગ

અકસ્માતમાં બાઈક સવાર ચારેય જણ ગંભીર રીતે ઘવાયા હતા. સારવાર માટે તેમને ધારુર ગ્રામીમ હૉસ્પિટલમાં લઈ જવાયા હતા. જોકે વધુ સારવાર માટે તેમને બાદમાં લાતુરની સહ્યાદ્રી હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા, એમ ધારુર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.

અધિકારીએ જણાવ્યું હતું કે કુસુમની હાલત અત્યંત ગંભીર હતી. સારવાર દરમિયાન મંગળવારની સવારે તેણે છેલ્લા શ્ર્વાસ લીધા હતા. કુસુમના પતિ અને બન્ને દીકરીનો ઉપચાર ચાલી રહ્યો છે.

આ ઘટના બાદ પોલીસે ફાયર બ્રિગેડના વાહનના ડ્રાઈવર વિરુદ્ધ બેદરકારીથી વાહન ચલાવવા બદલ ગુનો નોંધ્યો હતો.

(પીટીઆઈ)

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button