બનાવટી નોટો છાપનારું કારખાનું પકડાયું:ત્રણ રાજ્યના સાત આરોપીની ધરપકડ…
ટોળાએ બૅકરીમાં તોડફોડ કરી બાઈકને આગ ચાંપતાં તંગદિલી: પોલીસે લાઠીચાર્જ અને ટિયર ગૅસના શેલ છોડ્યા: ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો

છત્રપતિ સંભાજીનગર: અહિલ્યાનગર જિલ્લાની પોલીસે ઑપરેશન હાથ ધરી બનાવટી નોટો છાપનારા કારખાના પર કાર્યવાહી કરી હતી. ત્રણ રાજ્યના સાત આરોપીની ધરપકડ કરી પોલીસે 59.50 લાખ રૂપિયાના મૂલ્યની બનાવટી નોટો જપ્ત કરી હતી.
પોલીસના જણાવ્યા મુજબ બે આરોપીને અહિલ્યાનગર, જ્યારે બાકીનાને બીડ અને છત્રપતિ સંભાજીનગર જિલ્લામાંથી પકડી પાડવામાં આવ્યા હતા. આરોપીઓનો એક સાથી અંબાદાસ સસાણે ફરાર થઈ ગયો હતો.
અહિલ્યાનગર જિલ્લાના નગર તાલુકા પોલીસ સ્ટેશનની હદમાંથી 27 જુલાઈએ બે શકમંદ નિખિલ ગાંગર્ડે (27) અને સોમનાથ શિંદે (25)ને તાબામાં લેવાયા હતા. તેમની કારમાંથી 80 હજાર રૂપિયાના મૂલ્યની બનાવટી નોટો જપ્ત કરવામાં આવી હતી. બધી નોટો 500 રૂપિયાના દરની હતી.
પકડાયેલા બન્નેએ આપેલી માહિતી પરથી પોલીસે વધુ પાંચ આરોપી પ્રદીપ કાપ્રે (28), મંગેશ શિરસાઠ (40), વિનોદ અરબત (53), અનિલ પવાર (34) અને આકાશ બનસોડે (27)ની ધરપકડ કરી હતી.
આ નોટો સંભાજીનગર શહેરના વાળુંજ શિવારા ખાતેના તિસગાંવમાં ભાડેની રૂમમાં છાપવામાં આવતી હોવાનું તપાસમાં જણાયું હતું. પોલીસે બનાવટી નોટો છાપનારા કારખાના પર કાર્યવાહી કરી હતી. આરોપીઓ પાસેથી 59.50 લાખ રૂપિયાના મૂલ્યની બનાવટી નોટો જપ્ત કરી હતી. એ સિવાય અંદાજે 2.16 કરોડ રૂપિયાની નોટો છાપવાના કાગળ અને અન્ય સાધનો હસ્તગત કરાયાં હતાં. આ પ્રકરણે પોલીસ વધુ તપાસ કરી રહી છે. (પીટીઆઈ)
આ પણ વાંચો…ફ્રોડનો એસઆઈપી: 28 દિવસ, 63 લાખ કૉલ અને 86,910 લોકોની છેતરપિંડી