મહારાષ્ટ્ર
અકસ્માતના સ્થળે જવા નીકળેલી એસયુવીને નડ્યો અકસ્માત: એકનું મોત, ચાર ઇજાગ્રસ્ત

નાગપુર: નાગપુરના હિંગણા વિસ્તારમાં અકસ્માતની જાણ થયા બાદ ઘટનાસ્થળે જવા નીકળેલી પોલીસની એસયુવીને અકસ્માત નડતાં એકનું મોત થયું હતું, જ્યારે પોલીસ સબ-ઇન્સ્પેક્ટર અને બે કોન્સ્ટેબલ સહિત ચારને ઇજા પહોંચી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર શનિવારે રાતના આ અકસ્માત થયો હતો. મોંઢવા વિસ્તારમાં બે ટ્રક રવિવારે રાતે એકબીજા સાથે ભટકાઇ હતી. અકસ્માતની જાણ થતાં મદદકાર્ય માટે સબ-ઇન્સ્પેક્ટર બે પોલીસ કોન્સ્ટેબલ અને અમુક ગામવાસીઓ સાથે ઘટનાસ્થળે જવા માટે એસયુવીમાં નીકળ્યો હતો.
જોકે એસયુવીને અન્ય વાહને ટક્કર મારતાં તે ઊંધી વળી ગઇ હતી અને આ અકસ્માતમાં એક જણનું મોત થયું હતું, જ્યારે ચાર ઘવાયા હતા. હિંગણા પોલીસ સ્ટેશનમાં આ પ્રકરણે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)