મહારાષ્ટ્ર

દિલ્હીના પરિણામો પછી મહારાષ્ટ્રના દિગ્ગજ નેતાઓની ઊંઘ ઉડી, પાલિકાની ચૂંટણી પૂર્વે શું અજમાવશે નીતિ?

દિલ્હી વિધાન સભાની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. એમાં AAPની હારના પડઘા મહારાષ્ટ્રમાં પડ્યા છે. કેજરીવાલને નાદે ચઢીને ભાજપ પર પ્રહાર કરતા રહેતા ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારને 440 વોટનો ઝટકો લાગ્યો છે. કારણ કે તેમણે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં AAPનું સમર્થન કર્યું હતું.

જોકે, ભાજપે દિલ્હીમાંથી AAPનો કાંટો કાઢી નાખીને અનેક પક્ષોની હવા કાઢી નાખી છે. ભાજપની જીતથી દિલ્હીમાં તેમ જ મહારાષ્ટ્ર ભાજપને પણ ઉજવણી કરાવી દીધી છે.

જોકે, એ હકીકત છે કે મહારાષ્ટ્રની ચૂંટણીઓમાં AAP ક્યારેય મહત્વનું ગણાયું નથી, પણ મહારાષ્ટ્રની શિવસેના (UBT)અને શરદ પવારની NCP (SP)ને કેજરીવાલની AAP પાસેથી ઘણી આશાઓ હતી. ઉદ્ધવ સેના અને શરદ પવાર બંને જાણે છે કે ભાજપ સામે લડવાનું તેમનું ગજું નથી, તેથી કેજરીવાલની આડમાં તેઓ ભાજપ સામે આડકતરા પ્રહારો કરતા હતા.

આપણ વાંચો: ‘જો તમે અમને તોડવાનો પ્રયાસ કરશો, તો અમે તમારું માથું ફોડી નાખીશું’: ઉદ્ધવ ઠાકરે

તેઓ ઘણા મામ લે AAPનું સમર્થન કરતા અને ભાજપની નિંદા કરતા જોવા મળ્યા હતા. ચા કરતા કિટલી ગરમ એ ન્યાયે ઠાકરે સેનાનો સંજય રાઉત તો લગાતાર ભાજપ પર પ્રહારો કરીને કૂદાકૂદ કરતો હતો, પણ હવે કેજરીવાલની હારથી એને પણ ધ્રાસ્કો પડ્યો છે કે હવે શું થશે

આમ આદમી પાર્ટી સાથે મહારાષ્ટ્રનો સંબંધ

જ્યારે આમ આદમી પાર્ટીએ કૉંગ્રેસના ભ્રષ્ટાચાર સામે દેશભરમાં આદોલન છેડ્યું ત્યારે તેમના વિરોધનું નેતૃત્વ મહારાષ્ટ્રના સમાજસેવક અન્ના હજારેએ કર્યું હતું.

દિલ્હીમાં ભ્રષ્ટાચાર સામે આંદોલન અને લોકપાલ બિલ માટે સરકાર પર દબાવ બનાવવા માટે અરવિંદ કેજરીવાલને અન્ના ઉપરાંત કિરણ બેદી, શાંતિ ભૂષણ, પ્રશાંત ભૂષણ, કિરણ બેદી, મેઘા પાટકર વગેરે અનેકે સાથ આપ્યો હતો. એ જ અન્ના હજારેએ 2025ની દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કેજરીવાલને વોટ નહીં આપવાની લોકોને અપીલ કરી હતી.

આપણ વાંચો: ઉદ્ધવ ઠાકરે ટૂંક સમયમાં ફડણવીસના નેતૃત્વમાં કામ કરતા જોવા મળશે: રવિ રાણા

એટલું જ નહીં અન્નાએ કેજરીવાલ પર તીખા પ્રહારો પણ કર્યા હતા અને જણાવ્યું હતું કે નેતા હંમેશા નિસ્વાર્થ, નમ્ર, ઇમાનદાર હોવો જોઇએ. લોકલાડીલા બનવા માટે આ ગુણ જરૂરી છે.

ઘણી વાર એક બીજાનું સમર્થન કર્યું છે

ભાજપ સામે લડવા માટે શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેએ એકબીજા સાથે હાથ મેળવ્યા ત્યારે કેજરીવાલે તેમનું સમર્થન કર્યું હતું. જ્યારે મહારાષ્ટ્માં ઑપરેશન લોટસ ચલાવ્યું અને ઠાકરે સેના અને શરદ પવારની એનસીપીને વિભાજીત કરી ત્યારે AAPના નેતાઓએ ભાજપના માથે માછલા ધોયા હતા.

આ ઉપરાંત પણ દિલ્હીમા ંકેજરીવાલ અનેક મોરચે ભાજપનો અને કેન્દ્ર સરકારનો વિરોધ કરવામાં મોખરે રહ્યા હતા. કેન્દ્ર સરકારે જ્યારે અધિકારીઓની ટ્રાન્સફર અને નિમણૂક માટે ઑથોરિટી બનાવવા વટહુકમ બહાર પાડ્યો ત્યારે આ વટહુકમના વિરોધમાં અન્ય વિપક્ષોનું સમર્થન મેળવવા માટે કેજરીવાલ મહારાષ્ટ્રમા પણ ઉદ્ધવ ઠાકરેને માતોશ્રી ખાતે અને શરદ પવારને પણ મળ્યા હતા.

આપણ વાંચો: ભાજપ ફરી એક વાર ઉદ્ધવ ઠાકરેને નિશાન બનાવ્યા

તેમણે બધા વિરોધ પક્ષોને એક થવા હાકલ કરી હતી અને જણાવ્યું હતું કે ભાજપ રાજ્યોની લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકારનું દમન કરી રહી છે.

જ્યારે કેજરીવાલની ધરપકડ થઇ ત્યારે ઉદ્ધવ સેના અને શરદ પવારની એનસીપીએ કેજરીવાલનું સમર્થન કર્યું હતું. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં કેજરીવાલે શિવાજી પાર્ક અને બીકેસી ખાતે યોજાયેલી ઇન્ડિ બ્લોકની રેલીમાં પણ હાજરી આપી હતી. ભાજપ આ ભૂલશે નહીં.

દિલ્હી ચૂંટણીના પરિણામો બાદ આગામી દિવસોમાં મહારાષ્ટ્રની ઠાકરે સેના, શરદ પવાર સહિત ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ એમ બધાની જ ઉંઘ ઉડાડી દીધી છે.

કેજરીવાલને તો કર્યું એ ભોગવવું પડશે પણ હવે ઠાકરે, પવાર, અખિલેશ બધાના પગ નીચે રેલો આવશે અને બધાની ફાઇલો ખુલશે, એવા ડરથી તેઓ ફફડી રહ્યા છે અને તેમની રાતની ઉંઘહરામ થઇ ગઇ છે. હાલમાં તો તેઓ ચૂપ રહેવામાં જ શાણપણ સમજશે અને આ સમસ્યાનું નિરાકરણ લાવવાના પ્રયાસો કરશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button