મહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર્ની કંપની સાથે વિદેશમાં એમઓયુ?: આદિત્ય ઠાકરેએ સરકાર પર સાધ્યું નિશાન

મુંબઈ: શિવસેનાના વિધાનસભ્ય આદિત્ય ઠાકરેએ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની દાવોસની મુલાકાતની ટીકા કરી છે. ફડણવીસ કહી રહ્યા છે કે મહારાષ્ટ્રમાં મોટા પાયે રોકાણ કરવામાં આવશે. તેમણે કરેલા 54 એમઓયુમાંથી 11 વિદેશી કંપની છે અને 43 ભારતની છે અને 33 તો મહારાષ્ટ્રની છે.

જો આટલી બધી કંપનીઓ ભારતની જ હોય તો મેગ્નેટિક મહારાષ્ટ્ર કાર્યક્રમનું આયોજન કેમ ન કર્યું? એવો સવાલ કરી આદિત્ય ઠાકરેએ સીએમ પર પ્રહાર કરતા કહ્યું હતું કે ખાસ બરફના વાતાવરણ માટેના કપડાં પહેરીને ફોટા પડાવવા કરતા સહ્યાદ્રી કે મેગ્નેટિક મહારાષ્ટ્રનો કાર્યક્રમ આયોજિત કર્યો હોત તો ઓછા ખર્ચે થઈ જાત.

આપણ વાંચો: દાવોસમાં સહી થયેલા 29 કરારમાંથી ફક્ત એક જ કંપની ભારત બહારની: આદિત્ય ઠાકરે

ટીકાનો દોર આગળ ચલાવી આદિત્ય ઠાકરેએ કહ્યું કે શહેરી વિકાસ પ્રધાન એકનાથ શિંદે તેમના ગામમાં હતા અને તેમના લાડકા પ્રધાન સીએમ સાથે હતા. તેમના ખાતાના કરાર પર મુખ્ય પ્રધાને સહીસિક્કા કર્યા.

શહેરી વિકાસ વિભાગના અધિકારીઓ દાવોસમાં છે અને પ્રધાન ગામમાં છે. તેમને આમંત્રણ આપ્યું હતું કે નહીં? તેમને સાથે કેમ ન લઈ ગયા? નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના ચહેરા પર તે નારાજગી દેખાઈ રહી હતી એમ પણ આદિત્ય ઠાકરેએ કહ્યું હતું.

આદિત્ય ઠાકરેએ એ વાત પર ધ્યાન દોર્યું હતું કે પ્રોટોકોલ મુજબ પહેલા ઉદ્યોગ પ્રધાન અને પછી મુખ્ય પ્રધાન પહોંચવા જોઈએ. શું નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે નારાજ હોવાથી મોડેથી પહોંચ્યા હતા?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button