લાતુરમાં પોલીસ ભરતીમાં નિષ્ફળ રહેનારા યુવકે જીવન ટૂંકાવ્યું
![A young man who failed in police recruitment in Latur ended his life.](/wp-content/uploads/2025/02/A-young-man-who-failed-in-police-recruitment-in-Latur-ended-his-lif.webp)
લાતુરઃ વધતા જતા આર્થિક દેવાને કારણે શિરીષ મહારાજે આત્મહત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ લાતુરથી બીજી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. કારકિર્દીમાં નિષ્ફળ ગયેલા એક યુવકે પોતાના જીવનનો અંત આણ્યો છે.
પોલીસ ભરતીમાં નાપાસ થયેલા એક યુવકે પોતાનું જીવન ટૂંકાવી લીધું. ઔસા તાલુકાના બોરફળનો યુવાન નાગેશ યાદવ ઘરની મુશ્કેલ પરિસ્થિતિ છતાં પોલીસ ભરતીની તૈયારી કરી રહ્યો હતો. તેમણે ઘણી જગ્યાએ ભરતી પરીક્ષા આપી હતી, પરંતુ હંમેશા એક કે બે પોઈન્ટથી તેને નિષ્ફળ જવું પડતું. છેવટે, તેણે મુંબઈમાં પરીક્ષા આપી હતી.
આપણ વાંચો: પત્નીના ત્રાસથી પતિની આત્મહત્યાનો ફરી એક કિસ્સોઃ ઓડિશાના રેપરનો મૃતદેહ મળતા ચકચાર
જોકે, આ પરીક્ષા માટે તે વેઇટિંગ લિસ્ટમાં હતો. તેને ડર હતો કે તેને ભરતી નહીં કરવામાં આવે. એટલા માટે તે છેલ્લા કેટલાક દિવસોથી હતાશ હતો. તેની માતાએ પણ તેને ચિંતા ન કરવા સાંત્વના આપી હતી. તેમ છતાં અંતે તેણે ખેતરમાં ઝાડ પર લટકીને આત્મહત્યા કરી લીધી હતી.
પોલીસને નાગેશના ખિસ્સામાંથી એક સુસાઇડ નોટ મળી, જેમાં લખ્યું હતું, “મમ્મી, મને માફ કરજો, તમે મારા પર ઘણો ખર્ચ કર્યો. પણ મને નથી લાગતું કે મને પોલીસ અધિકારી તરીકે ભરતી કરવામાં આવશે.”