મહારાષ્ટ્ર

શ્વાનોના ડરથી યુવક કૂવામાં પડ્યો: બે દિવસ સુધી દોરડાથી લટકેલી હાલતમાં રહ્યો

છત્રપતિ સંભાજીનગરઃ છત્રપતિ સંભાજીનગર જિલ્લાના કન્નાડ વિસ્તારમાં એક વ્યક્તિ શ્વાનોથી પોતાનો બચાવ કરતી કૂવામાં પડી ગઇ હતી અને 48 કલાક બાદ તેને કૂવામાંથી બહાર કાઢવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

સંદીપ ઘાટકાવડે (30) શ્વાનોથી ડરીને કૂવામાં પડ્યો હતો, પરંતુ કૂવાના કિનારે આવેલા દોરડાને તેને પકડી રાખ્યો હતો. 48 કલાકે તેને બચાવી લેવાયો હતો.

આપણ વાંચો: OMG! 30 લાખ શ્વાનોને મોતને ઘાટ ઉતારવામાં આવશે, જાણો કારણ…

મંગળવારે સંદીપ 60 ફૂટ ઊંડા કૂવામાં પડ્યો હતો જેમાં 10 ફૂટ સુધીનું પાણી હતું. શ્વાનોથી તે બચવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે કોઇએ તેને કૂવામાં પડતા જોયો નહોતો અને તેનો અવાજ પણ આસપાસથી પસાર થનારા લોકોને સંભળાઇ રહ્યો નહોતો. તે દોરડાને પકડીને જ જેમનો તેમ જ લટકી રહ્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.

ગુરુવારે અમુક બાળકો કૂવા પાસે આવ્યા હતા ત્યારે સંદીપે બૂમો પાડીને તેમને બોલાવ્યા હતા. બાળકોએ તાત્કાલિક અન્ય લોકોને જાણ કરી હતી. ટાયરની મદદથી સંદીપને બહાર કાઢવામાં આવ્યો હતો, એમ પિશોર પોલીસ સ્ટેશરના અધિકારી વસંત પાટીલે જણાવ્યું હતું.

મંગળવાર બપોરથી તેને કંઇ પણ ખાધુ નહોતું. ડોક્ટરોએ તેને તપાસીને તેને જાલના તેના ઘરે જવાની પરવાનગી આપી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button