વાયરલ વીડિયો: રીલ બનાવવાનો મોહ ભારે પડ્યો! કાર 300 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી

સતારાઃ આજકાલ યુવાનો રીલ બનાવવા અને પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ પર મુકવા માટે જીવના જોખમે ખતરનાક સ્ટન્ટ કરતા પણ અચકાતા નથી. મહારાષ્ટ્રના સતારા જિલ્લામાંથી આવી જ એક ચોંકાવનારી ઘટના બની હતી. અહીં એક યુવકને પોતાની કાર સાથે સ્ટંટ કરવાનું ભારે પડી ગયું હતું. સ્ટંટ દરમિયાન તે યુવકે પોતાની કાર પરનો કાબુ ગુમાવ્યો અને તે કાર સાથે 300 ફૂટ નીચે ખાડામાં પડી ગયો.
આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ યુવક પાટન તાલુકા પાસે ધોધ જોવા ગયો હતો. ઘટના બાદ યુવાનને બચાવી લેવામાં આવ્યો છે. હાલમાં તેની હાલત ગંભીર છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
આપણ વાંચો: ખતરનાક સ્ટંટ કરી તેનો વીડિયો અપલોડ કરવા બદલ યુવકની ધરપકડ
પ્રાથમિક માહિતી મુજબ પાટન -સદાવઘપુર-તરાલે રોડ પર આવેલા મહાવશી ગામના ગુજરવાડી ઘાટ પર બુધવારે એક કાર ખાડામાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં એક યુવકને ગંભીર ઈજા થઈ હતી. પોલીસે સાવચેતીના પગલાં લીધા હતા અને ઘાયલ યુવકને ઊંડા ખાડામાંથી બહાર કાઢ્યો હતો. હાલમાં, ઘાયલને કન્હાડની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો.
ઘાયલ યુવકની ઓળખ સાહિલ અનિલ જાધવ (20) તરીકે થઈ છે, જે કપિલ ગોલેશ્વર, તાલુકાના કરહાડનો રહેવાસી છે. પોલીસના જણાવ્યા અનુસાર મહાવશી હદમાં ગુજરવાડી ઘાટમાં સદાવપુર તરફ જતા રસ્તા પર ટેબલ પોઈન્ટ પર સાહિલ જાધવે પોતાની કાર પરનો કાબૂ ગુમાવ્યો અને કાર મહાવશી તરફ ટેકરી પરથી ઊંડી ખીણમાં પડી ગઈ.
આપણ વાંચો: દારૂબંધીના રાજકારણનો નશો દારૂના નશા કરતાં વધુ ખતરનાક છે!
ઘટના બાદ, નજીકમાં પોલીસ તાલીમ માટે આવેલા કેડેટ્સે બચાવ ટીમ સાથે મળીને તાત્કાલિક યુવકને બહાર કાઢ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે સાહિલ તેના મિત્રો સાથે સદાવઘપુર ફરવા આવ્યો હતો.
તેના મિત્રો ટેબલ પોઈન્ટ પર અલગ અલગ જગ્યાએ ફોટા પાડવામાં વ્યસ્ત હતા. આ દરમિયાન, જાધવ કારમાં બેસીને ફોટા પાડી રહ્યો હતો. જ્યારે તેણે કાર ફેરવવાનો પ્રયાસ કર્યો ત્યારે બ્રેક ન લાગી અને કાર ઘાસ પર લપસીને ઊંડા ખાડામાં પડી ગઈ. આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયા પછી લોકોએ અવનવી પ્રતિક્રિયા આપી હતી.