મહારાષ્ટ્રના રેલવે સ્ટેશનો પર ‘ગુનાખોરી’નો રાફડો ફાટ્યો: ગુજરાતના શું હાલ છે, જાણો?

મુંબઈ/નાગપુરઃ રેલવે સ્ટેશનોની આસપાસના પરિસરમાં ગુનાઓ અટકાવવા માટે રેલવે પ્રશાસન એક્ટિવ થઈને કોશિશ કરે છે, પરંતુ અમુક કેસમાં રેલવેને ગુના ઉકેલવામાં મુશ્કેલી પડે છે. દેશમાં અમુક શહેરોમાં તો રેલવે સ્ટેશનની હદમાં બનનારા ગુનાનું પ્રમાણ પણ ચોંકાવનારું છે. હાલમાં ઉપલબ્ધ નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (એનસીઆરબી)ના ત્રણ વર્ષના આંકડાઓની સરખામણી અને સરેરાશ આંકડા મુજબ રેલવે સ્ટેશનો પર 67,000થી વધુ ગુના નોંધાયા હતા, જેમાંથી લગભગ ત્રીજા ભાગના એટલે 19,860 ગુના એકલા મહારાષ્ટ્રમાં નોંધાયા હતા. મહારાષ્ટ્રની તુલનામાં ગુજરાતમાં અડધોઅડધ ગુના નોંધાય છે, જ્યારે ઉત્તરાખંડ જેવા નાના રાજ્યોમાં તેની સંખ્યા ઓછી છે.
જો આપણે રેલવે સ્ટેશનો પર નોંધાયેલા કુલ ગુનાનો સરેરાશ અંદાજ કાઢીએ તો જાણવા મળ્યું કે મહારાષ્ટ્રમાં દરરોજ 54થી વધુ ગુનાહિત ઘટનાઓ બને છે. મહારાષ્ટ્રમાં રેલવે સ્ટેશનો પર થતા ગુનાઓનું પ્રમાણ 15.8 ટકા છે, જયારે દિલ્હીમાં ગુના દર 15.4 ટકા છે.
દેશમાં 2020માં રેલવે સ્ટેશનો અને તેમની આસપાસના વિસ્તારોમાં 29,746 ગુના નોંધાયા હતા. આ પછી 2021માં 41,816 ગુના નોંધાયા હતા. સરેરાશ, આ ટકાવારી 40 ટકા વધી ત્યાર બાદ 2022માં રેલવે પોલીસે 67,204 ગુના નોંધ્યા, જેમાં 20 ટકાનો વધારો જોવા મળ્યો હતો.
મહારાષ્ટ્ર પછી ગુજરાત અને મધ્ય પ્રદેશમાં પણ રેલવે સ્ટેશન પર 5,000થી વધુ ગુના નોંધાયા. અન્ય રાજ્યોની તુલનામાં, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર અને ત્રિપુરા જેવા પૂર્વીય રાજ્યોમાં રેલ્વે નેટવર્ક ખૂબ જ ઓછું છે, તેથી રેલવે સ્ટેશનોની સંખ્યા ઓછી હોવા છતાં આ રાજ્યોમાં ગુનાના રેકોર્ડની સંખ્યા સ્થિર છે.
રેલવે સ્ટેશનો પર વધતો ગુનાખોરી દર માત્ર મુસાફરો માટે જ નહીં પરંતુ આર્થિક અને સામાજિક દ્રષ્ટિકોણથી પણ ચેતવણીનો સંકેત છે. દક્ષિણ મધ્ય પૂર્વીય રેલવે નેટવર્ક નાગપુરમાં મધ્ય રેલ્વે વિસ્તાર કરતા ઓછું છે. સૌથી વધુ સ્ટેશનો મધ્ય રેલ્વેના અધિકારક્ષેત્ર હેઠળ છે. રેલ્વે ગુનાઓની વધતી સંખ્યા ચોક્કસપણે ચિંતાનો વિષય છે, ત્યારે માનવબળ વધારીને ગુનાને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જરૂર પડ્યે સ્થાનિક પોલીસની પણ મદદ લેવામાં આવે છે.
રેલવે સ્ટેશન પર ગુનાઓની ત્રણ વર્ષની સરેરાશ
રાજ્ય | 2020 | 2021 | 2022 | દર |
મહારાષ્ટ્ર | 11,508 | 10,280 | 19,860 | 15.08 |
દિલ્હી | 2117 | 2331 | 3242 | 15.04 |
મધ્ય પ્રદેશ | 2,019 | 4552 | 7611 | 8.09 |
ગુજરાત | 116 | 6110 | 5992 | 8.09 |
ઉત્તર પ્રદેશ | 1499 | 4131 | 6286 | 2.7 |
હરિયાણા | 718 | 137 | 1700 | 5.7 |
બિહાર | 2046 | 3758 | 6030 | 5.3 |
તમિલનાડુ | 1420 | 1495 | 3445 | 4.5 |
ઓડિશા | 729 | 881 | 1536 | 3.3 |
આંધ્રપ્રદેશ | 754 | 2050 | 1526 | 2.09 |
કર્ણાટક | 756 | 920 | 1352 | 2.2 |
ઉત્તરાખંડ | 44 | 97 | 564 | 4.9 |
આ પણ વાંચો…લોનના વિવાદમાં મિત્ર પર હુમલો કરી કિડની કાઢી લેવાની આપી ધમકી: યુવક વિરુદ્ધ ગુનો