પુણેવાસીઓનો અનોખો ઉપક્રમઃ આ વર્ષની માટીમાંથી જ બનવવામાં આવશે આવતા વર્ષના બાપ્પા
પુણેઃ દર વર્ષે શાડુની કે પછી માટીની મૂર્તિ બનાવવા માટે તો એ માટે અલગ અલગ ઠેકાણેથી માટી લાવવામાં આવે છે. પણ જો આવું ન કરવું હોય તો પુણેવાસીઓએ પુનરાવર્તન ઝુંબેશમાં જોડાવવું પડશે. પરિણામે દર વર્ષે મૂર્તિ બનાવવા માટે માટી લાવવાની જરૂર નહી રહે અને આ વખતે આપેલી મૂર્તિમાંથી જ આવતા વર્ષ માટે બાપ્પાની મૂર્તિ તૈયાર કરવામાં આવશે. આને કારણે પર્યાવરણની હાનિ નુકસાન નહીં પહોંચે. આ ઝુંબેશ છેલ્લાં ત્રણ વર્ષથી હાથ ધરવામાં આવી છે.
ગયા વર્ષે 2022માં પુનરાવર્તન ઝુંબેશના માધ્યમથી 23,000 કિલો શાડુની માટી નાગરિકો પાસેથી એકઠી કરીને મૂર્તિકારોને ફરી ઉપયોગમાં લેવા આપવામાં આવી હતી. શાડુની માટીની મૂર્તિઓના વિસર્જન બાદ આ માટી પુણે શહેરના લોકોને આહ્વાન કરીને 50 ઠેકાણે એકઠી કરવામાં આવી હતી.
2022માં આ ઝૂંબેશની શરૂઆત કરવામાં આવી હતી. શહેરમાં 20થી વધુ સંસ્થાઓએ 2022માં 150થી વધુ સોસાયટી અને 200થી વધુ વોલન્ટિયરોનો સહભાગ લઈને ઝુંબેશને આગળ વધારવામાં આવી હતી. પિંપરી-ચિંચવડ, થાણે અને નાસિકમાં પણ નાના પાયે આ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને નાગરિકોએ એને સારો પ્રતિસાદ આપ્યો હતો.
નૈસર્ગિક ચિકણી માટી, શાડુ માટીનું કલેક્શન અને તેનો ફરી ઉપયોગ કરવાનો આ ઉપક્રમ દેશભરમાં હાથ ધરવામાં આવેલો પહેલો ઉપક્રમ છે અને તે આ વર્ષે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મુંબઈમાં મૂર્તિકારોની બોલાવેલી બેઠકમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ ઉપક્રમને લોકોએ જોરદાર પ્રતિસાદ આપ્યો હતો.