મહારાષ્ટ્ર

પુત્રી સાથે હાઈવે પર રહેતી માનસિક રીતે અસ્થિર મહિલાનું પરિવાર સાથે મિલન

લાતુર: લાતુર જિલ્લાના હાઈવે પર છેલ્લા અનેક મહિનાઓથી ચાર વર્ષની પુત્રી સાથે રહેતી માનસિક રીતે અસ્થિર મહિલાનું અમુક યુવાનોની મહેનત કારણે તેના કુટુંબીઓ સાથે પુનર્મિલન શક્ય બન્યું હતું.

અમુક યુવાનોએ ઔરદ-શાહજની રોડ પર ફેબ્રુઆરીમાં મહિલા અને તેની પુત્રીને અસહાય હાલતમાં રઝળતી જોઈ હતી. યુવાનોએ આવા લોકોના કલ્યાણ માટે કામ કરતી બિનસરકારી સંસ્થાને આ અંગે જાણ કરી હતી.

એનજીઓના કાર્યકર રાહુલ પાટીલે જણાવ્યું હતું કે હાઈવે પર મળી આવેલી મહિલા અને બાળકી માતા-પુત્રી હોવાનું તપાસમાં જણાયું હતું. મહિલા શિરશી હંગર્ગા ગામમાં બેસી રહેતી હતી, જ્યાંથી 100 મીટરના અંતરે એક કૂવામાં ડૂબી જવાથી મહિલાના પુત્રનું મૃત્યુ થયું હતું.

આ પણ વાંચો: માનસિક અસ્થિર સગીરાની જાતીય સતામણી: યુવકની ધરપકડ

પછી તેના પતિનું પણ નિધન થયું હતું, જેને કારણે મહિલાને માનસિક આઘાત લાગ્યો હતો. એનજીઓ દ્વારા માતા-પુત્રીને બુલઢાણા જિલ્લાના વરવંડ સ્થિત એક પુનર્વસન કેન્દ્રમાં રાખવામાં આવી હતી.

આ પુનર્વસન કેન્દ્રમાં કેટલાક મહિના સુધી માતા-પુત્રીની સારવાર કરવામાં આવી હતી. બાદમાં નિલંગા તહેસીલમાં રહેતા કુટુંબીજનો સાથે માતા-પુત્રીનું પુન:મિલન કરાવાયું હતું.

મહિલાનો વધુ એક પુત્ર છે, જે બારમું ધોરણ પાસ કર્યા પછી એક હોટેલમાં નોકરી કરે છે. તેની 12 વર્ષની પુત્રી પણ છે. માતા-નાની બહેન સાથે પુનર્મિલનથી ભાઈ-બહેન બહુ ખુશ થઈ ગયાં હતાં, એમ એનજીઓના કાર્યકરે જણાવ્યું હતું. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker