યવતમાળ જિલ્લામાં કૃષિ સંકટ: જાન્યુઆરી મહિનામાં 21 ખેડૂતે કરી આત્મહત્યા…

નાગપુર: પૂર્વી મહારાષ્ટ્રના યવતમાળ જિલ્લામાં જાન્યુઆરી મહિનામાં ૨૧ ખેડૂતે આત્મહત્યા કરી હોવાનું નોંધાયું છે. એક કાર્યકર્તાએ બુધવારે આ જાણકારી આપતા સરકાર પર કૃષિ સંકટને ઉકેલવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવ્યો હતો.
રાજ્ય સરકારના વસંતરાવ નાઈક શેટ્ટી સ્વાવલંબન મિશનના ભૂતપૂર્વ અધ્યક્ષ કિશોર તિવારીએ ગયા મહિને જિલ્લામાં આત્મહત્યા દ્વારા મૃત્યુ પામેલા ખેડૂતોની સત્તાવાર યાદી શેર કરી હતી.
પશ્ચિમ વિદર્ભ, જ્યાં કપાસ અને સોયાબીન મુખ્ય પાક છે, ત્યાં ૧૯૯૮થી ખેડૂતોની આત્મહત્યાના કિસ્સાઓ નોંધાઈ રહ્યા છે, અને યુપીએ તેમજ એનડીએ સરકારોના તમામ રાહત પેકેજો ઇનપુટ ખર્ચ, સિંચાઈ, માટી આરોગ્ય, લઘુત્તમ ટેકાના ભાવ, સ્થાનિક સંગ્રહ અને પ્રક્રિયા સુવિધાઓ અને સરકારી ખરીદી જેવા મુખ્ય મુદ્દાઓને ઉકેલવામાં નિષ્ફળ ગયા હતા.
વારંવાર લોન માફ કરવાને બદલે, લાંબા ગાળાની ક્રેડિટ નીતિ હોવી જોઈએ અને રોકડિયા પાકોથી બાજરી અને કઠોળ તરફ વાળવા માટે યોગ્ય પ્રોત્સાહન આપવું જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું. યવતમાળના કલેક્ટર વિકાસ મીણાએ પુષ્ટિ કરી હતી કે જિલ્લામાં ૨૦૨૬ના પહેલા મહિનામાં ૨૧ ખેડૂતોની આત્મહત્યા નોંધાઈ છે.



