12 એસી લોકલ રદઃ મધ્ય રેલવેના એસી લોકલના પ્રવાસીઓને ફટકો
મુંબઈઃ મધ્ય રેલવેના પ્રવાસીઓની હાલાકીનો કોઈ પાર નથી. ક્યારેક એન્જિનમાં ખરાબીને કારણે ટ્રેનસેવા પર અસર પડે છે તો ક્યારેક ટેક્નિકલ ખામીને કારણે ટ્રેન મોડી પડે છે. આજે રેલવેએ અચાનક 12 એસી લોકલ રદ કરતા એસીના પ્રવાસીઓએ સોશિયલ મીડિયા પર નારાજગી વ્યક્ત કરી હતી.
મધ્ય રેલવેની ડિવિઝનલ રેલવે મેનેજર (ડીઆરએમ) ઑફિસે માહિતી આપી હતી કે મધ્ય રેલવેએ આજે તેની ૧૨ એસી ટ્રેનોને નોન-એસી ટ્રેનો તરીકે ચલાવી હતી. એસી ટ્રેન લોકલની ટિકિટ/પાસ ધરાવતા પ્રવાસીઓએ નોન-એસી ટ્રેનમાં મુસાફરી કરવી પડશે. એવી અપેક્ષા છે કે સેન્ટ્રલ રેલવે પર એસી ટ્રેન સેવાઓ શનિવાર સુધીમાં ફરી સામાન્ય થઈ જશે.
આપણ વાંચો: Good News: મધ્ય રેલવેમાં સીએસએમટીમાં પ્લેટફોર્મ વિસ્તારણનું કામ અંતિમ તબક્કામાં
ડીઆરએમ મુંબઈએ તેના અધિકૃત એક્સ હેન્ડલ પર મુસાફરોને માહિતી આપતાં પોસ્ટ કર્યું હતું કે કેટલીક ટેકનિકલ સમસ્યાઓને કારણે એસી ટ્રેનો શુક્રવારે નોન-એસી તરીકે દોડશે. દરમિયાન મધ્ય રેલવએએ નોન-એસી લોકલ ટ્રેન દોડાવી હતી, પરંતુ દિવસભર લોકલ ટ્રેનો રેગ્યુલર સમયથી મોડી દોડતા પ્રવાસીઓ નારાજ થયા હતા.
નોન-પીક અવરમાં પણ લોકલ ટ્રેન અડધોથી પોણો કલાક મોડી દોડવાને કારણે નોન-એસી લોકલના પ્રવાસીઓ પણ રેલવેથી નારાજ થયા હતા. આ અંગે કલ્યાણના રહેવાસીએ સુશીલ પાંડેએ કહ્યું હતું.