રાજકોટ કલેકટરે રૂપાલા-ધાનાણી’ને કચકચાવીને ફટકારી શેની નોટિસ ?

લોકસભા ચૂંટણી 2024માં સૌથી ચર્ચિત એવી રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણીના રંગની છોળ ચોતરફ ઊડી રહી છે.તેવામાં હવે જિલ્લા કલેકટરે રાજકોટના બંને ઉમેદવારોને પંચ ફટકારતાં નવી ચર્ચાઓ શરૂ થઈ છે. રાજકોટ કલેકટરે 2 દિવસમાં હિસાબ ખર્ચ આપવા નોટિસ ફટકારી છે.
રાજકોટમાં ભાજપ ઉમેદવારે 16.66 લાખનો ખર્ચ કર્યો હોવાનું સામે આવ્યું છે તો કોંગ્રેસ ઉમેદવારે 5.46 લાખનો ખર્ચ કર્યાનું ધ્યાને આવ્યું છે હવે જિલ્લા કલેકટરે નોટિસ ફટકારી છે. ગુજરાતમાં બરાબર આવતા અઠવાડિયે 7મીએ મતદાન છે.ત્યારે ભાજપ-કોંગ્રેસ અને અપક્ષા ઉમેદવારોએ પોતાના ચૂંટણી ખર્ચની વિગત દર્શાવી હતી. જો કે, ભાજપ અને કોંગ્રેસ બંને ઉમેદવારોએ પોતાનો પૂરો ખર્ચ રજૂ ના કર્યાનું ધ્યાને આવ્યું છે. આ અધૂરી માહિતી હોવાના કારણે કલેકટર દ્વારા બંને ઉમેદવારોને નોટિસ ફટકારાઇ છે.
આપણ વાંચો: ગુજરાત 266માંથી 68 ઉમેદવાર કરોડપતિ, રૂ.147 કરોડ સાથે ભાજપના પૂનમ માડમ સૌથી અમીર
થોડો ઝાઝો હિસાબ તો આપો, એક વાસી ગુલાબ તો આપો’
રાજકોટ ભાજપના લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના એજન્ટે ખર્ચનો હિસાબ રજીસ્ટરમાં આપ્યો હતો. સામા પક્ષે કોંગ્રેસનાં ઉમેદવાર પરેશ ધાનાણીના એજન્ટે છૂટની કેએચઆરસીએચ રજૂ કરવા માટે ત્રણેક દિવસનો સમય માંગ્યો હોવાની વાત સામે આવી. જો કે વહીવટી તંત્રએ,કોંગ્રેસ ઉમેદવાર તરફથી કરવામાં આવી માંગને ફગાવી દેવામાં આવી હતી. બંને ઉમેદવારોને બે જ દિવસમાં કરેલા ખર્ચનો હિસાબ રજૂ કરવા માટે નોટિસ ફાળવાઈ છે.