આમચી મુંબઈમહારાષ્ટ્રલોકસભા સંગ્રામ ૨૦૨૪

મહારાષ્ટ્ર લોકસભા ચૂંટણી 2024: મહાયુતિ ગઠબંધનમાં એનસીપીની 6 બેઠકો શરતોને આધીન

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ તેમના બેઠકોની વહેંચણીની સમજૂતીમાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની આગેવાની હેઠળની એનસીપીને છ બેઠકો આપવાની ઓફર આપી છે, પરંતુ ત્યાં એક શરત છે – બે બેઠકો પર, ભાજપ પોતાની પસંદગીના ઉમેદવારોને એનસીપીના ચૂંટણી ચિહ્ન હેઠળ ચૂંટણી લડશે. જ્યારે એક ઉમેદવાર તેના પોતાના પક્ષના ચિહ્ન હેઠળ ચૂંટણી લડશે. આ નવી શરતને કારણે એનસીપીમાં અસંતોષ ફેલાયો છે અને મહાયુતિ ગઠબંધનમાં ફરી એકવાર બેઠકોની ફાળવણી અંગેની ચર્ચાઓ વણઉકેલાયેલી રહી છે.

અજિત પવારના નેતૃત્વમાં એનસીપી ઓછામાં ઓછી નવ લોકસભા બેઠકો પર ચૂંટણી લડવાની ઈચ્છા ધરાવતી હતી અને પક્ષનું નેતૃત્વ ભાજપની શરતો સ્વીકારવામાં અચકાય છે. તેથી ઉમેદવારોની જાહેરાત કરવામાં વિલંબ થયો છે, એમ પાર્ટીના કેટલાક નેતાઓએ જણાવ્યું હતું.

આપણ વાંચો: મહારાષ્ટ્રમાં કૉંગ્રેસ લોકસભાની એકેય બેઠક જીતી ન હોવાથી વાટાઘાટો શૂન્યથી ચાલુ કરવી પડશે: સંજય રાઉત

ભાજપે એનસીપી માટે બારામતી, રાયગઢ, શિરુર, પરભણી, સાતારા અને ઉસ્માનાબાદ (ધારાશિવ) મતવિસ્તાર નિર્ધારિત કર્યા છે. જો કે, સાતારા અને ધારાશિવમાં સમર્થન મેળવવા માટે ભાજપ તેના પોતાના ઉમેદવારો – ઉદયનરાજે ભોસલે અને ભૂતપૂર્વ આઈએએસ અધિકારી પ્રવિણ પરદેશીને મેદાનમાં ઉતારવા માગે છે.

પરભણી એનસીપીના ક્વોટા હેઠળ આવે છે, પરંતુ રાષ્ટ્રીય સમાજ પક્ષ (આરએસપી)ના વડા મહાદેવ જાનકર અહીંથી તેમના પક્ષના પ્રતીક હેઠળ સ્વતંત્ર રીતે ચૂંટણી લડશે.

લોકસભા ચૂંટણીના શેડ્યૂલની વાત કરીએ તો, મહારાષ્ટ્રમાં 19 એપ્રિલ, 26 એપ્રિલ, 7 મે, 13 મે અને 20 મેના રોજ પાંચ તબક્કામાં ચૂંટણી યોજાશે. પરિણામો 4 જૂને જાહેર કરવામાં આવશે. 2024ની લોકસભા ચૂંટણી, સાત તબક્કામાં વહેંચાયેલી છે અને 19 એપ્રિલથી 1 જૂન સુધી તબક્કાવાર દેશભરમાં 543 મતવિસ્તારોમાં મતદાન કરવામાં આવશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
May’s Money Makers: 5 Zodiac Signs Set for Financial Success Craving Revenge? Here’s a Gripping Thriller You Can Stream Now! આગામી 22 દિવસ રાજા જેવું જીવન જીવશે લોકો, જોઈ લો તમારી રાશિ તો નથી ને? IPL-2024: આજે રમાનારી મેચ પહેલાં આ કોણ મળવા પહોંચ્યું RCBના Virat Kohliને?