નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

બંધારણ કોઈ કાળે નહીં બદલાય: કોંગ્રેસના દાવાઓને આઠવલેએ ફગાવ્યા

ગોંદિયા: નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની એનડીએ સરકાર બંધારણ બદલવાની પેરવીમાં છે એવા કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા આક્ષેપને સામાજિક ન્યાય ખાતાના કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ રદિયો આપ્યો હતો, એમ મહારાષ્ટ્રના અગ્રણી દલિત નેતા આઠવલે ભારતીય જનતા પક્ષના સાથી છે.

આ સંદર્ભે મંગળવારે ટિપ્પણી કરતા તેમણે જણાવ્યું હતું કે જો બંધારણમાં ફેરફાર કરવાની કોશિશ કરવામાં આવશે તો પોતે રાજીનામું ધરી દેશે. રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (આઠવલે)ના અધ્યક્ષ અને કેન્દ્રીય પ્રધાન આઠવલે ભંડારા – ગોંદિયા લોકસભા મતદાર સંઘની બેઠક પર શાસકીય જોડાણના ઉમેદવાર સુનીલ મેંઢે માટે પ્રસાગર કરવા ગોંદિયા આવ્યા હતા.

આપણ વાંચો: કૉંગ્રેસનું બંધારણમાં 40 સુધારા કરવાનું વચન?: ભાજપ દ્વારા કૉંગ્રેસ ઉપર ગંભીર આક્ષેપ

આઠવલેએ વધુમાં જણાવ્યું હતું કે હાલની મોદીના નેતૃત્વ હેઠળની સરકાર સામે કોઈ મુદ્દા ન હોવાથી કોંગ્રેસ તેમજ અન્ય વિરોધ પક્ષો જો આ સરકાર 400થી વધુ બેઠક પર વિજય મેળવશે તો બંધારણ બદલી નાખશે એવું કહી જનતાને ગેરમાર્ગે દોરી રહી છે.

આ આરોપ પાયાવિહોણો છે અને જો સરકાર એવો કોઈ પ્રયત્ન કરશે તો હું પ્રધાનમંડળમાંથી રાજીનામું આપી ભાજપને આપેલો ટેકો પાછો ખેંચી લઈશ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button