આમચી મુંબઈનેશનલ

કૉંગ્રેસનું બંધારણમાં 40 સુધારા કરવાનું વચન?: ભાજપ દ્વારા કૉંગ્રેસ ઉપર ગંભીર આક્ષેપ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લોકસભાની ચૂંટણી પહેલા સત્તાધારી પક્ષ અને વિપક્ષ બંને દ્વારા એકબીજા ઉપર આરોપ અને પ્રત્યારોપનો સિલસિલો શરૂ થઇ ગયો છે અને ભાજપ દ્વારા કૉંગ્રેસ ઉપર બંધારણમાં ફેરફાર કરવાના વચનો આપવાનો ગંભીર આરોપ કરવામાં આવ્યો છે.


કૉંગ્રેસ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં બંધારણમાં 40 કરતાં વધુ સંશોધન કરવાનું જણાવવામાં આવ્યું હોવાનો આરોપ ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે કૉંગ્રેસ દ્વારા જ્યારે ભાજપ કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવા બદલ બંધારણની વિરુદ્ધ જવાનો અને દેશમાંથી લોકશાહી ખતમ કરવાનો આરોપ આટલા સમયથી લગાવવામાં આવી રહ્યો છે ત્યારે ભાજપે પહેલી વખત કૉંગ્રેસ ઉપર બંધારણ સાથે છેડછાડ કરવાનો આરોપ મૂક્યો છે.


ભાજપના મહારાષ્ટ્રના મહિલા પ્રદેશાધ્યક્ષ ચિત્રા વાઘે કૉંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યુ હતું કે કૉંગ્રેસ એક વિશેષ સમુદાયને આગળ વધારવા માટે બંધારણમાં ફેરફાર કરવા જઇ રહી હોવાનું પોતાના જાહેરનામામાં જણાવ્યું છે. કૉંગ્રેસ વિશેષ સમુદાય માટે અલગ ‘પર્સનલ લૉ’ એટલે કે અંગત કાયદા લાવવાની વાત કરી રહી છે. એટલે કે કૉંગ્રેસ હવે ધર્મના આધારે કાયદાઓ બનાવવાની વાત કરી રહી છે. કૉંગ્રેસની આવી વાતોથી તેમની અને મુસ્લિમ લીગની વિચારધારા એકસરખી હોય તેવું લાગી રહ્યું છે.


ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચંદ્રપુરમાં પ્રચાર માટે આવ્યા ત્યારથી મુસ્લિમ લીગનું નામ મહારાષ્ટ્રના રાજકારણમાં ખૂબ ચગી રહ્યું છે અને મુસ્લિમ લીગના નામે સત્તાધારી પક્ષ અને વિપક્ષ બંને એકબીજા પર પ્રહાર કરી રહ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ… ફિલ્મી છે Sunil Chhetriની Love Story, જાણશો તો ખુશ થઈ જશો… આ Celebs છે Raha Kapoorના કાકા, ફોઈ-ફુઆ… નવમું નામ જાણીને ચોંકી ઉઠશો..