
-ડી. જે . નંદન
શેફાલી જરીવાલાનું માત્ર 42 વર્ષે નિધન થતાં આખું બોલિવૂડ હચમચી ગયું છે. સૌથી વધારે તો એ વાતે ગભરાહટ ફેલાવી છે કે, કાટાં લગા નામના ગીતથી મશહૂર થયેલી અદાકારા શેફાલી જરીવાલા કોઈ ગંભીર બીમારીથી મૃત્યુ નથી પામી, પરંતુ એવું માનવામાં આવે છે કે, તે પોતાની ઉંમર કરતાં નાની દેખાવા માટે પાછલાં પાંચ- છ વર્ષોથી ગ્લૂટાથિયોન નામની દવા લઈ રહી હતી, જે એક એંટી એજિંગ ટ્રીટમેન્ટનો એક ભાગ છે.
તે જ કારણે તેને જબરદસ્ત હાર્ટ અટેક આવ્યો અને તેનું નિધન થયું. પહેલેથી જ આટલી સુંદર લાગતી શેફાલી ખૂબસૂરતીનાં કયાં શિખરો હાસિલ કરવા માગતી હતી, જેની કિંમત તેણે પોતાની જાન ગુમાવીને આપી.
સાચી વાત તો એ છે કે, માત્ર બોલિવૂડ જ નહી પરંતુ હોલિવૂડમાં પણ અનેક ફિલ્મી કલાકાર પોતાની ખૂબસૂરતી વધારવા માટે ઘણા પ્રકારના જોખમ લે છે જેને કારણે ઘણાએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. ફિલ્મી દુનિયા, મોડેલિંગ કે પછી પેજ થ્રીની પાર્ટી કેમ ન હોય આ બધાં જ કલાકારોને આ ચમકતી દુનિયામાં સૌથી વધારે સુંદર લાગવું હોય છે.
કેમેરા સામે તેઓ સો ટકા પરફેક્ટ લાગવા માગે છે. આના માટે તેઓ જિમ અને કસરત કરી જરૂરતથી વધારે થાકી જાય છે. ઘણીવાર સ્લિમ, ફિટ અને તરોતાજા દેખાવા માટે એસ્ટેરાઈડ અને ડાઈટ ડ્રગનો ઉપયોગ કરે છે અને ઘણીવાર તો ખૂબ જ દર્દભરી કોસ્મેટિક સર્જરીનો પણ સહારો લે છે.
સાલ 2023માં મિસ યૂનિવર્સ અને બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેનને ફિટનેસના ક્રેઝને કારણે જબરદસ્ત હાર્ટઅટેક આવ્યો હતો. હકીકતમાં તે પોતાની વધતી ઉંમરને ઢાંકી ગ્લેમરની દુનિયામાં હંમેશાં મિસ યૂનિવર્સ જ લાગવા માગતી હતી તેથી જ દિવસ રાત ફિટનેસ માટે વધારે ને વધારે સમય આપતી હતી. જેની કિંમત આખરે તેણે એક હાર્ટએટેક સાથે ચુકવી. આવી જ રીતે સાલ 2022માં હરિયાણાની લોકપ્રિય અભિનેત્રી અને નેતા સોનાલી ફોગાટનું મૃત્યુ અચાનક હાર્ટએટેકથી થયું હતું. પછીથી બહાર આવ્યું કે, તે બોડી ટોનિંગનો ઉપયોગ કરી રહી હતી.
આ પણ વાંચો…વિશેષઃ ટેટૂ ને પિયર્સિંગ છે ટ્રેન્ડમાં
સોનાલી ફોગાટે એક પાર્ટીમાં નશીલા ડ્રગનો ઉપયોગ કર્યો હતો. સોનાલી સોશિયલ મીડિયા અને ફિલ્મી દુનિયાના એ દબાણનો સામનો કરી રહી હતી જેને યંગ અને ગ્લેમરસ દેખાવા માટે હંમેશાં પ્રેશરમાં રહેવું પડતું હતું, પરંતુ આ વાત માત્ર હિંદુસ્તાન અને બોલિવૂડ સુધી જ સીમિત નથી. આ રોગ અને દબાવ પશ્ચિમની દુનિયામાં પણ છે. સાલ 2008માં હોલિવૂડ એકટર હીથ લેજરને ‘દ ડાર્ક નાઈટ ’માં જોકરનો જે જબરદસ્ત અભિનય કર્યો હતો, તેણે પૂરી દુનિયામાં પોતાના ચાહકોનું દિલ જીતી લીધું હતું. પરંતુ આ રોલના ઊંડાણમાં ઊતરવા માટે તેઓ માનસિક રૂપે ખૂબ જ થાકી ગયા હતા. જેને કારણે તેમને હંમેશાં ઊંઘની દવા તેમજ એંટી-ડિપ્રેશનનો સહારો લેવો પડતો હતો. આ કારણોસર તેઓનું ઓવરડોઝ લેવાના કારણે મૃત્યુ થયું હતું.
દોઢ દાયકા પહેલા દુનિયાના સૌથી મોટા સેલિબ્રિટી અને બ્રેક ડાન્સરનો બાદશાહ માઈકલ જેકસન પોતાની ત્વચાને ગોરી બનાવવાના ચક્કરમાં એટલા વધારે પ્રમાણમાં દવાનો ઉપયોગ કર્યો કે અચાનક એક દિવસે તેમનું મૃત્યુ થઈ ગયું. જ્યારે 70ના દાયકાના અમેરિકાના પોપ સિંગર કરેન કારપેંટર પણ પાતળા લાગવા માટે ગાંડપણમાં એનોરેક્સિયા નેર્વોસાનો શિકાર થઈ ગઈ હતી.
ફ્રાંસની અભિનેત્રી જેલોના બ્લોંટ પણ પોતાના ચેહરાને જવાન દેખાડવા માટે એટલી વાર બુટોક્સ સર્જરી કરાવી હતી કે એક વખત એવો આવ્યો કે તેનો આખો ચહેરો બગડી ગયો. આ સદમાને તે સહી ના શકી અને તેણે આત્મહત્યા કરી લીધી. આ વાત પરથી એ ખ્યાલ આવે કે, દુનિયામાં સુંદરતાની કેટલી કિંમત ચુકવવી પડે છે.
ટીવી શો બાલિકા વઘૂની ખૂબસૂરત અભિનેત્રી પ્રત્યૂષા બેનર્જી તો તમને યાદ જ હશે. એણે માત્ર 24 વર્ષની ઉંમરમાં આત્મહત્યા કરી હતી કારણકે, તે સોશિયલ મીડિયા ટ્રોલિંગ અને કેરિયર પ્રેશરથી કંટાળી ગઈ હતી. તેનો સબંધ પણ માઠો થઈ ગયો હતો. ગ્લેમર ઈંડસ્ટ્રીમાં ટકી રહેવા માટે તેના પર હંમેશાં સારા લાગવાનો અને પાતળા લાગવાનો દબાવ રહેતો હતો. આ બધું જ તે સહન ન કરી શકી અને તેણે આત્મહત્યા કરી.
કલકત્તાની ઈંસ્ટાગ્રામ મોડલ રિયા ઘોષનું મૃત્યુ કિડની ફેલ થવાથી થયું હતું, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટથી ખબર પડી કે, તે પાતળા લાગવા માટે લાંબા સમયથી એસ્ટેરાઈડ અને ડ્રગ લઈ રહી હતી. તેની પર સોશિયલ મીડિયામાં આકર્ષક બોડી રાખવા માટે દબાણ કરવામાં આવતું. તેના સિવાય તે આટલી મશહૂર બ્રાંડની એમ્બેસેડર કઈ રીતે બની શકે. આ બધાં જ ઉદાહરણો પરથી એ સાબિત થાય છે કે, કઈ રીતે ખૂબસૂરતીનો ભાર ગ્લેમર ઈંડસ્ટ્રીમાં સેલિબ્રિટી અને ફિલ્મી કલાકારને ખાઈ જાય છે.
આ પણ વાંચો…વિશેષ: શ્વાનનું પણ એક મંદિર છે, જાણો છો?