લાડકી

ઉઘાડી ચેલેન્જ (પ્રકરણ-૫)

‘ડાર્લિંગ, તું બહું સવાલો પૂછે છે, આજે હું તને સ્વર્ગની સહેલ કરાવવા માંગુ છું. આ લે… જરા સૂંઘી જો… તારા થાકેલા મગજને આરામ મળશે! અને ખૂબ સ્ફૂર્તિથી એણે પેલો રૂમાલ વીજળીને ઝડપે મારા નાકે અડકાડી દીધો. એ જ જૂની, પૂર્વપરિચિત મીઠી મધુરી સુગંધ… વળતી જ પળે મારી હાલત અગાઉના જેવી જ થઇ ગઇ.

કનુ ભગદેવ

(ગતાંકથી ચાલુ)
એના મદમાતા યૌવન-સાગરમાં હું તરબોળ બની ગયો હતો અને દિન-દુનિયાનું કોઇ જ ભાન મને નહોતું રહ્યું.

અચાનક એક આંચકા સાથે કાર ઊભી રહી.

‘ચાલો’ પ્રીતિ દ્વાર ઉઘાડતાં બોલી. પછી તે નીચે ઊતરી પડી. જાણે હું સ્વપ્નલોકમાંથી જાગ્યો હોઉ, એ રીતે તેની પાછળ ઊતર્યો પરંતુ નીચે ઊતરતા જ મારા હોશ-હવસ ઠેકાણે આવી ગયા. મોટર જે સ્થળે ઊભી હતી, તે એક ઉજજડ ઇલાકો હતો. મેં ચારે તરફ નજર દોડાવી, પરંતુ આ સ્થળને હું ન ઓળખી શક્યો. ચારે તરફ ઊંચી ઊંચી ટેકરીઓ અને ભેખડોની હારમાળા હતી પછી અચાનક જ હું ચોક્યો. અમે ઊભા હતા, તે સડક પણ કાચી અને ખાબડખૂબડ હતી.

મારા મગજમાં ખટકો થયો એક અજાણ્યા ભયથી હું ધ્રુજી ચાંદનીના પ્રકાશમાં ત્યાંનું વાતાવરણ ખૂબ રહસ્યમ લાગતું હતું.

રાત્રિની ભયંકરતા ચારે તરફ છવાયેલી હતી. ત્યાં આસપાસમાં ફેલાયેલાં વૃક્ષોની ડાળીઓ, વીંઝાતી હવાના કારણે વિચિત્ર ડરામણો અવાજ કરતી ખળભળતી હતી. મારો નશો કપૂરની જેમ હવામાં ઊડી ગયો. મારા જ્ઞાનતંતુઓ ફરીથી સજાગ બની ગયા, અલબત્ત માથું ખૂબ ભારે ભારે લાગતું હતું.

‘તું મને ક્યાં લઇ આવી છે. પ્રીતિ…! આ સ્થળ ક્યું છે?’
‘ડાર્લિંગ, તું બહું સવાલો પૂછે છે, આજે હું તને સ્વર્ગની સહેલ કરાવવા માંગુ છું. આ લે… જરા સૂંઘી જો… તારા થાકેલા મગજને આરામ મળશે! અને ખૂબ સ્ફૂર્તિથી એણે પેલો રૂમાલ વીજળીને ઝડપે મારા નાકે અડકાડી દીધો. એ જ જૂની, પૂર્વપરિચિત મીઠી મધુરી સુગંધ… વળતી જ પળે મારી હાલત અગાઉના જેવી જ થઇ ગઇ.

‘ચાલ…’ પ્રીતિએ મારો હાથ પકડયો. હું એની સાથે ચાલવા લાગ્યો, રસ્તાની બન્ને તરફ તોતીંગ વૃક્ષો ઊભાં હતાં. અમે જેમ આગળ વધતા ગયા તેમ તેમ રસ્તો સાંકડો, ખાબડખૂબડ અને ઊંચો નીચો થતો ગયો. અમારી સામે ચઢાણવાળો એક ઢોળાવ હતો. એ ઢોળાવ અમે ચડી ગયાં. પછી બીજી તરફ ઊતરતા જ ચાંદનીના પ્રકાશમાં એક ઇમારત નજરે ચડી. પ્રીતિ મને ક્યાં લઇ જાય છે એવો પ્રશ્ર્ન તો મારા દિમાગે વિચારવો જ બંધ કર્યો હતો. હું ફરીથી એક અનેરી મસ્તીમાં ઝૂમતો હતો અને પ્રીતિના કોમળ, માખણ જેવા મુલાયમ અને દિગંબર દેહને મારા કલ્પનાચક્ષુઓ વડે નિહાળવાનો હતો.

અમે એ ઇમારત નજીક પહોંચ્યાં.

અંદર પ્રવેશતાં જ એક નાની ઓફિસ દેખાઇ. કદાચ એ રિસેપ્શન સેન્ટર હતું. કાઉન્ટ પાછળથી ખુરશી પર એક યુવતી બેઠી હતી. અમારી જમણી તરફ એક દ્વાર હતું. કાઉન્ટરની સાથેની બેન્ચ પર ચાર ચાર સ્ત્રી અને ચાર પુરુષો બેઠા હતા. એમાંથી ત્રણ પુરુષોને હું ઓળખતો હતો. એમને અહીં જોઇને હું ચમક્યો. તેઓ ત્રણેય એક શિપિંગ કું.ના પાર્ટનર હતા, પરંતુ તેઓ અહીં ક્યાંથી? એ જાણવાનું કોણ જાણે કેમ મને મન જ ન થયું. કદાચ પેલા નશાનો પ્રભાવ હશે.

પ્રીતિ કાઉન્ટર ગર્લ સાથે ધીમા અવાજે કંઇક વાતો કરતી હતી.

સહસા જમણી તરફનું બારણું ઊઘડયું અને અંદરથી લાઇનબંધ આઠદસ પુરુષો અને એટલી જ સ્ત્રીઓ-સૌ લાઇનબંધ બહાર નીકળ્યાં. ઓફિસની જગ્યા પર સળગતી ટ્યૂબ લાઇટની રોશનીમાં મેં એમના લાલચોળ, આવેશ અને ઉત્તેજનાથી છવાયેલા ચહેરા જોયા. એમને જોઇને કાઉન્ટર ગર્લ ઊભી થઇ અને પોતાની પાછળનું એક દ્વાર ઉઘાડી નાંખ્યું. આગલા દ્વારમાંથી નીકળેલા સ્ત્રી-પુરુષો જાણે પોતાનું સર્વસ્વ લૂંટાઇ જવાનું હોય એ રીતે ધક્કામુક્કી કરતા. કાઉન્ટર ગર્લે ઉઘાડેલા દ્વારમાં પ્રવેશી ગયાં. તેઓ સૌ વસ્ત્રો તેમ જ ચહેરા પરથી સચ્ય લાગતાં હતાં.

અચાનક અમે આવ્યા હતા. એ બહારના રસ્તા પરથી સ્ત્રી-પુરુષોનું એક બીજું ટોળું આવી પહોંચ્યું.

રિસેપ્સનિસ્ટ ગર્લે એ સૌની સામે સ્મિત વેર્યું.

ત્યારબાદ એણે પ્રીતિને અંદર જવાનો સંકેત કર્યો.

પ્રીતિએ મારો હાથ પકડ્યો. પછી તે મને જમણી તરફના ઉઘાડા દ્વાર તરફ લઇ આવી. અમે બન્ને અંદર પ્રવેશ્યા. પ્રીતિએ ઝડપથી પોતાની પાછળ દ્વાર બંધ કરી દીધું. અમારી ચારે તરફ ઘોર અંધકાર છવાયેલો હતો.

પ્રીતિએ મારો હાથ પકડયો અને અમે અંધકારમાં જ અથડાતા કુટાતા આગળ વધ્યા. અચાનક પ્રકાશ ઝબક્યો. મેં નજર કરી: સામે એક સ્ટેજ જેવું દેખાતું હતું, અને એક રૂમનો સેટ લાગેલો નજરે ચડતો હતો અને તેમાં બત્તી સળગતી હતી. ક્ષીણ પ્રકાશમાં લાઇનબંધ વીસેક ખુરશીઓ પડી હતી. પ્રીતિએ મને ખુરશી પર બેસાડ્યો અને પછી એ પોતે મારી બાજુની ખુરશી પર ગોઠવાઇ હવે અમારી સામે સ્ટેજ હતું. અચાનક અમે આવ્યા. હતાં, એ દ્વાર ફરીથી ઊઘડ્યું અને લગભથગ ૧૫-૨૦ જેટલા સ્ત્રી-પુરુષો ઝડપથી અંદર આવ્યા. દ્વાર બંધ થઇ ગયું. ગણતરીની સેંકડોમાં જ આવનારાઓ ખુરશીઓ પર ગોઠવાઇ ગયા. મેં આંખો ફાડી ફાડીને સ્ટેજ તરફ જોયું. તે એકાદ મીની થિયેટર હોવાનો મને ભાસ થયો. સ્ટેજ ખાલી હતું, અને ત્યાં કોઇ જ હિલચાલ નહોતી થતી છતાં પણ લોકો શ્ર્વાસ રોકીને બેઠા હતા.

લગભગ બે-ત્રણ મિનિટ પછી અચાનક સ્ટેજ પાછળથી એક યુવતી આવીને ઊભ રહી. એ આવીને એક સોફા પર બેઠી. થોડી વાર વિચારતી રહી પછી તે ડ્રેસિંગ ટેબલ નજીક ગઇ અને પોતાનો મેકઅપ ઉતારવા લાગી. એના લાંબા, કાળા ભમ્મર રેશમી વાળ, એની પીઠ પાછળ લહેરાવા લાગ્યા. પછી તે ત્યાં જ સ્ટેજ પર જ હેંગર પરથી વસ્ત્રો ઊંચકીને પોતે પહેરેલા કપડાં બદલવા લાગી.

ધીમેધીમે એક એક કરીને એણે પોતાનાં બધાં જ વસ્ત્રો ઉતારી નાંખ્યા. થોડી પળો સુધી એ ચુપચાપ પોતાના નવસ્ત્રા દેહને આદમ કદ અરીસા સામે ઊભી રહીને પોતાની જાતને, રૂપને અને યૌવનને મંત્રમુગ્ધ બનીને તાકી રહી. એના હોઠ પર સ્મિત ફેલાયેલું હતું. મોહક સ્મિત! માદક હાસ્ય! પછી તે ધીમે ધીમે નવા વસ્ત્રો પહેરવા લાગી.

મારા દેહની નસોમાં વહેતું લોહી જોરજોરથી ઉત્તેજનાના કારણે ફરવા લાગ્યું. મારો ચહેરો લાલધુમ બની ગયો. કાનની લટ એકદમ ગરમ ગરમ લાગવા માંડી. મેં આંખો ચોળી જોઇ. ના, હું સ્વપ્નમાં નહોતો. મારો શ્ર્વાસ રુંધાઇ ગયો હતો અને પાંપણ જાણે ફરકવાનું ભૂલી ગઇ હોય એમ સ્થિર હતી. આજુબાજુની ખુરશીઓ પર બેઠેલા સ્ત્રી-પુરુષોના જોરજોરથી શ્ર્વાસો લેવાના અવાજ મને સ્પષ્ટ સંભળાતા હતા. બે આકૃતિઓને મેં એકમેકની ખુરશી તરફ ઝૂકતી જોઇ અને બે-એકના હાથ અંધારામાં જ ક્યાંક ગુમ થઇ ગયા. ઉત્તેજનાના કારણે મારા દિમાગની નસો ફાટી પડતી હતી અને હું કામાગ્નિથી પીડાતો હતો. મારી બાજુની ખુરશી પર બેસેલા માણસના પગ જોરજોરથી ઊછળતા હતા. એકાદ-બે વખત તે મારા પગ સામે ટકારાય પણ ખરા.

હળવા-દબાતા ઘૂંટાતા ચિત્કાર…! ચુંબનોનો બંધ હવાની સપાટી પર તરત અવાજ અને પછી અચાનક એક ખૂણામાંથી એક સ્ત્રી સ્વર સંભળાયો, ‘આ… આં… અહીં… નહીં…! બીજા પણ માણસો છે… થોડીવાર પછી…’
મારા લોહીમાં આગ લાગી ગઇ હતી.

પછી અચાનક અંધકાર છવાઇ ગયો. સ્ટેજ અદશ્ય થઇ ગયું. (કેટલા બધા ઊતરતી કક્ષાના લોકો છે! પહેલો અંક પૂરો થયો. આ નાટક ઉત્તમ કહી શકાય! સોલો આઇટમ! સંવાદ વગરનું નાટક! ફક્ત હાવભાવ! પર કેટલા બધા ગંદા અને ઘૃણિત હાવભાવ કેટલું બધું અશ્ર્લીલ! આવાં દશ્યો લોકો કેવી રીતે જીરવી શક્તા હશે.)
થોડીવાર પછી બીજો અંક શરૂ થયો. ડાબી તરફની દીવાલ એકદમ પ્રકાશિત થઇ ઊઠી. સ્ટેજ હવે સામેની દિશાએ નહિ, આ તરફ હતું. લોકોએ ખૂબ જ ધીમેથી પોતપોતાની ખુરશીઓ એ તરફ ફેરવી. ત્યાં સ્નાન ઘરનું દશ્ય હતું. એ દશ્યમાં યુવતી પ્રવેશી કે તરત જ ખુરશી પર બેઠેલા સ્ત્રી-પુરુષના ટટ્ટાર થઇ ગયા. શ્ર્વાસ થંભાવી દેવામાં આવ્યો. યુવતી શાવરબાથ લેવાની તૈયારી કરવા લાગી. એણે પોતાના તમામ વસ્ત્રો ઉતારી બન્ને હાથ ઊંચા કરીને આળસ મરડી અને પછી એ જ સ્થિતિમાં શાવરની નીચે જઇને ઊભી રહી, તે ઘડીકમાં આ તરફ તો ધડીકમાં પેલી તરફ ગોળ ગોળ ફરતી હતી. શાવરમાંથી પાણીની અનેક ધારાઓ તેના મોહક અંગોની ભીંજવતી હતી.

હું સારાસારનું ભાન ગુમાવી બેઠો. લોહીમાં ફેલાયેલી આગ વધુ જોરથી ભડકી ઊઠી. અનાયાસે મારો હાથ પ્રીતિના હાથ સાથે ઝકડાઇ ગયો. એ નાનકડા હોલમાં સુકાઇ ગયેલા ગળામાં વારંવાર થૂંક ગળવામાં આવતુું. સૂકા હોઠ પર જીભ તરતી હતી. મે આજુબાજુમાં નજર કરી. પછી સામે જોવાની મારામાં હિંમત જ ન રહી. ભયંકર ઉત્તેજનાથી હું થરથરતો હોવા છતાં પણ શરમ અને સંકોચના કારણે મારી આંખો મીંચાઇ ગઇ. છોકરી હવામાં નાચતી હતી. થોડી પળો બાદ મેં આંખો ઉઘાડીને સ્ટેજ પર નજર કરી…રોશનીથી ઝળહળતો શયનખંડ! દિગંબરાવસ્થામાં એક યુવાન પુરુષ અને પેલી યુવતી! એક પલંગ… શાંત વાતાવરણમાં ગરમગરમ શ્ર્વાસ લેવાનો સ્વર…!
લગભગ ત્રણેક મિનિટ પછી એ દશ્ય અદશ્ય થઇ ગયું…
શો પૂરો થયો એ મીની હોલની બત્તીઓ સળંગી ઊઠી. લોકો ખુરશી પરથી ઊભા થયા.

(આંખોમાં અંગારા ભભુકતા હતા. સ્ત્રી-પુરુષો ખૂબ જ મોંમાં -મૂલ્યવાન વસ્ત્રોમાં સજજ હતા. ચહેરા પર અભિજાત્ય અને ખાનદાન સંસ્કારી કુળની મહોર! ધન, યશ, શિક્ષા, માન, મર્યાદા, સંસ્કાર અને સંપન્ન પરંપરાનાં મંચ પર ઊભેલા, ઉચ્ચ, હાઇ સોસાયટી વર્ગના આ પ્રતિનિધિઓ! આખો દિવસ કામકાજની ધમાલ! શ્ર્વાસ લેવાની પણ ફૂરસદ નહિ બીચારા બે ઘડી મનોરંજન કરીને પાછા ફરી રહ્યા છે, ઉત્તેજના અને ઉન્માદનું આ ઇન્જેકશન લઇને જો હવે તેઓ અલગઅલગ હોટેલમાં જાય તો ભલા, એમાં કોઇને શા માટે વાંધો લેવો પડે?)
કોઇકનો પગ હળવેથી દબાયો. સહેજ આગળ નમીને વિવેકથી કહેવામાં આવ્યું, ‘ઓહ, સોરી…!’
(એટીકેટ…! સભ્યતા…! શાલીનતા…!)
(જેના દેહને ગીધ-નજરના ભારથી દબાવીને હમણાં જ ઉઠાવવામાં આવ્યો છે, તે કદાચ હંમેશા આ વાસનાની રાહ જોશે ઓહ… સોરી…)
પ્રીતિ મારો હાથ પકડીને ઊભી થઇ. બીજા સ્ત્રી-પુરુષો સાથે અમે પણ બહાર નીકળ્યાં અને રિસેપ્શન સેન્ટરની પાછળ એક બીજા દ્વારમાં દાખલ થયાં. અહીંયાં એક વિશાળ લોબી હતી અને તેમાં લાઇનબંધ કમરાઓ હતા. પ્રીતિ મને એક રૂમમાં લઇ ગઇ.

(દોસ્ત બમનજી, આ બધી નાનામાં નાની વિગત તને એટલા માટે જણાવું છું કે આ ગંદુ સ્થળ શોધવામાં કદાચ મદદરૂપ થઇ પડે.)
તે એક શણગારેલો શયનખંડ હતો. દીવાલ પર અર્ધનગ્ન નવયોવનની કામાગ્નિ સળવળી ઊઠે એવા -હાવભાવ વ્યક્ત કરતી તસવીરો લટકતી હતી. મારી ધીરજ હવે ખૂટી ગઇ હતી. મેં પ્રીતિ સામે મારા બન્ને હાથ લાંબા કર્યા. વળતી જ પળે તે મારા બાહુપાશમાં જકડાઇ ગઇ. પછી અમે બન્ને પલંગ તરફ જવા લાગ્યાં.


શેઠ જાનકીદાસનો ચહેરો એના કાગળમાં શબ્દોની વચ્ચે જાણે કે ઊપસીને પોતાના હોઠ ફફડાવતો હતો.

ત્યારબાદ હું કેવી રીતે ઘેર પહોંચ્યો એ મને યાદ નથી. સવારે હું ઊઠયો ત્યારે અગિયાર વાગી ગયા હતા. હું આ રીતે અવારનવાર મોડો આવતો હતો. એથી મારા વિશે, મારા પુત્રો કે બીજા કોઇને ચિંતા કરવાનું કોઇ કારણ નહોતું. મારું માથું એકદમ ભારેભારે થઇ ગયું હતું અને હું ખૂબ જ સુસ્તી અનુભવતો હતો. સ્નાનાદિ વગેરેથી પરવારી ગયા બાદ મારામાં થોડી સ્ફૂર્તિ આવી ગઇ. રાત્રે પ્રીતિ સાથે સૌ માણેલી લિજજતને મનોમન વાગોળતો, હું તૈયાર થઇને ઓફિસે ગયો. કામકાજમાં દિવસ પસાર થઇ ગયો. સાંજ પડી ગઇ. હું પ્રીતિના ફોનની રાહ જોતો રહ્યો, ખૂબ રાહ જોયા પછી પણ તેનો ફોન ન આવ્યો.

મોડી સાંજે હું ક્લબમાં પહોંચ્યો. પ્રીતિ ત્યાં પણ નહોતી, મને તેની હોટેલ પર જવાનો વિચાર આવ્યો, ક્લબમાં જ મેં ચાર માણસોને ચૌધરી હોટેલનું સરનામું પૂછયું પરંતુ તેઓ સરનામું ન આપી શક્યા, અને એક માણસે મારી પૂછપરછમાં જે જવાબ આપ્યો એથી હું ધ્રૂજી ઊઠયો:
‘શેઠ, હું મુંબઇની એકેએક હોટેલનો જાણકાર છું. પરંતુ ચૌધરી હોટેલ મુંબઇમાં કોઇ છે જ નહિ.’
મારું માથું ભમવા લાગ્યું. ત્યારબાદ મુંબઇ હોટેલ એસોસિયેશનમાં મેં તપાસ કરાવી. પરિણામ શૂન્ય આવ્યું:
સાચે જ એ નામની કોઇ જ હોટેલ મુંબઇમાં નહોતી.

બીજો દિવસ… ત્રીયો દિવસ… ચોથો… પાંચમો.. અને એ રીતે દિવસ પર દિવસ વીતતા ગયા. ન મળી પ્રીતિ કે ન આવ્યો તેનો ફોન! દરરોજ હું આશાભર્યાં હૈયે ફોન સામે કલાકોના કલાકો તાકીને બેસી રહેતો. હમણાં ઘંટડી વાગશે! અલબત્ત ઘંટડી વાગતી પણ હતી… પરંતુ ફોન પ્રીતિનો નહિ, કોઇક બીજા જ પરિચિતનો નીકળતો. મારી ઊંઘ હરામ થઇ. મને ક્યાંય ચેન નહોતું પડતું. કોણ જાણે કેમ મને રહી રહીને એમ લાગતું હતું કે કોઇકે બિછાવેલી ભયંકર જાળમાં હું ફસાતો જાઉં છું અને પછી એક દિવસ મારો ભય સાચો પડ્યો.

મહિના પછી મારા પર સાદી પોસ્ટમાં એક ખાખી રંગનું ક્વર આવ્યું. ક્વર ઉપર મોટા અક્ષરે ઘૂંટીને મારું નામ સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું હતું. ઉપર મથાળે ‘અંગત’ લખેલું હતું. કોઇએ પોતાના હેન્ડ રાઇટિંગ છુપાવવા ખાતર ચીપી ચીપીને સરનામું લખ્યું હતું. કવર પર મોકલવાનું નામ-સરનામું નહોતું અને તેની ટિકિટ પર મદ્રાસની છાપ હતી, કોણ જાણે કેમ હું કોઇક અજ્ઞાત આશંકાથી ધ્રુજી ઊઠયો. મારી ચેમ્બરના દ્વારને અંદરથી બંધ કરીને મેં તેને ઉઘાડયું અને પછી ટેબલ ઉપર તેને ઊધું વાળ્યું. અંદરથી નીકળેલી વસ્તુઓ પર નજર પડતાં જ હું ધબકારા ચૂકી ગયો. એ વસ્તુઓ મને કાળી ભોરીંગ જેવી લાગતી હતી. મારા કપાળે પરસેવો વળ્યો. એ બધી મળીને કુલ સાત તસવીરો હતી. પ્રીતિ સાથે મેં જે શૈય્યા સુખ ભોગવ્યું એની સ્પષ્ટ અને એટલી સીધી રીતે એ તમામ તસવીરો ચાડી ખાધી હતી. મારા જ ચહેરાની શરીરના એક એક અંગોને સ્પષ્ટ રીતે દર્શાવતી બીભત્સ તસવીરો. તસવીરની વચ્ચે એક ટાઇપ કરેલો કાગળ પણ હતો. મેં તે વાંચ્યો. એમાં રૂપિયાની કોઇ જ માગણી કરવામાં નહોતી આવી. પત્ર વાંચતાં જ આ તસવીર કઇ રીતે લેવામાં આવી હશે તે હું સમજી ગયો.

વાસ્તવમાં પ્રીતિ સાથે મીની હોલમાં બેસીને મેં જે કંઇ જોયું હતુંતે કોઇ બ્લ્યુ ફિલ્મ નહોતી. પરંતુ ઋઢ હતું. એ ટુ-વે-મીરર (બન્ને તરફથી જોઇ શકાય એવા કાચવાળો અરીસા)ની કરામત હતી, જે કંઇ અમે જોયું, એ અમારી સામે નહિ, પણ કાચની દીવાલ પાછળનું ઋઢ જોયું હતું એ નાટક સાચેસાચ સ્ટેજની પાછળની કમરામાં ભજવાતું હતું અને તેનું પ્રતિબિંબ ટુ-વે-મિરરમાં પાસ કરીને દર્શકોને બનાવવામાં આવતું હતું, એ બીચારી માસૂમ યુવતીને સ્વપ્ને ય કલ્પના નહિ હોય કે પોતાની પ્રત્યેક હિલચાલને, પોતાના વસ્ત્રહીન દેહને એકસ થે લગભગ ૪૦ જેટલી આંખો ચુપચાપ, ચોરીછૂપીથી તાકી રહી છે. મારી સામે પણ એમ જ કરવામાં આવ્યું હતું, મારી તથા પ્રીતિની પણ પ્રત્યેક ગતિવિધિ પ્રત્યેક હિલચાલ આ રીતે ટુ-વે-મિરરમાં પાસ કરીને મીની હાલમાં બેઠેલા સજજનો સમક્ષ રજૂ કરવામાં આવી હશે.

હે ભગવાન…! પત્રમાં બીજી કોઇ જ વાત નહોતી. પરંતુ બે દિવસ પછી ફીયાન્સી પર એક ગુમનામ ફોન આવ્યો. ફોન કરનારે પચાસ હજાર રૂપિયાની માગણી કરી. સાથે જ એણે ધમકી આપી કે જો એને રૂપિયા નહિ મળે તો તસવીરની બીજી નકલો મારી દુકાનમાં. ઓફિસમાં તેમ જ મારા ઘરમાં ફેંકી દેવામાં આવે.

મને આખી પૃથ્વી ગોળ ગોળ ફરતી લાગી. મારું દિમાગ ચક્કર ખાતું હતું અને આંખો સામે કાળો ડીબાંગ અંધકાર છવાવા લાગ્યો માંડ-માંડ મેં સ્વસ્થતા પ્રાપ્ત કરી. મેં અનિચ્છાએ રકમ આપવાનો સ્વીકાર કર્યો. ફોન કરનાર માનવીએ પચાસ હજાર રૂપિયાની જૂની નોટો, બધી જ દસ દસ રૂપિયાવાળી હોવી જોઇએ એવી સૂચના આપી. એના હુકમ પ્રમાણે બીજે દિવસે રાત્રે નવવાગ્યે એક નાની બેગમાં રકમ ભરીને વાંદરાની ખાડી પર રેલવે પુલ નજીક મૂકી આવ્યો. બેગ મૂક્યો પછી મારે ચુપચાપ, પાછળ જોયા વગર ચાલ્યા જવાનું હતું. પોલીસને ખબર આપવાથી પરિણામ ખતરનાક આવશે. એવી ધમકી પણ એણે મને આપી હતી, અને મારા દોસ્ત બમનજી! આ રીતે છેલ્લાં દોઢ વર્ષથી દર મહિને હું એ બ્લેકમેઇલરને દસ દસ હજાર રૂપિયા તેની માગણી પ્રમાણે આપતો આવ્યો છું. અત્યાર સુધીમાં હું તેને બે લાખ રૂપિયા આપી ચૂક્યો છું. હવે હું મૂળ મુદ્દાની વાત પર આવું છું. પરમ દિવસે એ જ અવાજ વાળો ફોન આવ્યો. આ વખતે એણે રૂપિયાની નહિ, પણ મારી પુત્રીની માગણી કરી. હું એના કહેવાનો અર્થ સમજી ગયો. મેં ફોન પર ખૂબ ધમપછાડા માર્યા. પરંતુ એ નફટાઇથી હસતો રહ્યો, અને મને કહ્યું, ‘પ્રીતિ પણ તમારી પુત્રીની ઉંમર જેટલી જ હતી… શેઠ જાનકીદાસ! કાં તો તમારી પુત્રીને ચુપચાપ અમને સોંપી દો, અથવા તો પછી બેઇજજતી માટે તૈયાર થાઓ. યાદ રાખો પોતાની જ ઉંમરની એક યુવતીને તસવીરમાં તમારી સાથે કઢંગી હાલતમાં જો તમારી પુત્રી જુએ તો તેના પર શું અને કેવી અસર થશે?’

મેં એની પાસે વિચારવા માટે પંદર દિવસનો સમય માગ્યો. એણે મને પાંચ દિવસનો સમય આપ્યો. મારા મગજમાં એક પ્લાન ઘડાઇ ચૂક્યો હતો. એ રાત્રે મેં મારા મોટા પુત્રને બોલાવ્યો. મારા ખંડના દ્વાર સાઉન્ડપ્રુફ હતા અને અમારા બે સિવાય કોઇ જ નહોતું. મેં હૈયુ મજબૂત કરીને, માંડ માંડ બની શકે એટલી તેની મર્યાદા સાચવીને મારી પોઝીશન અંગે સાચી સ્થિતિથી વાકેફગાર કર્યો અને તેને કહ્યું, ‘બેટા, સંસ્કૃતમાં પુત્ર સોળ વર્ષની વયે મિત્ર ગણવાનું લખ્યું છે. આજે તારી પાસે મારું મસ્તક શરમથી ઢળી પડે છે પણ…’ મારો પુત્ર સમજદાર હતો તે આખી વાત પામી ગયો. એણે મને આશ્ર્વાસન આપ્યું, રાતના ત્રણ વાગતા સુધીમાં અમે પ્લાન નક્કી કરી લીધો. પણ આપઘાત કરવાનો મેં જે પ્લાન બનાવ્યો હતો એ મેં તેનાથી છૂપો રાખ્યો હતો, બીજે દિવસે મારા તમામ સંતાનો અમેરિકા જવા માટે ઊપડી ગયા. ત્યાંની બૅન્કમાં મારા ઘણા નાણાં હતાં. ઉપરાંત અહીં ખાતેની તમામ મિલકત પણ મેં તેઓના નામે જ ચડાવી દીધી છે. મારી પાસે આ સિવાય બીજો કોઇ માર્ગ જ નહોતો. આમ તો તેઓ મારી પુત્રીનું અપહરણ પણ કરી શક્તા હતા. પરંતુ એ સ્થિતિમાં મામલો પોલીસ સુધી પહોંચે તેમ હતો અને તેઓ કદાચ તેમ નહોતા ઇચ્છતા. એટલે જ એમણે મારી પાસે આવી બેહૂદી માગણી કરી હતી, તેમના ગયા પછી મેં મારો માર્ગ નક્કી કરી લીધો અને એ મુજબ સૌ પહેલાં આ કાગળ તમને ખુલ્લાં હદયે લખું છું, ‘દોસ્ત બમનજી! તમે એ અડ્ડો શોધી કાઢો. નહીં તો ઘણાં માણસો મારી જેમ બરબાદ થઇ જશે. મારા મરી ગયા પછી ભલેને યેઅ. તસવીરોને ફાવે તેટલી સંખ્યામાં ફાવે તેને આપતા ફરે…!’
લિ. તમારો મિત્ર,
જાનકીદાસ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…