લાડકી

ફોકસઃ દામ્પત્ય સુખની ગુરુચાવી: પરસ્પરનો વિશ્ર્વાસ ને પ્રેમ

ઝુબૈદા વલિયાણી

સ્ત્રી એટલે સ્ત્રી. એક અક્ષરના આ નામ પર પુરુષપ્રધાન સમાજના ભૂતકાળમાં અનેક યુદ્ધો ખેલાયા છે અને લેખકોએ વાર્તાઓ લખી છે:

*કવિઓએ કવિતાઓ લખી છે.
*ચિત્રકારોએ સુંદર ચિત્રો દોર્યાં છે અને
*શિલ્પીઓએ અદ્ભુત શિલ્પો કંડાર્યા છે.
*આ બધું ધ્યાનપૂર્વક જોઈએ અને અનુભવીએ ત્યારે આપણને એમ જ લાગે કે,
*કહેવાતા પુરુષપ્રધાન સમાજમાં કેન્દ્રમાં તો સ્ત્રી જ હોય છે.

*તેનામાં એવી તે કઈ લાક્ષણિકતા હોય છે કે
*રસોડામાં રાંધતી વેળાએ,
*ડાઈનિંગ ટેબલ પર પીરસતી વેળાએ
*બપોરના આરામની પળોમાં અને

*રાતના ઉજાગરામાં સ્ત્રી અને માત્ર સ્ત્રી જ પુરુષના માનસપટ પર છવાયેલી રહે છે!
-સ્વાદિષ્ટ રસોઈ આરોગતા હોઈએ ત્યારે રાંધનારી મા હોય,
*પત્ની હોય કે
*કોઈની ભાભી હોય

*તેની રસોઈનાં વખાણ કરતાં થાકતા નથી.
*પતિ થાકીપાકીને ઘરે આવે ત્યારે પત્નીનો સસ્મિત આવકાર તેનો બધો થાક દૂર કરી નાખે છે.

*સામસામે બેસીને પતિ-પત્ની પોતપોતાના કપમાંથી ચાના ઘૂંટ ગળાની નીચે ઉતારે છે અને જ્યારે પતિ એમ કહે છે, ઓફિસમાં આવી ચા ક્યાંથી મળે? ઘરમાં તારા હાથે બનાવેલી ચા પીતાની સાથે શરીરમાં જાણે નવી તાજગી હોય એવી લાગણી ઉત્પન્ન થાય છે!

*પોતાની આવી પ્રશંસા ખરી હોય કે ખોટી, પણ એ દરેક સ્ત્રીને ગમે છે. સ્ત્રી જો ચબરાક હોય તો સામો પ્રશ્ન પૂછે છે:

*તમને મારા હાથની બનેલી ચા ગમે છે,
*રસોઈ ગમે છે અને હું જે રીતે ઘર સંભાળું છું એ પણ તમને ગમે છે, પણ હું તમને ગમું છું કે નહીં?
*આ એક પ્રશ્નમાં જ પુરુષની કસોટી થઈ જાય છે. તે હસીને કહે છે. જે સૌથી વધારે ગમે થાય, પ્રશંસાનાં એ વાક્યો રાત માટે જ રહેવા દઈએ તો?

*અને આ એકજ વાક્ય પર પત્ની એટલી બધી પ્રસન્ન થઈ જાય છે કે પતિનો આખો સંસાર સુધરી જાય છે.
*મીઠાશથી બોલવું,
*ધીરજથી સાંભળવું અને

*પતિની ઈચ્છાને જાણ્યા પછી તેને વશ થવું એ માત્ર સ્ત્રીનો ધર્મ બની જાય છે.
‘લાડકી પૂર્તિ’ની વ્હાલી વાચક બહેનો!
*આધુનિક સમાજમાં કદાચ આજની યુવતીઓને આમાં અતિશયોક્તિ લાગતી હશે,
*કૃત્રિમતા પણ લાગતી હશે,

*પણ વાસ્તવમાં તેમાં પતિ કે પત્ની બેમાંથી એક પણ વ્યક્તિ બનાવટ કરતી હોતી નથી.
*બંને પક્ષે જે કાંઈ બોલાય છે અને સંભળાય છે તેમાં સંસારચક્રને સુમેળભર્યા વાતાવરણમાં ચલાવવાની બંને પક્ષોની આતુરતા જણાય છે.
*સુખી સંસાર અને આદર્શ માતા-પિતાની બધી જ વ્યાખ્યા પતિ-પત્ની વચ્ચેના સંવાદમાં સમાઈ જતી હોય. લેખનો બીજો ભાગ આવતા અંકમાં વાંચીશું.

આ પણ વાંચો…ફોકસઃ પરણ્યા એટલે પ્યારા લાડી

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button