ફોકસ: દીકરીથી દીપે છે ઘર

- ઝુબૈદા વલિયાણી
દીકરી ના સાપનો ભારો,
દીકરી ના કોઈ ઉજાગરો,
દીકરીનો સ્નેહ છે ન્યારો,
દીકરી તો તુલસી ક્યારો!
- દીપિકા ઘરને પ્રકાશિત કરે છે તો
- દુહિતા પરિવારને સુવાસિત કરે છે.
- દીકરી તો ઉભયકુલનંદિની
ગણાય છે. - ‘દહેલી દીપક’ અર્થાત
- ઉંબરા પર મૂકેલો દીપક!
- દીપક જેમ ઘરની અંદર અને બહાર બન્ને તરફ પ્રકાશ ફેલાવે છે તેમ દીકરી પિયર અને શ્ર્વસુર-બન્ને કુળને દીપાવે છે.
- વંશરક્ષાની ભ્રમણામાં રાચતો
માનવ પુત્ર પ્રાપ્તિની ઘેલછાનો ભોગ બને છે અને પરિણામ જાણ્યે અજાણ્યે દિવ્યતાની સાકાર મૂર્તિ સમી દીકરીનો અનાદર કરી બેસે છે.
-મતલબી માનવ હંમેશાં સ્વાર્થ સાધવામાં જ રચ્યોપચ્યો રહે છે.
- માનવીની આ કનિષ્ઠ વૃત્તિ પર કટાક્ષ કરતાં ‘કોઈ કવિએ યોગ્ય જ કહ્યું છે કે,
- પુત્ર જન્મે તો પતાસા વહેંચવા નીકળી પડે,
- પુત્રી જન્મે તો નિસાસા નાખવા મંડી પડે, (પણ)
- પાડી જન્મે તો હરખ ને શોક
- પાડો જન્મતાં, સ્વાર્થનું દૂરબીન લોકો આંખ આગળ રાખતાં!’
- જીવન મૂલ્યોને ખોઈ બેઠેલો માનવ, મૂલ્યવાન તત્ત્વોના મહિમાને સમજી શકતો નથી.
- સ્ત્રીમાં સમર્પણ ભાવના છે, પરંતુ સાથે સાથે તે તેજપૂજક છે.
- તેજસ્વી પતિ સામે ઝુકવામાં સત્ત્વશીલ સ્ત્રી ગૌરવ અનુભવે છે, પરંતુ
- સ્ત્રીના સમર્પણને ઝંખતા પુરુષે એ ન ભૂલવું જોઈએ કે,
- સરિતા સાગરને સમર્પિત થઈ શકે છે, ખાબોચિયાને નહીં!
- સ્ત્રીના સમર્પણને ગૌરવ બક્ષે એવી પાત્રતા પુરુષે પણ કેળવવી જોઈએ. પ.પૂ. હરિભાઈ કોઠારી વાસ્તવિકતા વર્ણવતા કહે છે કે પોતાની બાને ‘પરમ પૂજ્ય માતુશ્રી’ કહીને પીડા આપનારા પુત્રોની જગતમાં અછત નથી તો કેવળ ‘બા’ શબ્દનો પ્રયોગ કરીને માની પવિત્રતાને પિછાણી તેની સેવા કરનાર સંતાનો પણ અલભ્ય નથી.
- દહેજ માગીને પરણનાર યુવાનો કાયર અને દયનીય છે.
- દહેજ એ સ્વેચ્છાએ દીકરીને અપાતો ઉપહાર છે. એ માગવાનો વર પક્ષને અધિકાર નથી.
- જીવતી જાગતી ક્ધયા કરતાં જેને મન દહેજનું મહત્ત્વ વધારે છે એ માનવ કેટલો હીન કક્ષાનો ગણાય!
- દહેજ આપનાર તેમજ લેનાર બન્ને ગુનેગાર છે.
બોધ:
- હિમાલયસુતા પાર્વતી અને જનકનંદિની સીતાના આશીર્વાદ પ્રત્યેક દીકરી પર વર્ષી રહો.
- દીકરીનો સૌ સિર પર કર,
- દીકરીની પાવન છે સફર,
- દીકરીથી નર બનતો વર,
- દીકરીથી દીપે છે ઘર.
આપણ વાંચો: ટૂંકુ ને ટચ: આંખ નીચે ડાર્ક સર્કલ દૂર કરવા માટે શું છે વધુ અસરકારક?