ફેશનઃ રેડી ટુ વેર સાડી આધુનિક સ્ત્રી માટેની નવી સુવિધા

ખુશ્બુ મુલાણી ઠક્કર
આજની દોડધામભરી જિંદગીમાં દરેક સ્ત્રી ઇચ્છે છે કે તે સુંદર પણ દેખાય અને સમય પણ બચી જાય. આવા સમયમાં પરંપરાગત સાડીની જગ્યા ધીમે ધીમે તૈયાર પહેરવાની સાડીએ લઈ લીધી છે. ફેશન જગતમાં હવે Ready to Wear Saree એક નવો ટ્રેન્ડ બની ગયો છે. સાડીમાં પહેલેથી જ ઘણી વેરાઇટી આવે છે અને કૈક નવું નવું આવતું જ રહે છે, બીજા અર્થમાં એમ કહીયે તો હવે સાડી પણ રેડી મેડ આવે છે. કે જેમાં બ્લાઉઝ પણ અટેચ હોય છે.
સાડી માત્ર એક વન પીસની જેમ જ પહેરવાની હોય છે અને પહેર્યા પછી બિલકુલ લાગતું જ નથી કે આ રેડીમેડ સાડી છે. રેડીમેડ સાડી પહેરવાવાળો વર્ગ અલગ જ છે. ખાસ કરીને યંગ યુવતીઓ રેડીમેડ સાડી પહેરવાનું પ્રિફર કરે છે.
ચાલો જાણીયે આ સાડી કઈ રીતે પહેરી શકાય અને કોણ પહેરી શકે.
તૈયાર પહેરવાની સાડી એટલે એવી સાડી જે તમને પહેરવા માટે નાની-મોટી જટિલતાઓમાંથી બચાવે છે. તેને પહેરવા માટે ખાસ રીતે પીન, પ્લીટ્સ અથવા પટ્ટા બાંધવાની જરૂર પડતી નથી. આ સાડી પહેલાંથી જ એવી રીતે સિલાયેલી હોય છે કે માત્ર સ્કર્ટની જેમ પહેરી લો અને તૈયાર! આ સાડી ખાસ કરીને કામકાજ કરતી સ્ત્રીઓ, કોલેજ ગોઇંગ ગર્લ્સ તેમજ ફેસ્ટિવલ અથવા ફંક્શન માટે ઓછા સમયમાં તૈયાર થવા ઇચ્છતા લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે. સમય બચાવે છે, દેખાવમાં આકર્ષક છે અને વિવિધ ડિઝાઇન તથા ફેબ્રિકમાં ઉપલબ્ધ હોવાથી દરેક વયની સ્ત્રી માટે યોગ્ય છે.
ડિઝાઇનર્સ પણ હવે પરંપરાગત સાડીને આધુનિક ટચ આપી તૈયાર સાડી તરીકે રજૂ કરે છે. તેમાં સિલ્ક, જ્યોર્જેટ, ચીફોન, લિનન જેવી વિવિધ મટિરિયલ્સનો ઉપયોગ થાય છે. અનેક પ્રકારની સ્ટાઇલ જેવી કે પ્રી-સ્ટીચ્ડ સાડી, બેલ્ટેડ સાડી, પેન્ટ-સ્ટાઇલ સાડી અને ડ્રેપ સાડી જેવા નવા એક્સપેરિમેન્ટ પણ ફેશનમાં લોકપ્રિય થયા છે. તૈયાર પહેરવાની સાડી માત્ર સમય બચાવે છે એટલું જ નહીં, પણ સાડી પહેરવામાં આવતી હિંમતની અછત ધરાવતી યુવતીઓને પણ પરંપરાગત વેશભૂષા તરફ આકર્ષે છે. એટલે કહી શકાય કે આ ફેશનમાં પરંપરા અને આધુનિકતાનું એક સુંદર સંયોજન છે.
- તૈયાર સાડી પહેરવાની સ્માર્ટ ટિપ્સ સ્ટાઈલ અને કમ્ફર્ટ સાથે દેખાવો ગ્લેમરસ!
આજકાલ રેડી ટુ વેર સાડી એટલે કે તૈયાર પહેરવાની સાડી મહિલાઓની પહેલી પસંદ બની ગઈ છે. ફક્ત બે મિનિટમાં એથનિક લૂક આપવા માટે આ સાડી પરફેક્ટ છે. પણ તેને યોગ્ય રીતે પહેરો તો તે વધુ આકર્ષક લાગે છે. અહીં ફેશન એક્સપર્ટની કેટલીક ટિપ્સ આપેલી છે જે તમને સાડી લૂકને વધુ ગ્લેમરસ બનાવવા મદદ કરશે.
યોગ્ય સાઇઝ અને ફિટ પસંદ કરો
તૈયાર સાડી અલગ-અલગ સાઇઝમાં મળે છે. તમારી કમરના માપના હિસાબે સાડીનું સિલેક્શન કરવું છે જેથી પહેર્યા પછી કમ્ફર્ટેબલ લાગે અને લૂક પરફેક્ટ આવે. વધારે ટાઈટ સાડી અનકમ્ફર્ટેબલ લાગે છે જ્યારે ઢીલી સાડી લૂઝ દેખાય છે તેથી માપ અનુસાર જ સાડી લેવી. આ સ્ટાઈલની સાડી મોટે ભાગે લેન્થમાં લાંબી જ હોય છે. તેથી ખાસ કરીને સાડીની લેન્થ માપી લેવી.
આ પણ વાંચો…ફેશન પ્લસઃ આ વખતે દિવાળીમાં ફ્યુઝન અને ટ્રેડિશનલ ફેશનની ધૂમ
યોગ્ય બ્લાઉઝ સાથે મેચ કરો
રેડીમેડ સાડી સાથે બ્લાઉઝ ઘણી વાર તૈયાર મળે છે, પણ જો અલગ પહેરો તો કટ અને કલર મેચિંગનું ધ્યાન રાખો. કોન્ટ્રાસ્ટ કલર બ્લાઉઝ અથવા સીક્વિન્સ બ્લાઉઝ સાડીને ફેસ્ટિવ ટચ આપે છે. તમે સ્ટ્રેચેબલ ક્રોપ ટોપ પણ પહેરી શકો.
પલ્લુ સ્ટાઈલ કરો અલગ રીતે
તૈયાર સાડીમાં પલ્લુ પહેલેથી જ ફિક્સ હોય છે, પણ તમે તેને ડિફરન્ટ રીતે ડ્રેપ કરીને સ્ટાઈલિશ બનાવી શકો છો. જો ફિક્સ પાલવ ન જોઈતો હોય તો સિલાઈ ખોલી નાખવી અને પ્રસંગ ને અનુરૂપ પાલવ ડ્રેપ કરી શકાય. એક શોલ્ડર પર પિન મારવી અને બાકીનો છેડો છુટ્ટો રાખવો. છુટ્ટા છેડાને થોડો એડજસ્ટ કરી કમર પર પાતળો બેલ્ટ પહેરવો. તેથી એક ફેન્સી લુક આવશે.
એક્સેસરીઝથી કરો હાઇલાઇટ
સિમ્પલ સાડી એટલે કે પ્લેન સાડી હોય તો જ્વેલરીથી લૂક ઉઠાવી શકાય. સ્ટેટમેન્ટ ઇયરરિંગ્સ, બેલ્ટ અથવા હેન્ડક્લચ લૂકને પૂરો બનાવે છે. ફૂટવેરમાં હીલ્સ સારી લાગે શકે અને કોટન સાડીમાં કોલ્હાપુરી ચપ્પલ સારા લાગી શકે. તમારા બોડીને અનુરૂપ થીંન કે બ્રોડ બેલ્ટ પહેરી એક સ્ટાઈલિશ લૂક આપી શકો.
ફેબ્રિક મુજબ લૂક પસંદ કરો
ઇવેન્ટને અનુરૂપ સાડીની પસંદગી કરવી. દિવસના કાર્યક્રમ માટે કોટન અથવા લિનન સાડી પસંદ કરી શકાય., જ્યારે પાર્ટી કે રાત્રીના ફંક્શન માટે જ્યોર્જેટ અથવા સિલ્ક મટિરિયલની તૈયાર સાડી વધુ ગ્લેમરસ લાગશે. કોટન કે લિન્ન સાડી એક મેચ્યોર લૂક આપે છે જયારે શિફોન, જોર્જેટ, સિલ્ક અને ક્રેપની સાડી એક યંગ લૂક આપે છે.
હેરસ્ટાઇલ અને મેકઅપનું સંતુલન રાખો
તૈયાર સાડીનું બ્યુટી હેરસ્ટાઇલ અને મેકઅપથી વધે છે. ઓપન વેવ્સ, લો બન અથવા સાઇડ બ્રેડ લૂકને એલિગન્ટ બનાવે છે. લાઇટ મેકઅપ અને બ્રાઇટ લિપ કલર સાડી સાથે સૂટ કરે છે. ઘણી વખત નો મેક અપ લૂક અથવા મિનિમલ મેક અપ લૂક સારો લાગે હે. તો તેની સાથે એવી હેરસ્ટાઇલ પસંદ કરવી કે આખો ઓવર ઓલ લૂક બેલેન્સ થઇ જાય.
રેડી ટુ વેર સાડી એ ફક્ત ફેશન નથી, પણ સમય અને સ્ટાઈલનું સંયોજન છે. જો તેને યોગ્ય રીતે કેરી કરો તો તે પરંપરા અને મોડર્નિટી બંનેને સુંદર રીતે દર્શાવે છે. તૈયાર સાડી દરેક પ્રસંગ માટે પરફેક્ટ વિકલ્પ છે પછી તે ઑફિસ પાર્ટી હોય, લગ્ન પ્રસંગ હોય કે તહેવાર. ફક્ત થોડી સ્માર્ટ ટિપ્સ અપનાવો અને બનાવો તમારા સાડી લૂકને આકર્ષક.
આ પણ વાંચો…ફેશનઃ ડિફરન્ટ હેમલાઇન આપે સ્માર્ટ લુક



