લાડકી
ફોકસ : કન્યાને દાનમાં અપાય?

- ઝુબૈદા વલિયાણી
જે વસ્તુ ઉધારી તરીકે,
- લોન તરીકે, હપ્તેથી, ભાડેથી, ઉપકાર તરીકે કે
- વેચાતી આપી ન શકાય અને જેના પર ભવિષ્યમાં ક્યારેય દાવો નહીં કરાય તેવી વસ્તુઓના લિસ્ટમાં.
- જ્ઞાનદાન, નેત્રદાન, રક્તદાન, અન્નદાન, વસ્ત્રદાન, પિંડદાન, જીવનદાન, ભૂદાન, અવયવદાન, શરીરદાન વગેરે આવે.
- પ્રત્યેક દાન-બલિદાન ઈશ્વરને, બ્રહ્મને અર્પણ તરીકે જ અપાય છે. તેવી જ રીતે ઉપર દર્શાવ્યા મુજબનાં બધાં દાનો પ્રત્યેક માનવમાં રહેલા બ્રહ્મનાં દર્શન કરીને અપાય છે, આપવા જોઈએ.
એ જ પ્રમાણે ક્નયાદાન પણ જમાઈમાં રહેલા
આ પણ વાંચો: ફેશન: હોટ કેક – ફરશી સલવાર!
- બ્રહ્મને,
- પ્રેમને,
- સારસંભાળ લેનાર, કક્ષક તથા સખારૂપે જોઈને અપાતું હોય તેમ લાગે છે.
- જેમાં બદલાની આશા હોય તેને દાન કહી શકાય નહીં.
- ભિક્ષુકને અપાતા પૈસા, શ્રમદાન વગેરેમાં પણ બદલાની-વળતરની આશા હોતી નથી.
- ભારત છોડી દુનિયાના કોઈ પણ દેશમાં `ક્નયાદાન’ શબ્દ દેખાતો નથી.
- ભારતમાં પણ ઘણા ધર્મ અને ભાષાના લોકો વસે છે, તેમાં પણ અમુક ધર્મ-જ્ઞાતિના લોકોમાં જ `ક્નયાદાન’ શબ્દ વપરાય છે.
- હવે લગ્ન કરનારા મોટે ભાગે શિક્ષિત તથા જોબ કે બિઝનેસ કરી આર્થિક રીતે પગભર રહી શકે તેવા હોય છે.
- ભિન્નભિન્ન ધર્મ,
- ભાષા, પ્રદેશ કે
- બે જુદા દેશવાસીઓ વચ્ચે પણ પ્રેમસંબંધના લીધે લવમેરેજ થતાં હોય છે. તેમાંની અમુક યુવતીઓને `ક્નયાદાન’ શબ્દમાં અપમાન જેવું પણ લાગે છે.
- તેઓ માને છે કે
ક્નયા' એ કંઈ મા-બાપની મિલકત નથી કે
દાન’માં આપી શકાય. - દાનમાં એ જ વસ્તુ આપી શકાય જેની માલિકી આપણી હોય,
- ખરીદીને કે ખરીદેલી હોય.
- પોતાના શરીરમાંથી કાઢીને આપવી હોય.
- મરણ પહેલાં કે મરણ પછી
- બીજાનું શરીર,
- બીજાનું જીવન કે
- બીજાના અવયવ કેવી રીતે આપી શકાય?
- મા-બાપ ટ્રસ્ટી તરીકે,
- પ્રેમાળ પિતા તરીકે જરૂર સલાહ-સૂચન આપી શકે-માલિકી તરીકેનો ભાવ ન આવવો જોઈએ.
- સત્ય ક્યા પક્ષે છે તે તો ભવિષ્યમાં જ ખબર પડે.
લગ્ન તો કરો જ!
એક યુવાનને લગ્ન કરવાની ઈચ્છા નહોતી. એના કુટુંબીજનો એને ખૂબ જ દબાણ કરતા હતા. એથી એ મહાન-જગવિખ્યાત તત્ત્વજ્ઞાની સૉક્રેટિસ પાસે સલાહ લેવા ગયો.
સૉક્રેટિસનું લગ્નજીવન સુખી નહોતું કેમ કે એની પત્ની કર્કશા હતી.
આ પણ વાંચો: નિવૃત્તિમાં કઈ પ્રવૃત્તિ તમને સૌથી વધુ જીવંત રાખે?
- યુવાનને ખાતરી હતી કે આવા અનુભવવાળો માણસ લગ્ન કરવાની સલાહ ના જ આપે.
- પણ સૉક્રેટિસે તો તરત જ કહ્યું,
- `તમે લગ્ન તો ચોક્કસ કરો.’
- `યુવાને આશ્ચર્યથી પૂછ્યું.’
- `તમે આમ કેમ કહો છો?’
- `એટલા માટે કે જો તમને સારી સ્ત્રી મળશે તો તમારું જીવન સુખી થશે અને કર્કશા સ્ત્રી મળશે તો તમે તત્ત્વજ્ઞાની બનશો.’
- `બન્ને પરિસ્થિતિમાં લગ્નથી તમારું કલ્યાણ જ થવાનું છે.’