ફોકસ : ઈન્દુબહેન પટેલ : આ શતાયુ શિક્ષિકા બન્યાં છે અનેકનાં પથદર્શક..! | મુંબઈ સમાચાર

ફોકસ : ઈન્દુબહેન પટેલ : આ શતાયુ શિક્ષિકા બન્યાં છે અનેકનાં પથદર્શક..!

‘શિક્ષક એ એવો દીવો છે, જે પોતે બળીને અન્યના જીવનમાં પ્રકાશ ફેલાવે છે’ ઇન્દુબહેન પટેલ તેનું જીવંત ઉદાહરણ છે

ઈન્દુબહેનનો જન્મ 8 ઓગસ્ટ 1925 દાહોદમાં થયો હતો. એમનાં પિતાજી અને નાનાજી રેલવેમાં કામ કરતા હોવાથી એમનું પોસ્ટિંગ અલગ અલગ ઠેકાણે થતું હતું.1945 એમણે મેટ્રિક્યુલેશન મહેસાણાથી કર્યું. 1948મેં પિતાજીની ટ્રાન્સફર મુંબઈમાં થઈ. અહીં એમની ઓળખાણ માધુરીબહેન સાથે થઈ અને એમનું જીવન જ પલટાઈ ગયું.

ઈન્દુબહેને ટીચર બનવું હતું એટલે મુંબઈમાં મોન્ટેસરીનો કોર્સ કર્યો. હેમલતાબહેન માલવીએ માધુરીબહેન મારફત ઈન્દુબહેનને સંદેશો મોકલ્યો કે વિલે પાર્લાની શાળામાં એક મોન્ટેસરીમાં શિક્ષિકાની જરૂર છે, તેઓ મળ્યા અને પછી થઇ નવસમાજ મંડળ શાળામાં એ પહેલા બેચથી જ શિક્ષિકા તરીકે જોડાયાં. ચાલુ નોકરીએ એ SNDTમાં એક્સ્ટેન્ડેન્ટ કેન્ડિડેટ તરીકે રજિસ્ટ્રેશન કરાવ્યું અને FY ઈન્ટર, BA, MA અને M ed કર્યું. હિન્દી અને ગુજરાતી સાથે MA કર્યું કોવિદ હિન્દીની પરીક્ષા પાસ કરી. ઈન્દુબહેને BA કર્યા પછી સેકેન્ડરીના વિદ્યાર્થીઓને શીખવવાનું ચાલુ કર્યું.

1965માં કોઈ અંગત કારણોસર શાળાના પ્રિન્સિપાલ ચેતના બહેને નોકરી છોડી એટલે એમને શાળાના પ્રિન્સિપલ બનવાનો તક મળી. 1983 સુધી એ શાળાના પ્રિન્સિપાલ રહ્યા અને લગભાગ ત્રણ દાયકા સુધી એજ્યુકેશન ડિરેક્ટર તરીકે શાળા સાથે સંકળાયેલાં રહ્યાં. 1970-72 દરમિયાન ઇન્દુબહેન ઉચ્ચ ભણતર માટે અમેરિકા ગયાં અને MS કર્યું.

આજે આ ઇન્દુબહેન પટેલનું નામ સાંભળતાં જ આપણા મનમાં એક શિક્ષકના રૂપમાં દીર્ઘકાળથી ઝળહળતી ચહેરાની છબી ઊભી થાય છે. આજે જ્યારે એ પોતાના જીવનનાં 100 વર્ષ પૂર્ણ કરી રહ્યાં શતાબ્દી વટાવી છે ત્યારે માત્ર એમની આયુ જ નહીં, પણ એમની શિક્ષણસેવાની યાત્રા પણ એટલી જ ગૌરવભેર યાદગાર બની રહી છે.

આ પણ વાંચો…ફોકસ : સંસારને સ્વર્ગ એ બનાવે છે…

બાળપણથી જ શિક્ષણ પ્રત્યે રુચિ ધરાવનારાં ઈન્દુબહેનએ પોતાના જીવનના અનેક દાયકા માત્ર શિક્ષણકાર્યમાં અર્પણ કર્યા. લાખો વિદ્યાર્થીઓને દિશા આપનારા આ શતાયુ શિક્ષિકા સૌની આંખે આદરરૂપ છે. શિક્ષક તરીકે એ માત્ર પાઠ ભણાવતા નહીં, પણ જીવન જીવવાની સાચી દિશા પણ ચીંધતાં. આજના દિવસે, જ્યારે એ જીવનના 100 વર્ષ પૂર્ણ કરી રહયાં છે ત્યારે આખો સમાજ એમનો અભિમાનભેર અભિવાદન કરી રહ્યો છે. જે શાળામાં શિક્ષણકાર્ય શરૂ કર્યું તે શાળા આજે પણ એમની ઉપસ્થિતિને ગૌરવભેદ યાદ કરે છે.

બાળપણથી જ એમની આગવી ઝીણવટભરી સમજશક્તિ અને વાંચન લેખન પ્રત્યેનો રસ ઊંડો હતો. નાનાં બાળકોને ભણાવવાની ઉત્સુકતા એમનું ખરા અર્થમાં ધ્યેય બની ગઈ હતી. ઇન્દુબહેન માત્ર શાળાના પાઠ જ નહોતાં ભણાવતાં પરંતુ વિદ્યાર્થીમાં સંસ્કારના બીજનું પણ વાવેતર કરતાં હતાં.

હંમેશા ખાદીનાં વસ્ત્રોમાં એ એકદમ સૌમ્યએવામ ઈન્દુબહેન સ્વભાવે ખૂબ જ સરળ અને શાંત છે. કુદરતની કૃપાથી એમને કદી દવા લેવી નથી પડી. કયારેક બહુ જરૂર પડે તો હોમીયોપથી દવા લે. જો કોઈ એમને પૂછે કે ‘તમે આ ઉંમરે આટલાં સ્વસ્થ કઈ રીતે છો?’ તો એ હસતાં હસતાં કહે છે કે ‘હું કદી કોઈ દવા લેતી નથી એટલે!’ સાથે એવું પણ ઉમેર્રે કે ‘તમારા બધાંના સ્નેહને લીધે જ હું આટલી સ્વસ્થ છું.!’

એ ક્યારેય એકપણ વિદ્યાર્થી સાથે ઊંચા અવાજે બોલ્યા નથી એમની હાજરી જ આખા કલાસને શાંત કરી દે.

કોઈ એવો વિદ્યાર્થી નહિ હોય કે જે ઈન્દુબહેનને ન ઓળખતો હોય. શાળાનાં વિદ્યાર્થી તો પોતાના શિક્ષકને હંમેશા યાદ જ રાખે પરંતુ એવું કયારેય સાંભળ્યું છે કે, એક શિક્ષિકા એમના દરેકે વિદ્યાર્થી અને એના પરિવારનેપણ જાણતા હોય?! ઇન્દુબહેનની યાદશક્તિ હજી પણ એટ્લી જ તીવ્ર છે કે એમને જો કોઈ 70 વર્ષના વિદ્યાર્થી મળવા આવે તો પણ એ કહી દે કે એ કયા બેચમાં હતો, કઈ બેન્ચ પર બેસતો અને એનો પરિવાર શું કરે છે?!. આના પરથી ખ્યાલ આવે કે પોતાના વિદ્યાર્થી સાથે કેટલી બધી અત્મીયત છે…!.

પહેલા શાળા ગુજરાતી મીડિયમ હતી ત્યારે એમનો આગ્રહ એવો હતો કે 5 ધોરણ પછી અંગ્રેજી ચાલુ કરવું જેથી બાળકને અંગ્રેજી શીખવાનો અનુભવ મળે.

એમનો એક પૂર્વ વિદ્યાર્થી યાદ કરીને કહે છે કે, અમે અવારનવાર ઈન્દુબહેનને મળવા જતા. એક વખત એવો વિચાર આવ્યો કે એ હવે નિવૃત થઇ ગયા છે તો આર્થિક રીતે એમને થોડા મદદરૂપ થઈએ અને અમે એમના ઘરે પહોંચી ગયા. વાત વાતમાં એમને ખ્યાલ આવી ગયો એટલે એમણે સામેથી અમુક રકમ અમને આપીને કહ્યું કે આ તમારા NGO માટે. જે વ્યક્તિ આટલી મોટી ઉંમરે પોતાની સુરક્ષાનો વિચાર ન કરીને બીજા માટે હંમેશાં ઊભે પગે હોય એમને સાક્ષાત નમસ્કાર…!

આ પણ વાંચો…ફોકસ: સામૂહિક ઉત્સવ એટલે બોનાલૂ પર્વ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button