લાડકી
ફોકસઃ વાળને તેના પ્રકાર પ્રમાણે સારસંભાળ આપો

ઝુબૈદા વલિયાણી
તમારા વાળ, મોટા ભાગે તમારી સ્ક્રીન
- તમારા સારા સ્વાસ્થ્યનું પ્રતિબિંબ છે.
- લાડકી પૂર્તિની વ્હાલી વાચક બહેનો! આપણને આપણા વાળ માટે ઘણી ફરિયાદો હોય છે. મોટા ભાગે આપણે વાળના પ્રોબ્લેમ્સને અવગણતા હોઈએ છીએ.
- ઉપરાંત
- આપણને આપણા વાળના ગેટઅપથી ઈચ્છત સંતોષ પણ હોતો નથી, કારણ કે આપણે એ બાબતે જાગૃત જ નથી કે વાળ કઈ રીતે સ્વસ્થ અને સારા રહી શકે.
- વાળના પ્રોબ્લેમમાંથી છૂટવાનું પહેલું પગથિયું એ છે કે સૌપ્રથમ તમે જાણી લો કે, તમારા વાળનો પ્રકાર કયો છે. સામાન્ય ફેરફાર પણ ઘણો ફાયદાકારક નીવડી શકે છે.
- આજે માર્કેટમાં દરેક પ્રકારના વાળ માટેની પ્રોડ્ક્ટ ઉપલબ્ધ છે.
- એક પ્રશ્ન સામાન્ય રીતે પુછાતો જોવા મળે છે કે આપણે કેવી રીતે જાણી શકીએ કે આપણા વાળનો પ્રકાર કયો છે.
- આ પ્રકાર જાણવાનો બહુ સરળ રસ્તો છે.
સામાન્ય વાળ:
- આ વાળ ચમકતા, ચીકાશરહિત હોય છે તથા તેની સંભાળ એકદમ સરળ છે.
તૈલી વાળ:
- ઑઈલી હૅર ધોયા બાદના ટૂંકા સમયમાં જ ચીકણા લાગતા હોય છે. જાણે આપણે કન્ડિશનર લગાડ્યું હોય તેવું લાગે છે.
- વાળ ચપટા થઈ જતા હોય છે.
- વધારે પડતા ઑઈલી વાળ ઝડપથી ખરતા પણ હોય છે.
- ખૂબ જ ઑઈલી વાળ તેના મૂળમાંથી વહેલા નીકળી જતા હોય છે.
- ઑઈલી ત્વચા સાથે વાળ પણ ઑઈલી હોય છે.
- માથાની ચામડી વધારે પડતા તેલનું ઉત્પાદન કરતી હોય છે જેથી વાળ ચીકણા અને કંઈક વધારે નરમ બને છે. માટે માથાની ચામડી સ્વચ્છ રાખવી જોઈએ.
વ્હાલી લાડકી બહેનો! વાળની સારસંભાળ માટે ખાસ તકેદારી રાખવી જરૂરી બની જાય છે. ખાસ કરીને વધારે પડતી ચીકાશને દૂર કરવી જોઈએ જેથી માથાના કોષો દૂર થતા અટકે, કારણ કે ચીકાશને કારણે છિદ્રો બંધ થઈ જવાથી તેના માટે હવાની અવરજવર બંધ થઈ જતી હોય છે. આમ થતું અટકાવવા ક્લિન્સિંગ અને ટોનિંગ પર ધ્યાન આપવું જરૂરી બની જાય છે.
- ક્લિન્સિંગમાં વાળને ધોઈને સ્વચ્છ રાખવાની પદ્ધતિ છે.
- વાળને હૂફાળા પાણીથી ધોયા બાદ ઠંડા પાણીથી શેમ્પૂ વડે ધોવા ખૂબ જરૂરી છે. ખૂબ પાણી લઈને શેમ્પૂ દૂર કરવું જરૂરી છે.
રૂક્ષવાળ:
- રૂક્ષવાળ શેમ્પૂ કર્યા પછી મેનેજ કરવા અઘરા છે.
- શુષ્ક વાળ ધોયા બાદ પાતળા અને ખરાબ થઈ જાય છે. બીજું કે વાળ એ હદે નરમ થઈ જાય છે કે તેના છેડા ગૂંચવાઈને શુષ્ક થઈને તૂટી જાય છે. આ હાલતમાં વાળનું લિસ્સાપણું જતું રહે છે. પરિણામે વાળમાં હાથ ફેરવતા સહેલાઈથી આંગળીઓ ફરતી નથી અને જો માથાની ચામડી શુષ્ક રહે ન આવે તો વાળ વધુ પાતળા થઈ જાય છે. વાળને વધુ નુકસાન થતાં તેના છેડા ફાટી જવાની સમસ્યા પણ સર્જાય છે.
- વાળની શુષ્કતા પાછળ માથામાં તૈલીય અભાવ છે, જેને કારણે વાળ બરડ અને સંવેદનશીલ થાય છે.
- યોગ્ય પોષ્ણનો અભાવ,
- આકરા તાપમાં વાળનો વધારે સંપર્ક અને
- સ્ટાઈલ માટે વાળને અપાતી ગરમી જેવાં વિવિધ કારણોસરવાળમાં રહેલું જરૂરી મોઈશ્રરાઈઝર દૂર થઈ જાય છે.
- વાળમાં કાંસકો તથા બ્રશ ફેરવવાથી માથાની ચામડી તૈલગ્રંથિઓ સક્રિય થાય છે. ને તૂટેલા છેડા સુધી તૈલીય તત્ત્વ પહોંચે છે.
વાળને અસર કરતાં પરિબળો:
- રોજિંદા આહાર અને સ્વાસ્થ્ય.
- વારસાગત તથા જનીન આધારિત છે કે વાળનો રંગ અને ગીચતા કેવી છે.
- હોર્મોન્સમાં આવતો બદલાવ.
- લાગણી જન્ય દબાણ, ચિંતા.
આ પણ વાંચો…ફોકસઃ સંઘર્ષ પછીની સર્વોચ્ચ સિદ્ધિ



