લાડકી

ફોકસઃ પરણ્યા એટલે…

ઝુબૈદા વલિયાણી

આપણા ધર્મમાં જે સોળ સંસ્કાર ગણાવ્યા છે તેમાંનો એક અગત્યનો સંસ્કાર `વિવાહ-સંસ્કાર’ છે.
-વૈદિક મંત્રોથી સુસંસ્કૃત બનેલાં પતિ-પત્ની બીજા જન્મે પણ આ દૃઢ સૂત્રમાં બંધાયેલા રહે એવી પાક, પવિત્ર ઈચ્છા વ્યક્ત કરે છે.

  • હિન્દુ વિવાહ જગતમાં સર્વોત્તમ આદર્શ ગણાય છે,
  • તે પ્રાચીનતમ અને અનાદી છે.
  • તેનો આધાર ઋગ્વેદમાં જોવા મળે છે.
  • ઋગ્વેદના દસમાં મંડળમાં પંચાસીમું સુક્ત `વિવાહ-મુક્ત’ના નામથી ઓળખાય છે તથા અથર્વ વેદના 14મા કાંડના પહેલા સુક્તમાં વિવાહનો વિસ્તારથી ઉલ્લેખ થયો છે.
  • આ વેદ મંત્રોને આધારે પારસ્કર અને અન્ય ઋષિઓએ ગૃહ્ય સૂત્રોના માધ્યમથી લગ્ન-પદ્ધતિનું નિર્માણ કર્યું હતું.
  • આ વિધિમાં ત્રણ ભાગ હોય છે:

1) કન્યાદાન, 2) લાભહોમ અને 3) સપ્તદી.

  • આ ત્રણેનો ઘરની ત્રણ વ્યક્તિઓ સાથે સંબંધ છે:
  • કન્યાદાનનો કન્યાના માતાપિતા સાથે,
  • લાભહોમનો કન્યાના ભાઈઓ સાથે અને
  • સપ્તપદીનો કન્યા સાથે સંબંધ છે.
  • આદર્શ લગ્નમાં કોઈપણ પ્રકારનું લખાણ જરૂરી નથી.
  • વેદમંત્રનું ઉચ્ચારણ કરતી કન્યા પિતાના કુટુંબથી છૂટી પડીને કાયમ માટે પતિના કુટુંબનો આશ્રય મેળવીને કુલવધૂના રૂપમાં રહે છે.
  • મંગલચરણથી વિધિમાં સ્વસ્તિવાચન કરતા પહેલાં ગણપતિ, ગૌરી અને કળશની સ્થાપના કરવામાં આવે છે, ત્યાર બાદ નવગ્રહ વગેરેની સ્થાપના કરવામાં આવે છે.
  • સ્વસ્તિવાચનના સાત શ્લોકો બોલ્યા પછી દેવોની પૂજા કરવામાં આવે છે તે શ્લોકનો ભાવાનુવાદ આ મુજબ છે:
  • `મનુષ્ય પવિત્ર કે અપવિત્ર ભલે હોય, કોઈ પણ અવસ્થામાં હોય પરંતુ શુદ્ધ તો તે જ હોય છે કે જે શ્રદ્ધાથી વિષ્ણુનું નામ લે છે.
  • `વિષ્ણુના નામથી અંદર અને બહારની અશુદ્ધિઓ સદા દૂર થાય છે,
  • `બુરાઈ નાશ પામે છે અને સઘળાં કષ્ટો ટળે છે…!’
  • ત્યાર બાદ સંક્લપ કરવામાં આવે છે અને શાંતિ માટે ગણેશનું આવાહન કરવામાં આવે છે.
  • મુંબઈ સમાચાર'નીલાડકી’ પૂર્તિની વ્હાલી વાચક બહેનો! ધર્મમાં સંસ્કારનું સ્થાન ઘણું મહત્ત્વનું છે.
  • સંસ્કારથી માનવજીવન ઘડાય છે.
  • ભારતીય સંસ્કૃતિ અને ધર્મમાં સાંખ્ય તત્ત્વનું વિવેચન જોવા મળે છે.
  • સંસ્કારનો હેતુ ભૌતિકતા તરફથી આધ્યાત્મિકતા તરફ જવાનો છે.
  • ભૌતિક એકતા ભૌતિક વિજ્ઞાનના ઉપદાનોથી છૂટી પાડી શકાય છે, પરંતુ આધ્યાત્મિક એકતા સ્થાપી છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button