પુરુષલાડકી

વાયુજન્ય રોગોના નિવારણ માટે બસ્તિ ક્રિયા ઉત્તમ ઉપાય છે

તંદુરસ્તી-મનદુરસ્તીઃ ભાણદેવ

(ગતાંકથી ચાલુ)

  1. બસ્તિ ક્રિયાથી શું થાય છે?
  2. બસ્તિ એક ઉત્તમ શોધન કર્મ છે. તેના અભ્યાસથી મલાશય અને મોટા આંતરડાની સરસ સફાઈ થાય છે. પરિણામે તેમની ક્ષમતા વધે છે.
  3. વાયુજન્ય રોગોના નિવારણ માટે બસ્તિ ક્રિયા ઉત્તમ ઉપાય છે.
  4. કબજિયાત અને અપાન વાયુની ક્રૂરતા બસ્તિના અભ્યાસથી દૂર થાય છે.
  5. પેટની દીવાલ અને પેટના સ્નાયુઓ કાર્યક્ષમ અને સ્વસ્થ બને છે.
  6. કબજિયાત અને વાયુને કારણે શિર દર્દ રહેતું હોય તો આ ક્રિયાથી તુરંત રાહત મળે છે.
  7. શુષ્ક બસ્તિ
  8. નામ:
    બસ્તિના આ સ્વરૂપમાં પાણીનો ઉપયોગ કરવામાં આવતો નથી. માત્ર વાયુથી જ શોધનકર્મ થાય છે તેથી તેને શુષ્ક બસ્તિ કહે છે.
  9. પૂર્વ તૈયારી:
    મધ્યનૌલિ, અશ્વિની મુદ્રા અને જલ બસ્તિનો સારી રીતે અભ્યાસ કર્યા પછી શુષ્ક બસ્તિનો પ્રયોગ કરવો જોઈએ.
  10. પદ્ધતિ:
  11. વાયુને ગુદા દ્વારથી ઉપર ખેંચવાનો હોય છે. આ ક્રિયા માટે શરીરને એક વિશિષ્ટ અવસ્થામાં રાખવું આવશ્યક છે. સામાન્યત: નીચેનામાંથી કોઈ એક અવસ્થા ધારણ કરવી.
    (i) ચત્તા સૂઈ પગ કમર અને ઢીંચણથી વાળી પગના તળિયા નિતંબ પાસે ગોઠવો.
    (ii) વિપરીત કરણી જેવી અવસ્થા ધારણ કરી બન્ને પગ ઢીંચણથી વાળી દો.
    (iii) ઉત્કટાસન-ઊભડક બેસવાની અવસ્થા.
    (iv) પવન મુક્તાસન જેવી અવસ્થા, પરંતુ પગને ઢીલા રાખવા. હાથથી પગને બાંધવાના નથી.
  12. ઉપરોક્ત ચારમાંથી કોઈ એક અવસ્થા ધારણ કરો અને તેજ અવસ્થામાં મધ્યનૌલિ કરો.
  13. શ્વાસને બહાર જ ધારણ કરી મધ્યનૌલિની જ અવસ્થામાં ગુદાનું આકુંચન-પ્રસારણ કરો. આમ કરવાથી વાયુ ગુદા માર્ગે અંદર જશે.
  14. વાયુને થોડીવાર અંદર ધારણ કરી રાખો. પછી અપાન વાયુ છૂટે તેવી રીતે વાયુ આપોઆપ બહાર આવશે.

બધો વાયુ બહાર ન આવે તો નીચેની રીતે વાયુને બહાર કાઢવો.
શ્વાસ અંદર ભરો. પેટનું સંકોચન કરો અથવા પવન મુક્તાસન કરો.

  1. વિશેષ નોંધ:
  2. અંદર આવેલો બધો વાયુ બહાર નીકળી જાય તે આવશ્યક છે.
  3. મળદ્વાર પાસે મળ એકઠો થયો હોય અને પરિણામે વાયુ અંદર ન જતો હોય તો પહેલા ગણેશ ક્રિયાથી મળદ્વાર સાફ કરો. પછી શુષ્ક બસ્તિનો પ્રયોગ કરો.
  4. માત્ર મધ્યનૌલિ અને અશ્વિની મુદ્રાથી વાયુ અંદર ખેંચવો એ શુષ્ક બસ્તિની શાસ્ત્રીય પદ્ધતિ છે, પરંતુ આ કામ પ્રમાણમાં મુશ્કેલ છે. એટલે તેના વિકલ્પે જલબસ્તિની જેમ નળીનો ઉપયોગ કરી શકાય છે.
  5. આ ક્રિયા ભોજન પછી છ કલાકે કરી શકાય છે. સવારે પેટ સાફ થાય પછી આ ક્રિયાનો પ્રયોગ વધુ અનુકૂળ છે.
    ઉત્કટાસનમાં શુષ્કબસ્તિનો પ્રયોગ પ્રમાણમાં કઠિન છે. એટલે અન્ય અવસ્થાઓમાં આ ક્રિયાનો પર્યાપ્ત અભ્યાસ કર્યા પછી ઉત્કટાસનમાં આનો પ્રયત્ન કરવો.

શુષ્કબસ્તિથી શું થાય છે?

  1. શુષ્કબસ્તિના અભ્યાસથી કબજિયાત દૂર થાય છે.
  2. આ ક્રિયાના અભ્યાસથી મંદ થયેલ આંતરડાઓ સક્રિય અને સક્ષમ બને છે.
  3. આ ક્રિયાનો અભ્યાસ વાયુના પ્રકોપથી બચાવે છે.
  4. મળાશય અને આંતરડામાં એકઠો થયેલો દૂષિત વાયુ આ ક્રિયાથી બહાર આવી જાય છે.
  5. કબજિયાત કે વાયુની તકલીફથી શિરદર્દ રહેતું હોય તો આ ક્રિયાથી તુરંત રાહત થાય છે.
  6. શંખ પ્રક્ષાલન (વારિસાર)
  7. નામ:
    આ ક્રિયામાં શરીરની અંદરના મુખથી મળદ્વાર સુધીના ભાગને શંખની જેમ પાણી વડે ધોવામાં આવે છે તેને શંખ પ્રક્ષાલન કહે છે.
  8. પદ્ધતિ:
  9. એક તપેલામાં સ્વચ્છ નવસેકું ગરમ પાણી તૈયાર કરો. તેમાં થોડું મીઠું ઉમેરો.
  10. ઊભડક પગે બેસીને એક પ્યાલો પાણી પીઓ.
  11. બન્ને બાજુ નૌલિના ત્રણ ત્રણ આવર્તન કરો. આ છ આવર્તનો એકજ શ્વાસમાં કરવાના છે.
  12. ફરી એક પ્યાલો પાણી પીઓ અને એજ રીતે નૌલિ ક્રિયા કરો.
  13. આ રીતે પાણીના પ્યાલાઓ પીતા જાઓ અને દરેક પ્યાલો પીધા પછી નૌલિ પણ કરતાં જાઓ.
  14. જેટલું પાણી પી શકાય તેટલું પીઓ, જ્યારે નૌલિ કરવાનું શક્ય ન બને ત્યારે તેની જગ્યાએ નીચેના આસનો એક એક વાર કરો:
    (1) ભુંજગાસન, (2) કટિચક્રાસન, (3) પવન મુક્તાસન, (4) વક્રાસન
  15. જ્યારે પાણી પીવાનું શકય ન બને એટલે નૌલિ અને આસનો કરવાનું બંધ કરો અને ધીમે ધીમે ચાલવાનું રાખો.
  16. થોડીવારમાં પાણી ઝાડા વાટે નીકળવાનું શરૂ થશે.
  17. ત્રણ-ચાર વાર પાણી ઝાડા વાટે નીકળતા બધું પાણી નીકળી ગયું છે, એમ લાગે એટલે વમનધૌતિ કરો. શંખ પ્રક્ષાલનના અંતે વમનધૌતિ આવશ્યક છે.
  18. થોડીવાર આરામ કરો.
  19. આશરે અડધા કલાક પછી ઘી યુક્ત ખીચડી ખાવાનું આવશ્યક છે. (ક્રમશ:)

આપણ વાંચો:  બધાને એકસરખી પજવતી સર્વસામાન્ય સમસ્યા: ઍસિડિટી

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button