લાડકી

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.comપર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
મરાઠી – ગુજરાતી સમાનાર્થી શબ્દોની જોડી બનાવો
A B
बायको બાળકનું નામકરણ
बारका ગૂણ
बारदान નાનકડો
बारनीस પત્ની
बारसे રજિસ્ટ્રાર

ઓળખાણ પડી?
‘ઈસરો’ના તાજેતરના સફળ ચંદ્રયાન – ૩ મિશન તેમજ અગાઉના પ્રોજેક્ટ વખતે રોકેટના ઉડ્ડયન વખતે કાઉન્ટ ડાઉનમાં સંભળાયેલો અવાજ કોનો હતો એ જણાવો.
અ) કલ્પના કલહસ્તી બ) એન. વલરમથી ક) અનુરાધા ટી. કે. ડ) નંદિની હરિનાથ

ગુજરાત મોરી મોરી રે
અટપટી રીતે સમજાવતા સંબંધને ઓળખી કાઢો. કોઈ ભાઈના જમાઈના દીકરાની મમ્મી ભાઈને શું કહી બોલાવે એ દિમાગ દોડાવી જણાવો જોઉં.
અ) દાદા બ) કાકા ક) પપ્પા ડ) મામા

જાણવા જેવું
ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરતાં ફરતાં કોઈ વાર પૃથ્વી અને સૂર્ય બેની વચ્ચે આવી જાય ત્યારે તેનો અર્ધો પ્રકાશિત ભાગ સૂર્ય તરફ હોય છે. ત્યારે અમાસ થાય છે. અમાસ પછી પાછો ચંદ્ર પૂર્વ તરફ જવા માંડે એટલે તેનો પ્રકાશિત ભાગ આપણા તરફ હોય છે. પૂર્ણિમાને દિવસે ચંદ્ર અને સૂર્ય એ બેની વચ્ચે આપણે હોવાથી તેનો સઘળો પ્રકાશિત ભાગ આપણા તરફ હોય છે. એટલે પૂર્ણિમાના દિવસે ચંદ્ર પૂર્ણ દેખાય છે.

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
આપેલા વાક્યમાં મુંબઈની મધ્ય રેલવેનું ઉપનગરીય સ્ટેશન સંતાઈને બેઠું છે એ શોધી કાઢો જોઉં.
માથાના વાળની જાળવણી માટે અનેક લોકો કોપરેલ તેલનો ઉપયોગ કરતા હોય છે.

નોંધી રાખો
કોઈ પણ કામ સંભવ છે કે અસંભવ એ આપણી માનસિકતા જ નક્કી કરતી હોય છે. કામ શરૂ કરવાની કોશિશ જ ન કરવામાં આવે ત્યાં સુધી દરેક કામ અસંભવ જ લાગતું હોય છે.

માઈન્ડ ગેમ
આપણા સૌરમંડળમાં પૃથ્વી એ ત્રીજો ગ્રહ છે અને સૌપ્રથમ ગ્રહ છે બુધનો ગ્રહ. બુધ અને પૃથ્વી વચ્ચે બીજા ક્રમે કયો ગ્રહ આવેલો છે એ
કહી શકશો?
અ) શનિ ૨) મંગળ
૩) શુક્ર ૪) ગુરુ

ગયા ગુરુવારના જવાબ
ભાષા વૈભવ
A B
उगाच વિના કારણ
उडी કૂદકો
उणीव અછત
उथळ છીછરું
उदधि સમુદ્ર

ગુજરાત મોરી મોરી રે
મામાજી

ઓળખાણ પડી?
મીંઢળ

માઈન્ડ ગેમ
૧,૮૬,૦૦૦ માઈલ

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
તર

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) મુલરાજ કપૂર (૩) શ્રદ્ધા આશર (૪) ભારતી બુચ (૫) ખુશરૂ કાપડિયા (૬) ડો. પ્રકાશ કટકિયા (૭) ભારતી પ્રકાશ કટકિયા (૮) નિખિલ બંગાળી (૯) અમીશી બંગાળી (૧૦) વિભા મહેશ્ર્વરી (૧૧) લજિતા ખોના (૧૨) મહેન્દ્ર લોઢાવિયા (૧૩) પુષ્પા પટેલ (૧૪) મહેશ સંઘવી (૧૫) જ્યોતિ ખાંડવાલા (૧૬) હર્ષા મહેતા (૧૭) નિતિન બજરિયા (૧૮) મનીષા શેઠ (૧૯) ફાલ્ગુની શેઠ (૨૦) અરવિંદ કામદાર (૨૧) મીનળ કાપડિયા (૨૨) રજનીકાંત પટવા (૨૩) સુનીતા પટવા (૨૪) વિણા સંઘવી (૨૫) દેવેન્દ્ર સંપટ (૨૬) અંજુ ટોલિયા (૨૭) ભાવના કવે૪ (૨૮) મહેશ દોશી (૨૯) નિશિંધ દેસાઈ (૩૦) વિજય ગરોડિયા (૩૧) દિલીપ પરીખ (૩૨) જયવંત પદમશી ચિખલ (૩૩) પ્રવીણ વોરા (૩૪) સુરેખા દેસાઈ (૩૫) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૩૬) તાહેર ઔરંગાબાદવાલા (૩૭) શીરીન ઔરંગાબાદવાલા (૩૮) અબદુલ્લા એફ. મુનીમ (૩૯) જ્યોત્સના ગાંધી (૪૦) હિનાબેન દલાલ (૪૧) રમેશ દલાલ (૪૨) ઈનાક્ષી દલાલ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…