ફોકસ : સંસારને સ્વર્ગ એ બનાવે છે…

- ઝુબૈદા વલિયાણી
તાજેતરમાં એક સુંદર વાક્ય વાંચવામાં આવ્યું.
- કોણે લખ્યું છે એની ખબર નથી, પરંતુ એનો ભાવાર્થ સરસ છે. કહે છે:
‘ઘરને જો સ્વર્ગ બનાવવું હોય તો એ કામ માત્ર સ્ત્રી કરી શકે.
- બીજા શબ્દોમાં કહી શકીએ કે
- સ્ત્રી ઘરને સ્વર્ગ બનાવે છે.
- એનો અર્થ એટલે કે સિક્કાની બીજી બાજુ એવી થઈ કે
- જે સ્ત્રી ઘરને સ્વર્ગ નથી બનાવી શકતી એ નર્ક બનાવી દે છે.
- વાત ખૂબ સરસ અને સમજવા જેવી છે.
- તમે રોજ સવારે ઑફિસે, કારખાને કે દુકાને જાઓ ત્યારે ચાલાક માણસ તમારા ચહેરા પરથી સમજી જશે કે આજે તમારો મૂડ કેવો છે?
- અને મૂડ બનાવવા –
- બગાડવાનું સ્ત્રીના હાથમાં હોય છે.
- ગુજરાતી ભાષામાં કહેવત છે
- ચા બગડી તેનો દિવસ બગડ્યો.
- અથાણું બગડ્યું તેનું વરસ બગડ્યું.
- કેટલાક લોકો ચાને બદલે દાળ બગડી તેનો દિવસ બગડ્યો એમ પણ કહે છે, ઠીક છે.
- પરંતુ સ્ત્રી બગડી તેનું આખું જીવન બગડ્યું એમ કેમ નથી કહેતા? કોણ જાણે.
- જગવિખ્યાત ચિંતક સોક્રેટિસની પત્ની માથાભારે હતી એમ કહેવાય છે.
- એકવાર સોક્રેટિસ વિદેશી મહેમાનો સાથે બેઠેલા ત્યારે મહેમાનોની અવરજવરથી ત્રાસેલી પત્ની અંદરના રૂમમાં અસંસ્કારી બકવાસ કરતી હતી.
- પરંતુ સોક્રેટિસ ચૂપ રહ્યા.
- એથી વધુ ઉશ્કેરાયેલી પેલી સ્ત્રીએ બહાર આવીને સોક્રેટિસના માથા પર ગંદું પાણી ફેંક્યું.
- આ જોઈ મહેમાનો ચોંકી ઊઠ્યા, પણ સોક્રેટિસે હસતાં હસતાં કહ્યું:
- એ તો ગાજવીજ પછી વરસાદ થાય ને એના જેવું છે.
- કહેવાનું એ છે કે,
- સ્ત્રી ધારે તો સંસારને સ્વર્ગ બનાવી શકે.
સંત રાબિયા
- સંત રાબિયાએ ઊંચા દરજજાની અહિંસા કેળવી હતી.
- પ્રાણીમાત્ર પ્રત્યે તેમના માતૃહૃદયમાં અપાર મમતા હતી.
- પોતાનો બધો સમય તે ઈશ્ર્વર, અલ્લાહની પ્રાર્થના, સ્તૂતિ, બંદગીમાં જ ગાળતી.
- બંદગી, પ્રાર્થનામાં ખલેલ ન પડે એ માટે તે ગાઢ જંગલમાં જઈ બેસી જતી.
- સંત હસન બસરી પણ ક્યારેક ક્યારેક જંગલમાં તેમને મળવા જતા. તેઓ પણ ઉચ્ચ દરજજાના સંત હતા.
- એક વખત તેઓ રાબિયાને શોધતા શોધતા જંગલમાં પહોંચ્યા.
- ત્યાં જોયું તો રાબિયા ધ્યાનસ્થ છે.
- તેમની ચારેબાજુ જંગલી પ્રાણીઓ તેમને ઘેરી, પ્રેમભાવે ઊભાં છે!
- હસનસાહેબને જોતાં જ પશુઓ ભયભીત થઈ ભાગી ગયાં.
- તેઓ વિચારવા લાગ્યાં,
- અરે! મારા જેવા અહિંસકથી પણ આ પ્રાણીઓ ભાગે છે!’
- સંત હસને રાબિયાને પૂછ્યું,
- પ્રાણીઓ મને જોઈને ભાગ્યાં કેમ?
- રાબિયાએ પૂછ્યું,
- ‘આજે તમે શું ખાધું છે?’
- હસનસાહેબ બોલ્યા, ‘ગોશ્ત!’ (માંસ).
- રાબિયાએ ખડખડાટ હસતાં કહ્યું,
- ‘અરે હસનસાહેબ!’
- તમે માંસ ખાવ છો તો પછી બિચારાં પ્રાણીઓ તમારાથી ભયભીત બનીને કેમ ન ભાગે?
- કબ્રસ્તાન સાથે આવેલા યમરાજને જોઈને તો ભલભલા ભડવીર પણ ભાગે, તો બિચારાં પ્રાણીઓ ભાગે તેમાં તમને આશ્ર્ચર્ય થાય છે!?’
- આ હતો રાબિયા અને હસનની અહિંસાનો ફેર!
આપણ વાંચો: ફોકસ પ્લસ : જનરેશન ઝેડમાં ફેમસ ડુપ્લિકેટ પ્રોડકટસ
બોધ:
કહ્યું છે કે,
- અહિંસાના ભાવથી ભરેલું હૃદય પ્રાણીમાત્રના હૃદય પર રાજ કરે છે.
*
સ્ત્રી-પુરુષ:
સ્ત્રીનું મગજ 17મે વરસે અને પુરુષનું મગજ 20મે વરસે પુખ્ત થાય છે.