ફોકસ પ્લસ : જનરેશન ઝેડમાં ફેમસ ડુપ્લિકેટ પ્રોડકટસ

- નીલોફર
ફેશનની દુનિયામાં ડુપ્લિકેટ વસ્તુઓનો વપરાશ કરવો એ બહુ મોટી વાત નથી. પરંતુ સમય પસાર થવાની સાથે મોટી અને નાની કંપનીઓના પ્રોડકટસના ડુપ્લિકેટનું વેચાણ ખૂબ જ કોમન થઈ ગયું છે. આનું વધુ એક કારણ એ છે કે, નવા જનરેશનને આ ઘણા ગમે છે અને તેની માંગ પણ વધુ છે તેથી તે ખૂબ પોપ્યુલર પણ છે. પહેલા લોકો ડુપ્લિકેટ વસ્તુઓ લેતા અચકાતા પરંતુ જનરેશન ઝેડ આનું ખુલ્લા મનથી સ્વાગત કરી રહી છે. આ એક એવો ટ્રેન્ડ છે કે જે ફેશન બની ગયો છે.
મોટી કંપનીઓના પ્રોડકટ્સની વધતી જતી કિંમત, જે આમજનતાની આવક અને આર્થિક અસ્વસ્થતાને કારણે ડુપ્લિકેટ વસ્તુઓને ઘણું પ્રોત્સાહન મળ્યું છે. જનરેશન ઝેડ આને ખુલ્લા મનથી અપનાવે છે અને ઓરીજીનલ વસ્તુ ખરીદી ન શકવાનો તેમને અફસોસ નથી.
જ્યારે કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ પોતાના પૈસા બચાવવા માટે આને ખરીદે છે, અને પોતાના ગ્રૂપમાં એવી ઈમ્પ્રેશન પાડે છે કે, ઓરિજિનલ લાગતું છતાં સસ્તી એવી ડુપ્લિકેટ વસ્તુ અમે ખરીદી શકીયે છીએ. આ ડુપ્લિકેટ વસ્તુઓની ખાસ વાત તો એ છે કે, આ કપડાંના ફોટા પાડી સોશ્યલ મીડિયા પર શેર કરવામાં આવે છે જેથી બીજા જુવે અને તેનું વેચાણ વધે. આવા પ્રોડકટસ માર્કેટમાં ઘણી જગ્યાએ ઉપલબ્ધ છે અને સોશ્યલ મીડિયા ઈન્ફલ્યુએંસર પણ આનો ઉપયોગ કરે છે.
ડુપ્લિકેટ વસ્તુ એટલે ઓરિજિનલની કોપી. તે પ્રોડકટસ એટલા આબેહૂબ લાગે છે કે જેને ઓરિજિનલ વસ્તુઓનું જ્ઞાન ન હોય તેઓ તો માર જ ખાઈ જાય. આમ જોઈએ તો, કાર્બન કોપીવાળા પ્રોડકટસ ખરીદીને જનરેશન ઝેડને અહેસાસ થાય કે, તેઓ કોઈ મોંઘી વસ્તુના માલિક થઈ ગયા છે.
કાર્બન કોપી ખરીદવા કે વહેંચવામાં ખોટું શું છે ? દેશના મોટા મોટા શહેરો જ્ેમકે, મુંબઈ,
દિલ્હી, બેંગલોર અને બીજા કોઈ નાના શહેરોમાં પોતાના ક્ધઝ્યુમરને મોંધા પ્રોડકટ્સની બદલે, સસ્તી કાર્બન કોપી આપવામાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બ્રાંડ પોતે જ નવા નવા પ્રોડકટસ બનાવી વેચે છે.
મોટા ભાગે આ કંપનીઓ બ્રાન્ડનું નામ સિલેક્ટ કરી, તેના અક્ષરો આગળ પાછળ કરી સાચા મેન્યુફેક્ચરર વસ્તુ સાચી હોવાનો ભ્રમ પેદા કરે છે. તેથી જ મોટા શહેરોમાં આ મોટી મોટી કંપનીઓની કાર્બન કોપી જેમકે, મેકઅપ પ્રોડકટ્સ, જૂતા, કપડા, ગોગલ્સ ઓનલાઈન કે ઓફલાઈન દરેક જગ્યાએ ખરીદાય અને વેચાય છે.
વિશ્ર્વ સ્તર પર જોઈએ તો સોશ્યલ મીડિયા ક્રિએટર્સ દ્વારા જનરેશન ઝેડની વચ્ચે લોકપ્રિય થનારા આ ટ્રેન્ડને ખૂબ જ બઢાવી ચડાવીને લોકો સમક્ષ મૂકવામાં આવે છે અને આ લોકોે પણ સમજી ગયા છે કે, જો આપણે ઓરિજિનલ ન પહેરી શકીએ તો ડુપ્લિકેટ પહેરવામાં શું ખામી છે. આમ જોઈએ તો આમાં ન તો કોઈ બ્રાંડની ચોરી થાય છે અને ન તો કોઈ છેતરપિડી થઈ રહી છે. તો પછી ડુપ્લિકેટ ખરીદવામાં નુકસાની શું છે. જનરેશન ઝેડને આ કાર્બન કોપીવાળા પ્રોડકટસ પહેરવામાં કોઈ પ્રોબ્લેમ પણ નથી.
આપણ વાંચો: એકસ્ટ્રા અફેર : મૌલાના રશીદી અને અનિરુદ્ધાચાર્ય: મહિલાઓને આ નમૂના સમજે છે શું?
જનરેશન ઝેડ ફાસ્ટ ફેશનની આ દોટમાં અલગ અલગ પ્રકારના બ્યુટી પ્રોડકટ્સ અને કપડાંના ટીકાઉપણામાં કોઈ વધારે ઉમીદ પણ ન રાખવી જોઈએ. જનરેશન ઝેડ આવા નવા વિકલ્પોથી ખૂબ જ ખુશ છે કારણકે, આબેહૂબ બનાવાયેલા આ પ્રોડક્ટ્સ તેમને ખૂબ જ સસ્તા ભાવમાં મળે છે.
આમજનતા આ પ્રોડકટસને ખરીદીને પોતાનું સોશ્યલ સ્ટેટસ અપગ્રેડ કરી લે છે. તેથી જ મુંબઈ અને દિલ્હી જેવા મોટા શહેરો આ ડુપ્લિકેટ પ્રોડકટ્સમાં ભરાઈ પડ્યા છે અને પુષ્કળ કમાય છે. આનાથી કસ્ટમર પણ ખુશ અને દુકાનદાર પણ ખુશ.