ફેશન: કેવી લેસ સિલેક્ટ કરશો? | મુંબઈ સમાચાર

ફેશન: કેવી લેસ સિલેક્ટ કરશો?

  • ખુશી ઠક્કર

લેસ એટલે , હાફ ઈંચથી લઈને પાંચ થી છ ઈંચ જેટલો પટ્ટો. જે ઘણી વેરાઈટીમાં આવે છે. પહેલા લેસ માત્ર હાથના કામમાં અનેેેે મશીન એમ્બ્રોયડરીમાં બનતી. ધીરે ધીરે જેમ ફેશનમાં સજાગતા આવતી ગઈ તેમ તેમાં વેરીએશન બનતા ગયા. જેમકે, લેસ, ભરતકામવાળી લેસ, વણાયેલી લેસ (સાડી પર જરી), કાપડ પર છાપેલી લેસ, વુલન, લાઈક્રા વગેરે વગેરે. લેસનો ઉપયોગ કપડાને સુશોભિત કરવા માટે થાય છે. બોર્ડર્સથી ડ્રેસ ઉઠે છે અને એક એકસ્ટ્રા એલિમેન્ટ ઉમેરાય છે. ચાલો જાણીએ લેસનો ઉપયોગ કઈ રીતે કરી શકીયે.

લેસમાં આમ જોઈએ તો, બે ટાઇપ ખૂબ જ કોમન છે. એક ક્લોઝ બોર્ડર્સ અને બીજી કાંગરી વાળી. બન્ને લેસ અલગ અલગ રીતે વાપરી શકાય. જેમકે સાડીમાં, દુપટ્ટામાં, સ્લીવમાં જો લેસ મુકવી હોય તો ક્લોઝ લેસ વધારે સારી લાગશે. ક્લોઝ લેસ એક ફિનીશ લૂક આપે છે. ક્લોઝ લેસ જો ડ્રેસ પર મુકવી હોય તો એક ચોક્કસ ડિઝાઈનની ઝરૂર હોય છે.

ડ્રેસ – મોટા ભાગે ડ્રેસમાં મશીન એમ્બ્રોયડરીથી બોર્ડર કરવામાં આવે છે. જ્યારે મશીન એમ્બ્રોયડરીનો ઉપયોગ કરવામાં આવે ત્યારે ડ્રેસના બેઝને આધારે એમ્બ્રોયડરીમાં વાપરવામાં આવતા થ્રેડની પસંદગી કરી શકો. જેમકે, વાઈટ કલરનો ડ્રેસ હોેય તો તેની પર પીંક, બ્લૂ, રેડ, ગ્રીન, યલ્લો વગેરે જેવા કલર સારા લાગી શકે. જો બ્લેક કલરનો ડ્રેસ હોય તો મરુન, બેજ અને ગોલ્ડન કલરની એમ્બ્રોયડરી સારી લાગશે. પરંતુ હવે કોઈ મશીન એમ્બ્રોયડરી કરાવતું નથી. જેઓને આમાં આગવી સૂઝ હોય તેઆ ેજ કરાવે છે.

રેડી બોર્ડર્સ – રેડી બોર્ડર્સ એટલે કે જે આખી રેડી જ મળે છે. જેમાં અલગ અલગ જાતના વર્ક કરેલા હોય છે. સાડી અને ડ્રેસને તમારે કેઝ્યુઅલ લૂક આપવો છે કે ફોર્મલ એ લેસના આધારે નક્કી થશે. તેથી લેસના સિલેકશનમાં ખાસ ઘ્યાન આપવું. રેડી બોર્ડર્સમાં તમારે કોઈ જ માથાજીક કરવાની જરૂર પડતી નથી, માત્ર તમારા ડ્રેસને અનુરૂપ બોર્ડર મીકસમેચ કરવાની હોય છે. બનારસી બોર્ડર્સનો ઉપયોગ પણ કરી શકાય. આ બોર્ડર્સને કોઈ પ્લેન કલરની સાડી પર મુકી એક ટ્રેડિશનલ છતાં સ્ટાઈલીશ લૂક આપી શકો.

જો તમારે ડ્રેસમાં કોઈ પેર્ટન ન આપવી હોય તો લેસથી પણ સુંદર લૂક આપી શકાય. જેમકે ઓફ વાઈટ કલરના ડ્રેસ સાથે પ્યોર લાલ કલરની લેસ લગાવી એક એલીગન્ટ લૂક આપી શકાય. અને લાલ ઓરગેન્ઝાનો દુપટ્ટો એક અલગ જ લૂક આપશે. કે પછી રાણી કલરના ડ્રેસમાં બ્લૂ કલરના બેઝ પર થયેલી પારસી વર્કની લેસ એક સુંદર લૂક આપશે. ખાસ નોંધવાની વાત એ છે કે, જો તમારે લેસનો ઉપયોગ કરવો હોય તો તમારો ડ્રેસ પ્લેન હોવો જોઈએ. જેથી તમારા ડ્રેસનો ઉઠાવ આવે.

બોડર્સ ક્યાં અને કેવી રીતે નાખવી

બોડર્સ મુકવાની એક રીત હોય છે . તમારા બોડી સ્ટ્રકચરને આધારે લેસનો ઉપયોગ કરવાનો હોય છે. સૌથી કોમન સ્ટાઈલ લેસ મુકવાની એટલે કુર્તા પટ્ટી અને યોક પર. આ પેર્ટન કયારેય આઉટ ઓફ ફેશન થતી નથી. સીમ્પલ છતા એલીગન્ટ લૂક આપે છે. કુર્તા પટ્ટી સ્ટાઈલ ખૂબ જ કોમન હોવા છતાં સુંદર લાગે છે અને બધી જ ઉંમરની મહિલાઓ પહેરી શકે છે. યોકમાં લેસ મુકતી વખતે ખાસ ધ્યાન આપવું કે, તમારુ બોડી હેવી છે કે સુડોળ છે. એટલે કે, જો હેવી બોડી હોય અને બસ્ટ લાઈનની નીચે યોક આપશો તો ઓવર ઓલ તમે હેવી લાગશો. હેવી બોડી વાળી મહિલાઓએ ખાસ કરીને નેક લાઈનમાં લેસ લઈને હેમલાઈન સુધી મુકવી અને હેમ લાઈનમાં ચાર ઈંચની બોડર્ર મુકવી. જેઓનું શરીર સુડોળ છે તેઓ યોક પર લેસ મુકી શકે છે.

સુડોળ શરીરવાળા બ્રોડ લેસ મુકી શકે જ્યારે હેવી શરીર ધરાવતી મહિલાઓએ ડેલીકેટ લેસ મુકવી જોઈએ. કાપડને અનુસાર લેસની પસંદગી કરવી જોઈએ. જેમકે, સીલ્કના કાપડમાં બનારસી કે પછી વેલવેટની લેસ સારી લાગે. લીનનનાં કાપડમાં વુલન કે પછી કોટનની લેસ સારી લાગશે. જો તમારો ડ્રેસ પ્રિન્ટેડ હોય તો માત્ર હાઈલાઈટીંગ માટે જ લેસ મુકવી. હાઈલાઈટીંગ માટે જે લેસ મુકવામાં આવે તે હંમેશાં ડેલીકેટ હોવી જોઈએ. જો તમને બોડી પર લેસ ન મુકવી હોય તો, સ્લિવ્સમાં મુકી એક અલગ લૂક પણ આપી શકાય.

*ખાસ નોંધ લેવા જેવી વાત

*લેસથી આખો ડ્રેસ ભરી ન દેવો.

*જો કોટન થ્રેડ વાળી લેસ હોય તો, ડ્રેસને ધોતી વખતે ખાસ ધ્યાન રાખવું.

*હેવી વેલવેટવાળી લેસવાળા ડ્રેસને મશીનમાં ધોવાનું ટાળવું.

*જરદોસી વર્કવાળી બોર્ડરને હળવેથી હાથેથી જ ધોવા.

આપણ વાંચો:  ફોકસ : ઈન્દુબહેન પટેલ : આ શતાયુ શિક્ષિકા બન્યાં છે અનેકનાં પથદર્શક..!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button