ફેશનઃ ગોલ્ડન ઘાઘરો – મલ્ટિપલ યુઝ

ખુશ્બુ મુલાણી ઠક્કર
દરેક મહિલાઓ પાસે ગોલ્ડન કલરનો ઘાઘરો હોવો જ જોઈએ. એક ગોલ્ડન ઘાઘરો તમારા ઘણા પ્રોબ્લેમ સોલ્વ કરી શકે છે અને ફેસ્ટીવ વેર માટે તો બેસ્ટ ઓપ્શન છે. ગોલ્ડન કલરનો ઘાઘરો ક્યારેય પણ આઉટ ઓફ ફેશન થતો નથી, શર્ત માત્ર એટલી જ કે તમને મિક્સ એન્ડ મેચ કરતા આવડવું જોઈએ. નાની બાળકીથી લઈને મોટી ઉંમરની મહિલાઓ પણ આ ગોલ્ડન કલરનો ઘાઘરો પહેરી શકે છે.
ગોલ્ડન કલરમાં ઘણા શેડ્સ આવે છે. તમે તમારા સ્કીન ટોન મુજબ ગોલ્ડન શેડની પસંદગી કરી શકો. ખાસ ધ્યાન એ રાખવું કે, તમારી પાસે જે કપડાં હોય તેને મેચિંગ ગોલ્ડન શેડ લેવો જેથી કરી આસાનીથી મિક્સ એન્ડ મેચ કરી શકાય. ચાલો જાણીએ ગોલ્ડન ઘાઘરો કઈ કઈ રીતે મિક્સ એન્ડ મેચ કરી તહેવારમાં સુંદર લાગી શકાય.
ઘાઘરો અને કુર્તી- ઘાઘરા સાથે કુર્તી એક ગ્રેસફુલ લુક આપે છે. તમે તમારી ઊંચાઈ મુજબ કુર્તીની લેન્થની પસંદગી કરી શકો. તમારી પાસે જો કોઈ રાણી કલરની કુર્તી હોય અને તેની પર ગોટા વર્ક હોય કે પછી જરદોશી વર્ક કરેલું હોય તો તેની સાથે ગોલ્ડન ઘાઘરો પહેરી શકાય. ગોલ્ડન ઘાઘરા સાથે મોટા ભાગે બધા જ કલર સારા લાગે છે પરંતુ જો બને ત્યાં સુધી ખુલતા કલર જ પહેરવા. એટલે કે, રાણી, ગ્રીન, રેડ, મરૂન, રોયલ બ્લુ વગેરે. જો તમારી હાઈટ સારો હોય અને સુડોળ શરીર હોય તો તમે શોર્ટ લેન્થ એટલે કે ગોઠણ સુધીની લંબાઈવાળી કુર્તી પણ પહેરી શકો.
કુર્તીમાં વર્ક હોય કે ન હોય, ડાર્ક કલરની કુર્તી ગોલ્ડન ઘાઘરા સાથે સારી જ લાગશે. હાફ લેન્થની કુર્તી ગોલ્ડન ઘાઘરા સાથે પહેરવાથી ઘાઘરો ઘણો ખરો ઢંકાઈ જશે. આ માટે કુર્તીની જે સાઈડસ્લિત હોય તેમાં કલરફૂલ ટસલ્સ લગાડી શકાય. આ લુક સાથે દુપટ્ટો પહેરવો કે નહિ તે તમારી પર્સનલ ચોઈસ છે. જો તમે આ લુક સાથે દુપટ્ટો પહેરવાનો હોવ તો અલગ પ્રકારના ટે્રપીંગ આવડવા જોઈએ જેથી અલગ અલગ લુક આપી શકાય.
આ પણ વાંચો…ફેશન: કેવી સાડી પહેરશો?
ઘાઘરાચોળી- ઘાઘરા અને ચોળી એ દરેક મહિલાઓનો એક ફેવરિટ ડે્રસ હોય છે. ગોલ્ડન કલર સાથે મોટા ભાગના કલર મિક્સ એન્ડ મેચ કરી શકાય છે. તમે તમારી ઊંચાઈ અને બોડી ટાઇપ મુજબ કઈ લેન્થનું બ્લાઉઝ પહેરવું છે તે તમે નક્કી કરી શકો. જેમ કે જો તમારી ઊંચાઈ સારી હોય તો તમે કમર સુધીનું બ્લાઉઝ પહેરી શકો કે જેમાં પ્રિન્સેસ કટ આવેલી હોય કે જેથી આખો દુપ્પટો તમે ફ્રન્ટમાં ઢાંકો નહિ તો ખરાબ ન લાગે.
ખાસ એ ધ્યાનમાં રાખવું કે, આ લુક સુડોળ શરીર ધરાવતી મહિલા કે યુવતી પહેરી શકે કે પછી જેમનું શરીર વધારે છે તેઓ તેમનું પેટ અને કમરને ઢાંકવા પહેરી શકો. ગોલ્ડન ઘાઘરા સાથે રેગ્યુલર બ્લાઉઝ કરતા ફેન્સી બ્લાઉઝ વધારે સારા લાગશે એટલે કે બેકલેસ, હોલ્ટર નેક વગેરે. આ લુક સાથે ખુલ્લો દુપટ્ટો વધારે સારો લાગશે. જો તમારે સૌથી સેફ કોમ્બિનેશન પહેરવું હોય તો ગોલ્ડન ઘાઘરા સાથે મરૂન અને બ્લેક કલરનું સિલ્કનું બ્લાઉઝ પહેરી શકાય. બ્લેક અને મરૂન કલરના બ્લાઉઝ પર જો ગોલ્ડન થ્રેડ વર્ક હશે તો પણ સારું લાગશે.
ઘાઘરા સાથે ફેન્સી ટોપ- ગોલ્ડન ઘાઘરા સાથે ફેન્સ ટોપ ખૂબ જ સુંદર લાગે છે . ફેન્સી ટોપ એટલે કે પેપ્લમ ટોપ કે પછી ક્રોપ ટોપ. પેપ્લમ ટોપ એટલે જે ટોપમાં યોક હોય અને પછી ફ્લેર હોય. ફેરનો ઘેરો સ્ટીલ પર આધાર રાખે છે. ફ્લેરમાં પણ બે પ્રકાર હોય છે જેમકે, કાળી વાળો ફ્લેર કે પછી ચુન વાળો ફ્લેર .
જો તમારે ફોર્મલ લુક જોઈતો હોય તો, કલીવાળા પેપ્લમ ટોપ પહેરવા. ક્લીવાળા ટોપ પહેરવાથી એક ફોર્મલ લુક આવે છે. પેપ્લમ ટોપ પહેર્યા પછી એક ફેન્સી લુક આવે છે. અને યંગ યુવતીઓ પર આ પેટર્ન વધારે સારી લાગે છે. ક્રોપ ટોપ એટલે કે જેની લંબાઈ રેગ્યુલર ટોપ કરતા ઓછી હોય અથવા તો ગોલ્ડન ઘાઘરા સાથે શોર્ટ કાફ્તાન પણ સુંદર લાગશે.
વધારે ફેન્સી લુક આપવા માટે એસીમેત્રીક્લ હેમ્લૈઇનવાળું કાફ્તન પણ પહેરી શકાય. અથવા તો ઓફ શોલ્ડર ટોપ પહેરી શકાય કે જેમાં બસ્ત લાઈન પર કોલર આપવામાં આવ્યો હોય. દૂરથી લેયરવાળું ટોપ જ લાગશે. આ લુક સાથે મીનીમલ જ્વેલરી લુક સારો લાગશે. વાળમાં સોફ્ટ કર્લ્સ પણ સારા લાગી શકે.
ગોલ્ડન ઘાઘરા સાથે જેટલું સિમ્પલે મિક્સ એન્ડ મેચ હશે તેટલું જ સુંદર લાગશે. ગોલ્ડન ઘાઘરો જ એક ઇમ્પ્રેસિવ લુક આપે છે. કોઈનું આંધળું અનુકરણ કરવું નહીં.. જે તમને સારું લાગે અને તમારી પાસે જે હોય તેમાં જ મિક્સ એન્ડ મેચ કરવું.
આ પણ વાંચો…ફેશનઃ નવરાત્રિ માટે રેડી છો?