ફેશન: ફોરએવર મીડી ડ્રેસ

– ખુશ્બુ મુલાણી ઠક્કર
મીડી ડે્રસ એ એક વર્સેટાઇલ ડે્રસ છે જે ક્યારેય પણ આઉટ ઓફ ફેશન થતો નથી. મીડી ડે્રસની લેન્થ પગના ઘૂંટણથી લઈને એન્કલની વચ્ચે સુધી હોય છે. મોટેભાગે મીડીની લેન્થ કાફ સુધી હોય છે. મિડી ડે્રસ નાના મિની ડે્રસ અને લાંબા મેક્સી ગાઉન વચ્ચેનું સુંદર સંતુલન આપે છે, એટલે કે તે કેઝ્યુઅલથી લઈને ફોર્મલ પ્રસંગો સુધી માટે યોગ્ય હોય છે. મીડી ડે્રસ અ-લાઇન, બોડીહગિંગ અથવા રેપ જેવા વિવિધ કટ્સમાં મળે છે અને અલગ- અલગ ફેબ્રિકમાં તૈયાર કરવામાં આવે છે જેમકે, કોટન પ્રિન્ટેડ ફેબ્રિકમાં, રેયોન, સ્પન સિલ્ક, હોઝિયરી વગેરે વગેરે. જે વિવિધ સ્ટાઇલ અને ઇવેન્ટ્સને અનુરૂપ હોય છે. મીડી સરેશનો એક મોટો પ્લસ પોઇન્ટ એ છે કે, તમે તમારી ઇવેન્ટ મુજબ મીડીની પસંદગી કરી શકો છો. આ કારણે મીડી ડે્રસ દરેક વોર્ડરોબમાં હોવા જ જોઈએ.
રેયોન – રેયોન ફેબ્રિકના મીડી ડે્રસ ખૂબ જ કોમન છે કોટન ફેબ્રિક હોવાને કારણે સુંવાળું હોય છે અને પહેરવામાં પણ આરામદાયક હોય છે. આમાં પ્રિન્ટને હિસાબે ઘણી પેટર્ન વેરિએશન આવે છે. જેમકે, યોક વાળા, ફ્રિલ વાળા,એ – લાઈન કે પછી થોડા ફલેરી. રેયોઉં ફેબ્રિક કોટન ફેબ્રિક છે અને ખૂબજ સોફ્ટ હોવાંને કારણે પહેર્યા પછી શરીરનો શેપ લઇ લે છે. તેથી કરી રેયોનના મીડી ડે્રસ ઘરમાં પહેરવા માટે ખૂબ જ આરામદાયક લાગે છે. તમે તમારા બોડી ટાઇપને આધારે મીડીના પેટર્નની પસંદગી કરી શકો. જેમકે, જો તમારી કમર અને પેટનો ભાગ વધારે હોય તો તમારાએ યોક વાળા મીડી ડે્રસ ના પહેરવા , આ પેટર્નથી તમારા પેટનો ભાગ વધારે હાઇલાઈટ થશે અને ખરાબ લાગશે.
આ પણ વાંચો: ફેશનઃ એવરગ્રીન બ્લોક પ્રિન્ટ
કોટન પ્રિન્ટેડ – કોટન પ્રિન્ટેડ મીડી ડે્રસ કીટી પાર્ટી ,કોફી ડેટ ,મુવી ડેટ કે હોલીડેસ પર પહેરી શકાય. કોટન પ્રિન્ટેડ મીડી ડે્રસમાં પ્રિન્ટનું ઘણું ઓપશન અને વેરીશન આવે છે. પ્રિન્ટના વેરિએશન સાથે પેટર્નનું પણ વેરિએશન આવે છે. યન્ગ યુવતીથી લઈને પ્રૌઢ મહિલાઓ પહેરી શકે. તેટલી પેટર્ન અવેલેબલ હોય છે. જેમકે, સ્લીવલેસમાં પહોળી અને થીન સ્ટ્રાઈપ, હોલ્ટર, ઓફ શોલ્ડર, બટન અપ, એ- લાઈન, મેગીયા સ્લીવ્સ, બલૂન સ્લીવ્સ વગેરે વગેરે. તમને મન ગમતી પેટર્ન કોટન પ્રિન્ટેડ મીડી ડે્રસમાં તમને મળી જ રહેશે.
કોટન પ્રિન્ટેડ મીડી ડે્રસ પહેરવામાં ખૂબ આરામદાયક લાગે છે અને દેખાવમાં પણ સુંદર લાગે છે. કોટન પ્રિન્ટેડ મીડી ડે્રસ ક્યારેય પણ આઉટ ઓફ ફેશન થતા નથી. જેઓની હાઈટ ઓછી છે તેઓ ખાસ કરીને ઊભી સ્ટ્રાઈપ વાળા ડે્રસ પહેરી શકો. અથવા તો રનિંગ પ્રિન્ટ વાળા ડે્રસ પહેરી શકાય. જેઓનું શરીર ભરેલું છે તેઓએ ખાસ કરીને ઝીણી પ્રિન્ટ પસંદ કરવી અને ડાર્ક કલર પસંદ કરવા. જો તમારે ઓફિસ માટે મીડી ડે્રસ પહેરવો હોય તો, બટન અપ ડે્રસ પહેરી શકો. બટન અપ ડે્રસ એટલે, કે જે ડે્રસમાં ફ્રન્ટમાં બટન હોય અને કોલર હોય. આ પેટર્નમાં સ્લીવલેસ અને સ્લીવ્સ એમ બન્નેના ઓપશન હોય છે. તમે તમારી પસંદગી મુજબ બટન અપ ડે્રસ વસાવી શકો. હોલીડે માટે તમે બ્રાઇટ કલરવાળા ફલેરી ડે્રસ પહેરી શકો. હોલ્ટર ડે્રસ પણ સારા લાગી શકે. તમારા સ્કિન ટોન અને બોડી ટાઈપ પ્રમાણે તમે કોટન પ્રિન્ટેડ ડે્રસની પસંદગી કરી શકો.
આ પણ વાંચો: ફેશનઃ લગ્ન સીઝન માટે રેડી છો?
ફોર્મલ મીડી ડે્રસ – ફોર્મલ મીડી ડે્રસ મોટે ભાગે લિનન કે સિલ્કમાં હોય છે. ફોર્મલ મીડી ડે્રસની પેટર્ન એક સ્ટાઈલમાં હોય છે જેમકે, મીડી ડે્રસ એ લાઈનમાં હોય છે અને કમર પર બેલ્ટ હોય છે. આ બેલ્ટ હાઈ વેસ્ટ પહેરવાનો હોય છે અથવા કમર પર જ પહેરવાનો હોય છે. આ બેલ્ટથી જ ઓવર ઓલ લુક આવે છે. ક્યારેક આ બેલ્ટ ફેબ્રિકનો હોય છે એટલે કે, જે ફેબ્રિકમાંથી મીડી બનેલું હોય તે ફેબ્રિકમાંથી જ બેલ્ટ બનેલો હોય છે. આ મીડી ડે્રસમાં ખાસ કરીને કોઈ પેટર્ન નથી હોતી, પરંતુ સિમ્પલ હોવા છતાં ખૂબ જ એલિગન્ટ લુક આપે છે. જો તમને બેલ્ટવાળું મીડી ન પહેરવું હોય તો તમે યોકવાળું મીડી પણ પહેરી શકો. વધારે ફોર્મલ લુક માટે તમે રો સિલ્ક કે પછી લિનનનું મીડી પહેરી શકો. જો તમારે ફોર્મલ મીટિગ હોય તો તમે સિલ્ક કે લિનનના ફેબ્રિકમાંથી બનેલા મીડી પહેરી શકો અને સેમી ફોર્મલ લૂક માટે ડેનિમ કે કોર્ડ્રોયનું મીડી પહેરી શકો.
ઘણા મીડિમાં પ્લીટ્સ પણ આવે છે. આ પ્લીટ્સ વન સાઇડેડ હોય છે અથવા બોક્સ પ્લીટ હોય છે. બોક્સ પ્લીટ વાળા મીડી ડે્રસ લાંબી પાતળી યુવતીઓને ખૂબ જ સુંદર લાગે છે. શર્ત માત્ર એટલી કે, આ ડે્રસ કેરી કરતા આવડવા જોઈએ. અને તેને અનુરૂપ ઓવર ઓલ તૈયાર પણ થવું પડે. જેમકે, ફોર્મલ મીડી સાથે ઓપન હેર, હાઈ પોની કે લો બન વાળી શકાય. પગમાં હાઈ હિલ્સ કે ફ્લેટ્સ પહેરી શકાય અને ટોટ બેગ એક પરફેક્ટ ફોર્મલ લુક આપી શકે. ફોર્મલ મીડીમાં ઓપન અને કલોઝ એમ બન્ને નેકલાઇન આવે છે. તમારા બાંધાને અનુરૂપ તમે નેક્લાઈનની પસંદગી કરી શકો. જો કલોઝ નેક હશે તો તમે કાનમાં ટોપ્સ પહેરશો તો સારા લાગશે અને ઓપન નેકલાઇન હશે તો કાનમાં રિગ અને ગાળામાં પાતળું નેક પીસ પણ સાં લાગશે.



