લાડકી

ફેશનઃ શિયાળા માટે તૈયાર છો?

ખુશ્બુ મુલાણી ઠક્કર

આ બદલાતી મોસમે શિયાળાનો રંગ બતાવી દીધો છે. ગુલાબી ઠંડી ચાલુ થઇ ગઈ છે અને હુડીસ, સ્વેટર, સ્કાર્ફ અને મફલરે વોર્ડરોબમાં જગ્યા લઇ લીધી છે. શિયાળામાં બ્રાઇટ કલર પહેરવાની મજા જ કૈક અલગ છે. તમારી ઉંમર અને બોડી ટાઈપના હિસાબે તમે વિન્ટર વેરની પસંદગી કરી શકો. ચાલો જાણીયે આ શિયાળામાં કઈ રીતે અલગ અલગ વિન્ટર વેર પહેરી એક સ્ટાઈલિશ લુક આપી શકાય.

કારડિગન (cardigan)

તમારે જો શિયાળા માટે ખાસ કંઈ ખર્ચો ન કરવો હોય તો તમે આ એક Cardigan થી તમારો આખો શિયાળો સ્ટાઈલમાં પસાર કરી શકો. કાર્ડેગન એ યુનિસેક્સ આઉટફિટ છે. સૌથી વર્સેટાઈલ ગણાતું આ આઉટફિટને તમે ઘણી બધી રીતે મિક્સ એન્ડ મેચ કરી સ્ટાઇલ કરી શકો છો. ટેંક ટોપ પર જેકેટની જેમ પહેરીને, આમાં ઘણા બટન્સ અને ચેન પણ ઉમેરાવે છે જો તમારી પાસે તે ઓપ્શન હોય તો તેને બંધ કરીને પણ પહેરી શકાય છે. આકર્ષક મોટા બટન અને કલરફૂલ ચેન તમારા આઉટફિટને વધુ ટ્રેન્ડી બનાવશે.

Cardigan એ effortless styling,, ગરમાવો અને મોસ્ટ વર્સેટાઈલ આઉટફિટ તરીકે આજકાલના યુવાનોમાં ખૂબ જ જાણીતું છે. તમે કાર્ડિગનના કલર કોમ્બિંનેશન સાથે મિક્સ એન્ડ મેચ પણ કરી શકો. જેમકે, બેજ કલરનું પેન્ટ હોય, વાઈટ શર્ટ પહેર્યું હોય તો તેની સાથે બ્લેક કલરનું કાર્ડિગન પહેરી શકાય.

લેયર્સ

શિયાળો એ લેયરિંગ માટે બેસ્ટ સિઝન છે. એક જ ટોપ પર તમે જેકેટ, પેન્ટ તેના પર બૂટ, મફલર અને બની કેપ પહેરીને તમારા એક જ ડ્રેસમાં અલગ અલગ કલર્સ અને ટેક્સચર્સ અને પ્રિન્ટ્સ આપી શકો છો. પણ આ આઉટફીટ પહેરતી વખતે તમારે કલર કોમ્બિનેશનનું ખૂબ ધ્યાન રાખવું પડશે જેથી બધું સરખું અને કપડા એક પર એક પહેરી લીધા હોય તેવું ન લાગે.

જેમકે, જો તમે બ્લુ ડેનિમ પહેર્યું હોય તો તેની સાથે બ્લેક કલરનું ટેન્ગ ટોપ, તેની પર રેડ કલરનું કાર્ડિગન, બ્લેક કલરના બૂટ્સ અને બ્લેક કલરનું મફલર અને રેડ કલરની મન્કી કેપ. લેયરિંગ માટે આ રીતે કલર કોમ્બિનેશન ખાસ ધ્યાનમાં રાખવા. જો કલર કોમ્બિનેશન બરાબર નહીં હોય તો હાસ્યાસ્પદ લગાશે. જો તમારું શરીર ભરેલું હોય તો લેયરિંગ કરવું ટાળવું. સુડોળ શરીર અને યન્ગ યુવતીઓ પર લેયરિંગ સારું લાગી શકે.

આ પણ વાંચો…ફેશનઃ ડિફરન્ટ હેમલાઇન આપે સ્માર્ટ લુક

ટર્ટલ નેક

શિયાળામા માટે ખાસ આ નેક ડિઝાઈન તમારા ગળાને સારી રીતે કવર કરે છે એટલે ઠંડી હવા ગળા સુધી ન પહોંચે. આ ડિઝાઈનને સ્ત્રીઓ અને પુરુષો બંને સ્ટાઇલ કરી શકે છે. પુરુષો ટર્ટલનેક ટીશર્ટ સાથે બ્લેઝર અને cardigan સાથે ખૂબ જ શિક લુક આપે છે. મહિલાઓ માટે શિયાળામાં લગ્ન પ્રસંગે આ પેટર્નનું બ્લાઉઝ પણ ખૂબ સ્ટાઈલિશ લાગશે.

ટર્ટલનેકનું ટોપ તમે ડેનિમ કે સ્કર્ટ સાથે પહેરી શકો. ટર્ટલનેકના ટીશર્ટ લાંબી પાતળી યુવતીઓ પર વધારે સારા લાગે છે.લાંબી પાતળી યુવતીના ગળા પર ટર્ટલ નેકની પેટર્ન વધારે ઊભરીને આવે છે. જો તમારું શરીર ભરેલું હશે તો ટર્ટલ નેકના ટીશર્ટ પહેરવાથી શોલ્ડર વધારે હેવી લાગશે. ટર્ટલ નેકના ટીશર્ટ સાથે શોર્ટ શ્રગ પણ મિક્સ એન્ડ મેચ કરી શકાય.

ક્રોશે સ્વેટર

એક એક તાંતણો ગૂંથીને તૈયાર થયેલી દરેક વસ્તુની કિંમત ક્યારેય આંકી ન શકાય અને તે કોઈની નજરે ચડ્યા વગર રહે પણ નહીં. હમણાં ક્રોશેએ ખૂબ જ ટ્રેન્ડમાં છે. જેમાં અલગ અલગ પ્રકારના દોરા ગૂંથીને જેકેટ, સ્વેટર, ટોપી વગેરે બનાવવામાં આવે છે. હાલમાં રેટ્રો ડિઝાઈન અને 70’ની પેટર્ન ફરી ટ્રેન્ડમાં આવી છે. આ હાથથી ગૂંથવામાં આવે છે એટલે તેમાં તમે તમારો પર્સનલ ટચ અને કસ્ટમાઈઝ પણ કરાવી શકો છો અને માર્કેટમાં પણ ખૂબ ઓપ્શન મળી રહે છે.

હુડી

વિન્ટર ફેશનની વાત થાય અને હુડીની વાત ન થાય તેવું કેમ બને. દરેકની ફેવરિટ અને બધા પર સુટ થાય તેવી આ હુડીની સૌથી સારી વાત છે તેના પોકેટ્સ. જેને કાંગારું પોકેટ કહેવાય છે અને સાથે ટોપો આવે છે. કાંગારું પોકેટ્સમાં હાથ રાખવાથી તમારા હાથને કોઝી ફિલ થાય અને જો ખૂબ ઠંડી લાગે તો ટોપો પહેરીને કાનમાં જતી હવાને રોકી શકાય. હુડીમાં પણ હવે ઘણા બધા વેરીએશનસ આવી ગયા છે. પણ તેમાં પુલઓવર હુડી અને ઝીપઅપ હુડી મેન છે.

પુલઓવર હુડીને તમે ડાયરેક્ટ પહેરી શકો છો અને ઝીપઅપ હુડીમાં ચેન હોય છે જેને તમે બીજા કોઈ ટોપ અથવા ટીશર્ટ, સાડી, ડ્રેસ આ બધા ઉપર પણ પહેરી શકો છો. કપલ્સમાં બોયફ્રેન્ડની હુડી પહેરવાનો છોકરીઓમાં ખાસ ટ્રેન્ડ છે. સાથે ઓવરસાઈઝ હુડી પણ આજકાલ ખૂબ ચર્ચામાં છે. ઘણી હુડીની પ્રિન્ટ કાર્ટૂન પ્રિન્ટ હોય છે. તો ઘણી હુડીમાં એબ્સ્ટ્રેક્ટ પ્રિન્ટ હોય છે. તમારી ઉંમર અને બોડી ટાઈપ પ્રમાણે હુડીની પ્રિન્ટ નક્કી કરવી. હુડી ખાસ કરીને ડેનિમ, સ્કર્ટ કે લુઝ ટ્રાઉઝર સાથે પહેરી શકાય. આ લુક સાથે પગમાં સ્નિકર્સ કે સપોર્ટ શૂઝ સારા લાગશે.

આ પણ વાંચો…ફેશનઃ રેડી ટુ વેર સાડી આધુનિક સ્ત્રી માટેની નવી સુવિધા

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button