ફેશનઃ એક જેકેટ હો જાયે

- ખુશ્બુ મુલાણી ઠક્કર
કોઈ પણ ગારમેન્ટની ઉપર પહેરવામાં આવતું વસ્ત્ર એટલે જેકેટ. જેકેટમાં ઘણી વેરાઈટી આવે છે. કેઝ્યુઅલ જેકેટ અને ફોર્મલ જેકેટ. જેકેટ પહેરવાથી તમારા લુકમા એક એક્સ્ટ્રા એલિમેન્ટ એડ થાય છે. એમ કહી શકાય કે જેકેટ પહેરવાથી તમારો મોભો વધી જાય. જેકેટની પસંદગી કરતી વખતે તમારી હાઈટ અને બોડી ટાઈપ ખાસ ધ્યાનમાં રાખવી કારણકે જેકેટમાં ઘણી લેન્થ આવે છે અને અલગ અલગ પ્રકારની સ્ટાઇલિંગ હોય છે. સ્લીવલેસ જેકેટ પણ હોય છે અને સ્લીવ્સની વેરિએશનવાળા જેકટ પણ હોય છે. આજે આપણે સેમી ફોર્મલ જેકેટની વાત કરીએ.
શોર્ટ જેકેટ-
શોર્ટ જેકેટ એટલે જેની લેન્થ કમર સુધી હોય અથવા કમરથી ઉપર હોય. આ જેકેટમાં સ્લીવ હોય અને ન પણ હોય ડીપેન્ડિંગ કે ઓવરઓલ ડ્રેસની પેટર્ન કેવી છે. જો તમારે શોર્ટ જેકેટ પહેરવા છે તો તમારું શરીર ખૂબ જ સુડોળ હોવું જોઈએ. જો તમારી હાઈટ ઓછી હોય તો શોર્ટ જેકેટ ન પહેરવા.
જેકેટનું ફેબ્રિક અને તેની પરનું વર્ક તમારા બેઝ આઉટફિટ પર આધાર રાખે છે. જો તમારો બેક્સ આઉટફિટ પ્લેન હોય તો જેકેટ વર્કવાળું પહેરવું જેથી કરી પ્લેન ડ્રેસ પર વર્કવાળું જેકેટ ઉઠીને આવે. અને જો તમારો ડ્રેસ પ્રિન્ટેડ હોય તો પ્લેન ફેબ્રિકનું જેકેટ પહેરી શકાય.
લોન્ગ જેકેટ-
લોન્ગ જેકેટ એટલે કે જેની લેન્થ તમારા બેઝ ડ્રેસ લેન્થ જેટલી હોય અથવા તો થોડી ઉપર નીચે હોય છે . એટલે કે, જો તમારી ડ્રેસની લેન્થ 48 ઇંચ હોય તો જેકેટ તે જ લેન્થનું આવશે કે પછી 2 ઇંચ ઉપર એટલે કે, 46 ઇંચ હશે. આ કોન્સેપ્ટ સેમ ટુ સેમ કલરમાં પણ હોઈ શકે અને કોન્ટ્રાસ્ટ કલરમાં પણ હોઈ શકે.
જો તમારે સેમ કલર કોમ્બિનેશનમાં પહેરવું હોય તો આઇવરી ગોલ્ડ કલરનો કલીદાર બેઝ ડ્રેસ અને તેની ઉપર સેમ શેડનું જ ટ્રાન્સપેરન્ટ જેકેટ કે જેમાં મારું કલરની પાઇપિન નાખી હોય જેન અલીધે જેકેટ પહેર્યું છે એમ લાગે. અને આઈવરી પર મરૂન કલર ઉઠીને જ આવશે. અને જો કોન્ટ્રાસ્ટ કલરમાં પહેરવું હોય તો બ્લેક કલરના કલીદાર ડ્રેસ સાથે મરૂન કલરનું સ્લીવલેસ જેકેટ પહેરી શકાય. બ્લેક અને મરૂન કલરનું કોમ્બિનેશન સારું પણ લાગે છે.
એમજ ઓરેન્જ આ ને બ્લુ, રાણી અને ઓરેન્જ, કે પછી વાઈટ કલર સાથે મલ્ટિ કલર કોમ્બિનેશન પહેરી શકાય. જો તમારે આગવી છાપ ઊભી કરવી હોય તો રો સિલ્કનું કે સોફ્ટ વેલવેટનું જેકેટ પહેરી શકાય. રો સિલ્કના અને વેલ્વેટના જેકેટથી એક રોયલ લુક આવશે. આ જેકેટ પ્લેન હશે તો પણ સારા લાગશે અને જેકેટ પર થોડું વર્ક હશે તો પણ સારું લાગશે. આ જેકેટ પહેર્યા પછી મિનિમમ જ્વેલરી લુક સારો લાગશે. આ જેકેટ જ આખા લુકને કમ્પ્લીટ કરે છે. બીજી રીતે કહીયે તો આ ડ્રેસને ડબલ લેયરવાળો ડ્રેસ પણ કહેવાય.
આ લુક સાથે તમે તમારી ચોઈસ મુજબ સિગાર પેન્ટ્સ, ફલેરી પ્લાઝો કે પછી ઘાઘરો પહેરી શકો. આજકાલના ટ્રેન્ડ મુજબ ફલેરી પ્લાઝો વધારે સારો લાગશે, જે દૂરથી ઘાઘરાનો જ લુક આપે છે. તહેવારોના દિવસોમાં જેટલો સિમ્પલ ડ્રેસ હશે તેટલા વધારે સુંદર લાગશે. કોઈનું આંધળું અનુકરણ કરવું નહિ. તમને અને તમારા બોડીને જે શોભે તે જ કપડાં પહેરવા. ખાસ ધ્યાન એ રાખવું કે કલર કોમ્બિનેશન બ્રાઇટ હોવા જોઈએ.
આપણ વાંચો: ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધીઃ આવું સોનાનું પીંજરું કોને ગમે?