લાડકી

ફેશનઃ શાલના વિવિધ પ્રકાર… તેને કેવી રીતે સ્ટાઇલ કરશો

  • ખુશ્બુ મુલાણી ઠક્કર

શિયાળો શરૂ થાય એટલે વોર્ડરોબમાં સૌથી પહેલું સ્મરણ કરાવતા ફેશન આઇટમોમાંનું એક છે શાલ. શાલ માત્ર ગરમી આપવા પૂરતી જ નહી, પરંતુ એક આકર્ષક ફેશન સ્ટેટમેન્ટ તરીકે પણ જાણીતી છે. ભારતીય પરંપરા હોય કે મોડર્ન વેસ્ટર્ન લુક દરેક સાથે શાલ એક ખાસ અદા ઉમેરે છે. બજારમાં આજે અનેક પ્રકારની શાલ ઉપલબ્ધ છે, જેમના ફેબ્રિક, ડિઝાઇન, વજન અને વપરાશ પ્રમાણે સ્ટાઇલિંગ પણ અલગ અલગ હોય છે. ચાલો જાણીએ શાલના સૌથી લોકપ્રિય પ્રકારો અને તેને કેવી રીતે સ્ટાઇલ કરી શકાય.

ફુલકારી શાલ
પંજાબી ફુલકારી તેના રંગીન એમ્બ્રોઇડરી કામ માટે પ્રસિદ્ધ છે. તે યંગ ગર્લ્સ અને ટે્રંડ-લવર્સ માટે એક સ્ટાઈલિશ વિકલ્પ છે. ફુલકારીમાં લાઈટ બેઝ પર બ્રાઈટ કલરથી કામ કરવામાં આવે છે. ફુલકારીને પસંદ કરવાવાળો વર્ગ ખૂબ જ લિમિટેડ છે. જેમને ફેશન સેન્સ હોય તેમની પાસે જ ફુલકારી શાલ હોય છે.

કેવી રીતે સ્ટાઇલ કરવું?
*સિંપલ પ્લેઇન સૂટ પર કલરફુલ ફુલકારી શાલ હાઇલાઇટ કરી શકાય.
*જેકેટ અથવા ડેનિમ સાથે ફ્રી-મિસ્ટ સ્ટાઇલ કરીને ઈન્ડો-વેસ્ટર્ન લુક આપો.

કોટન શાલ
દૈનિક વપરાશ માટે કોટન શાલ ખૂબ આરામદાયક અને લાઇટવેઇટ હોય છે. રોજિંદા ઓફિસ લુક માટે યોગ્ય છે. આ કોટન શાલ તમે કોઈપણ આઉટફિટ સાથે મીક્સ એન્ડ મેથ કરી શકો. કોટન શાલ મેઈનટેન કરવા માટે પણ ખૂબ જ સહેલી છે અને મારકેટમાં ખૂબ જ આસાનીથી મળે છે.
કેવી રીતે સ્ટાઇલ કરવું?
*પ્રિન્ટેડ કોટન કુરતા સાથે સિમ્પલ ગળામાં રેપ કરો.
*જિન્સ અને કુર્તી લુક માટે એક સાઇડ નોટ બાંધીને ટે્રન્ડી ટચ આપી શકાય.

વૂલન શાલ
શિયાળામાં વુલન શાલ સૌથી વધુ ઉપયોગમાં આવે છે. ગરમ રાખવા સાથે લૂકને સોફ્ટ અને કોઝી બનાવે છે. વુલન શાલ લગભગ બધી જ મહિલાઓ પાસે હોય છે.
કેવી રીતે સ્ટાઇલ કરવું?

  • ટર્ટલ-નેક ટોપ પર આગળથી ક્રોસ કરીને પાછળ બાંધી દો.
  • લાંબા કોટ ઉપર વુલન શાલ ખુલ્લો રાખો એક ક્લાસી લુક માટે.

સ્ટોલ શાલ (લાઇટ સ્ટોલ)
આજકાલ આ સ્ટોલ યુવતીઓમાં ખૂબ જ લોકપ્રિય છે. હળવા ફેબ્રિકના સ્ટોલ સીઝન-ફ્રેન્ડલી છે. સ્ટોલ એટલે શાલનું નાનું સ્વરૂપ. એટલે કે, લંબાઈ અને પહોળાઈ શાલ કરતા નાની. તમારી બોડીને અનુરૂપ તમે તેને કેવી રીતે સ્ટાઇલ કરવું?
*વેસ્ટર્ન ટોપ સાથે લૂપ સ્ટાઇલ.
*સાડી સાથે નજીક સ્ટાઈલ ખભા પર રાખીને મોડર્ન ટે્રડિશનલ લુક આપો.

પાસ્મીના શાલ
પાસ્મીના શાલ તેની નરમાશ, હળવાશ અને રોયલ દેખાવ માટે જાણીતી છે. જે મહિલાઓ શાલની શોખીન છે તેઓ પાસે પાસ્મીના શાલનું કલેકશન હોય છે. ખાસ પ્રસંગે પહેરવાની આ શાલ દરેક આઉટફિટને એલિગન્ટ બનાવે છે. શાલ ભલે ઉપરથી પહેરવાનું વસ્ત્ર છે પરંતુ શાલની ગરિમા જળવાઈ રહે તેવો ડે્રસ કે સાડી પહેરવી. પાસ્મીના શાલ મોટેભાગે બધા જ આઉટફીટ સાથે સારી લાગે છે.

કેવી રીતે સ્ટાઇલ કરવું?
*સાડી સાથે સાઇડ પર એક ખભા ઉપર હળવેથી મૂકીને સ્ટાઇલ કરી શકાય.
*ઇવેનિંગ ગાઉન અથવા લોંગ ડે્રસ સાથે ફ્રી-સ્ટાઇલ ડે્રપ કરી શકાય.
*ફોર્મલ કોટન કુરતા સાથે ફોલ્ડ કરીને ગળામાં એક સિમ્પલ લૂપ નાખી શકાય.

કાશ્મીરી શાલ (સોઝની, કાની વર્ક)
કાશ્મીરના કાની અને સોઝની કામવાળા શાલ ભારે દેખાતા હોવા છતાં બહુ સોફ્ટ હોય છે. એ ખૂબ રોયલ લુક આપે છે. આ શાલમાં કામ ઘણું હોવાથી પ્લેન ડ્રેસ પર વધારે સારી લાગી શકે.
કેવી રીતે સ્ટાઇલ કરવી?
*ફેસ્ટિવ સાડી અથવા લેહેંગા સાથે ખુલ્લો રાખો જેથી વણાટ દેખાય.
*પ્લેન કુરતા સેટ સાથે ઓવર-શાલ સ્ટાઇલ કરો જેથી શાલનું કામ હાઇલાઇટ થાય.

કંજા કમ શાલ
દક્ષિણ ભારતીય કંજા કમ સિલ્ક શોલ ઘણીવાર સાડી સાથે મેચિંગ માટે પહેરાય છે. તેની ચમક અને બોર્ડર ખૂબ સુંદર હોય છે.
કેવી રીતે સ્ટાઇલ કરવું?
*સિલ્ક સાડી સાથે કોન્ટ્રાસ્ટ કલરનો શાલ, સાડીના પલ્લુ સાથે બાંધેલો.
*લગ્નપ્રસંગે ડ્રેપ સ્ટાઇલમાં શાલ કમર પર બાંધી શકાય.

હિમાચલી શાલ
હિમાચલ પ્રદેશના શાલ ખાસ કરીને પેટર્ન અને કલર કોમ્બિનેશન માટે જાણીતા છે. તેઓ બહુ વોર્મ હોય છે. આ શાલ તમે સ્ટાઈલ માટે ન લઈ શકો કારણકે, આ શાલ પહેરવાથી ગરમાટો લાગે છે. તેથી ખાસ કરીને શિયાળામાં જ પહેરવી.
કેવી રીતે સ્ટાઇલ કરવું?
*ઓવર-સ્વેટર લુક માટે ફ્રી ડે્રપ.
*વુલન ડ્રેસ અથવા પ્લેઇન સૂટ સાથે સ્ટેટમેન્ટ સ્ટાઇલ.

નેટ અથવા શીફોન શાલ
લાઇટવેઇટ અને પાર્ટી-લુક માટે નેટ શાલ બહુ ઉપયોગી. ખાસ કરીને વેડિગ સીઝનમાં.
કેવી રીતે સ્ટાઇલ કરવું?
*લેહેંગા સાથે ઓરેન્જ-સ્ટાઇલ ડ્રેપ.
*ગાઉન સાથે ગ્લિટર નેટ શાલ સાઇડ-ડ્રેપ રાખો.
શોલ સ્ટાઇલ કરતી વખતે નાના ટીપ્સ
*તમારા આઉટફિટનો કલર અને શાલનો ટોન મેચ હોય તો લુક વધારે એલિગન્ટ લાગે.
*ભારે વર્કવાળો શાલ પહેરો તો આઉટફિટ સિમ્પલ રાખવો.
*ઓફિસ માટે લાઇટ વેઇટ શાલ પસંદ કરો.
*પાર્ટી અને ફેસ્ટિવ સીઝનમાં એમ્બ્રોઇડરી અથવા સિલ્ક શાલ વધુ સુંદર લાગે છે.

શાલ એ એવી ફેશન આઇટમ છે જે દરેક ઉંમરની મહિલાને ગમે અને દરેક ડે્રસમાં ગ્લેમર ઉમેરે. એક સહી શાલ તમારા લુકને સિમ્પલથી સોફિસ્ટિકેટેડ બનાવી શકે છે. તો આ શિયાળે તમે કયો શાલ ટ્રાય કરવા જઈ રહ્યા છો?

આપણ વાંચો:  વિશેષઃ વિજ્ઞાન મહિલાઓનો વિષય નથી, એ ભ્રાંતિને ભેદનાર આ લાડકીને ઓળખો છો?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button