લાડકી

બ્યુટી પ્લસ -ઓલ ટાઈમ ફેવરિટ અંબોડો

પ્રતિમા અરોરા
અંબોડાનો મતલબ એ નથી કે કોઈપણ રીતે અંબોડો લઈ લીધો અને તમે સુંદર જ લાગો. વ્યવસ્થિત વાળેલો અંબોડો એક મહિલાને સેકસી લુક પણ આપી શકે છે. ટોપ મોડલ્સ, ફેશન આઈક્ધસ અને સેલિબ્રિટી પણ અંબોડો વાળે છે. માત્ર અંબોડો વાળવાથી જ હેરસ્ટાઈલ પૂરી નથી થતી પરંતુ તેમાં લગાડેલી એકસેસરીઝ પણ એટલી જ મહત્ત્વની છે. જેમકે સોફટબન એક અલગ પ્રકારનો બન છે. આ હેરસ્ટાઈલ લાંબા વાળવાળી યુવતીઓ પર વધારે સારી લાગે છે. સોફટ બનમાં આગળથી એક પણ વાળની લટ નથી નીકળતી છતાં પાછળથી હેરસ્ટાઈલ ખૂબ જ મનમોહક લાગે છે.

પરંતુ સાઈડ બન સાથે એવું નથી. સાઈડ બન એટલે જે બન એક સાઈડમાં વાળેલો હોય. એમ તો આ બનમાં પણ વાળની લટો ન કાઢવાની હોય. આ બન થોડો ઢીલો વાળવામાં આવે છે અને એવી રીતે વાળવામાં આવે કે તે થોડો મોટો લાગે. જમણી કે ડાબી સાઈડ , કોઈપણ એક સાઈડ વાળ લઈ બન કરવામાં આવે છે અને તેની ઉપર તમે મનપસંદ એકસેસરીઝ લગાડી શકો.

ટિવસ્ટેડ: બનનો લુક પણ નિરાળો છે. જે યુવતીના નાના વાળ હોય તેઓને આ હેરસ્ટાઈલ સારી લાગી શકે. આમાં વાળને સેંટરમાંથી બે ભાગમાં વહેંચીને પાછળથી ટવિસ્ટ કરી બન કરવામાં આવે છે. આ બનમાં તમે તમારી ચોઈસ મુજબ સેંથો પાડી શકો. પરંતુ ટાઈટ રોપ બન આવો નથી. આ હેરસ્ટાઈલ થોડી પેચીદા છે પરંતુ લુક ખૂબ જ સુંદર આપે છે. આ હેરસ્ટાઈલમાં વાળને સામેની સાઈડથી ગૂંથવામાં આવે છે કે જે બિલકુલ રસ્સી જેવું લાગે . સામાન્ય રીતે આ હેરસ્ટાઈલ થોડી અલગ લાગે છે કારણકે આવી હેરસ્ટાઈલ ઓછી જોવા મળે છે. પરંતુ જે યુવતીઓને કોન્ફિડન્ટ લાગવું હોય તેઓ આ હેરસ્ટાઈલ કરી શકે.

ફિશટેઈલ: બન જો તમે ન ટ્રાય કરી હોય તો વાર ન કરતા. આ હેરસ્ટાઈલ એક રોમેન્ટિક આઉટીંગ માટે પરફેકટ છે. આ હેરસ્ટાઈલમાં પાછળથી જમણી કે ડાબી બાજુ પર વાળ ઢળેલા હોય છે. આ સ્ટાઈલ ખૂબ જ અનોખી છે.આમા અમુક વાળની અલગથી ટપોની બનાવવામાં આવે છે અને કોઈ પણ એક સાઈડ વાળીને બન વાળવામાં આવે છ્ે.

સાઈડસ્વેપ્ટ: બન પણ ફિશટેલ જેવો લાગે છે. આ હેરસ્ટાઈલ તમને એક સોફટ લુક આપે છે. આ હેરસ્ટાઈલ તમે કોઈ પાર્ટી કે કોર્પોરેટ મીટિંગમાં કરી શકો. આ લુકથી તમને એક આગવો લુક મળી શકે.

આપણે ટોપ બનને કઈ રીતે ભૂલી શકીયે. આ હેરસ્ટાઈલ માથાની ઉપર વચોવચ કરવામાં આવે છે. આમાં તમે કાન પાસેથી થોડા વાળ કાઢી શકો. આમાં કોઈ બે મત નથી કે ઘરમાં કામ કરતી મહિલાઓની આ ફેવરિટ હેરસ્ટાઈલ છે.

આ પણ વાંચો….ફોકસ : પ્રત્યેક સફળ પુરુષનું ખરું પીઠબળ હોય છે એક સ્ત્રી…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button