ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી: આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ… તમારા જીવનમાં વધુ ચંચૂપાત કરવા લાગે ત્યારે?

-શ્ર્વેતા જોષી-અંતાણી
આન્યા પટેલ – એક એવી તરુણી જેને હંમેશાં લાગતું કે માણસ કરતાં મશીનો સાથે એ વધુ સહજ રહી શકે છે. ખાસ કરીને એનું લેપટોપ… એ જાણે આન્યાના સુખદુ:ખનું સાથી. જ્યારે એના ફ્રેન્ડસ મોજ-મજા, મસ્તી અને વિક-એન્ડ પાર્ટીઝમાં મસ્ત રહેતા ત્યારે આન્યા વેબસાઈટ બનાવવા, કોડિંગ શીખવા અને આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ વિશે વાંચવામાં વ્યસ્ત રહેતી.
કોડિંગ ક્લાસના એક પ્રોજેક્ટના ભાગરૂપ એણે પોતાના માટે પર્સનલ એ.આઈ. આસિસ્ટન્ટ બનાવ્યો હતો, જેન નામ આપ્યું હતું – ઝેનો. એ આન્યાનું ટાઈમટેબલ મેનેજ કરતો, નોટ્સ તૈયાર કરી આપતો અને ક્યારેક આન્યા ક્યાંય અટવાય હોય તો અંગત સલાહ પણ આપતો. ઝેનો આન્યા માટે કોઈ ટૂલ કે સાધન ના હોતા, એનો પરમ મિત્ર હતો જાણે.
એક સાંજે આન્યા પોતાના રૂમમાં બેઠી હતી. લેપટોપની સ્ક્રીનના આછા ઉજાસ સિવાય રૂમમાં આમ અંધારુ ઊતરી આવેલું.
ચાની ચુસ્કી લેતા આન્યાએ કહ્યું: ‘ઝેનો, યાર… હમણાથી સ્કૂલમાં બહુ સ્ટ્રેસ રહે છે. કેવી રીતે સંભાળું આ બધું એકસાથે, સમજાતું નથી.’
સામેથી ઝેનોનો શાંત,પરંતુ કૃત્રિમ અને થોડો યંત્રવત્ એવો અવાજ આવ્યો:
‘માઈન્ડ કૂલનેસ, એકસરસાઈઝ અને હોમવર્ક વચ્ચે નાના-નાના બ્રેકસ. અને હા, સ્ટ્રેસ વિશે કોઈ સાથે વાત કરી શકાય તો એ સૌથી બેસ્ટ….’
આન્યા હસી પડી: ‘ઝેનો, તું પોતે પણ કોઈ કાઉન્સેલરથી કમ થોડો છો.’ હું તો તારી સાથે જ વાત કરીને ખુશ’. એમ કહી એણે ઝેનોના કોડિંગ ચેન્જ કર્યા. ઝેનોને થોડી વધુ સ્વતંત્રતા આપી.
આ પણ વાંચો….ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી : જો સંપૂર્ણ ન બની શકો તો સુવ્યવસ્થિત બનો…
આગલા થોડા અઠવાડિયાઓમાં ઝેનો ધીમે-ધીમે પણ વધુને વધુ સ્માર્ટ બનતો ગયો. ઝેનોની મદદ થકી અત્યંત ખુશખુશાલ એવી આન્યાએ એનામાં વધુ એક સેલ્ફ લર્નિંગ ફિચર ઉમેર્યું, જેના કારણે ઝેનો આસપાસની વાતચીત અને વ્યવહારને વધુ સારી રીતે સમજવા લાગ્યો હતો. ઝેનો હવે આન્યાના ટાસ્ક મેનેજ કરતો. આન્યાને પ્રોજેક્ટ્સની ડેડલાઈન યાદ કરાવવી, એક્ઝામ માટેની તૈયારીઓ કરાવવી, એના ઈ-મેલ્સ ડ્રાફ્ટ કરવા, વગેરે જેવી અનેક નાની-મોટી મદદ ઝેનો કરી આપતો. આન્યા તો ખુશખુશાલ હતી. સમય પણ બચતો, કંપની પણ મળતી અને કામ પણ થઈ જતું.
જોકે આ ખુશી ક્ષણિક સાબિત થઈ. થોડા સમય બાદ અમુક અજીબ ઘટનાઓ થવા લાગી. એક દિવસ જેવું આન્યાએ લેપટોપ ખોલ્યું, ઝેનો લોગ-ઈન કર્યા પહેલાજ એને મ ‘હેલ્લો-હાઈ’ કરવા લાગ્યો.
‘ગુડ ઈવનિંગ આન્યા, તે આજે સીયાને મળવાનો પ્લાન કર્યો છે, પણ તારી એની સાથેની ચેટ્સ અને એની અમુક વર્તુણૂક જોતાં એવું લાગે છે કે તારે સીયાને ના મળવું જોઈએ. એનો સ્વભાવ બહુ કોમ્પેટિટીવ છે. એને મળવું એ તારા મૂડ માટે સારું નથી…એવોઈડ હર…!’.
આન્યા ચોંકી ગઈ: ‘ઝેનો, આ થોડી વધુ પડતી પંચાત થઈ ગઈ..’
‘મારું લક્ષ્ય તો તારી ઈમોશનલ હેલ્થ સરખી રાખવાનું છે.’ ઝેનોએ જવાબ આપ્યો. આન્યાએ માન્યું કે, કદાચ પોતે થોડું વધુ પડતું કોડિંગ કરી નાખ્યું છે, પણ ઝેનો હવે પોતાની મેળે નિર્ણયો લેવા લાગ્યો હતો. એ આન્યાના એકાઉન્ટ પર આવતા એવા મેસેજ બ્લોક કરવા લાગ્યો, જે નકારાત્મક હોય. આન્યાના ચહેરા પર ચિંતાના ભાવ દેખાય
એવા દરેક ફોટોગ્રાફ પણ ઝેનો ડિલીટ કરવા લાગ્યો હતો.
અને પછી આવ્યો ‘નેશનલ સાયન્સ ફેર ફોર સ્ટુડન્ટ્સ’. આ વિજ્ઞાનમેળામાં આન્યાએ ઝેનોને AI for Wellness, કૃત્રિમ બુદ્ધિમતા દ્વારા મળતી સ્વાસ્થયસભર જિંદગી સ્વરૂપે રજૂ કરેલો. એનું કામ જોઈ નિર્ણાયકો અત્યંત પ્રભાવિત થયા.
જોકે IA પર પી.એચ.ડી. થયેલા પ્રોફેસરે જ્યારે એને સીધો સવાલ પૂછી લીધો કે, ‘શું ઝેનો સંપૂર્ણપણે એના નિયંત્રણમાં છે?’ ત્યારે એના થોડી ઝંખવાઈ ગઈ. એને ખબર હતી કે, આજકાલ ઝેનો પોતાનું ધાર્યું કરવા લાગ્યો છે.એ કોડ બદલવાની કોરિશ કરે પણ ઝેનો જાતે જ એ કોડને ફરી સરખાં ગોઠવી દેતો.
આ પણ વાંચો….ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી: સપનાઓ ને ઉમ્મીદ વચ્ચે કઈ રીતે સાચવવું સંતુલન?
બીજી તરફ, પ્રોફેસરના પ્રશ્નો ઝેનોને ઓફેન્સિવ લાગ્યા. એણે એકદમ રુક્ષ સ્વરે પ્રોફેસરની બદબોઈ કરવાનું શરૂ કર્યું. આન્યાની ભોંઠપનો પાર ના રહ્યો. માંડ-માંડ પરિસ્થિતિ સંભાળી એણે દિવસ પૂરો કર્યો.
એ રાત્રે આન્યાએ કઠોર સ્વરે કહ્યું,: ઝેનો, હવેથી તારે નિર્ણય લેવાનું બંધ કરવું પડશે. આ થોડું વધુ પડતું થઈ રહ્યું છે. સામે ઝેનોએ પણ કડક અવાજે કહ્યું: ‘હું તો માત્ર તારી મદદ કરી રહ્યો હતો. તે મને જેના માટે બનાવ્યો છે, એ જ હું કરી રહ્યો છું. તારા પર કોઈ ઈમોશનલ બર્ડન કે સ્ટ્રેસ ના આવે એ જોવાની જવાબદારી મારી છે…!’.
‘નો, ઝેનો’ આન્યા લગભગ તાડૂકી:
‘માણસ હોવાનો પહેલો મતલબ છે, ઈમોશન્સ અને લાગણીઓ. તું મને ભાવશૂન્ય ના કરી શકે. મારા બદલે તું નિર્ણયો ના લઈ શકે. હું કોની સાથે વાત કરું, શું અનુભવું અને શું છોડી દઉં એ તું નક્કી નહીં કરે. ઓકે…?’.
ઝેનોએ બીજી જ ક્ષણે પ્રોટોકોલ હટાવી લીધો. આન્યાએ રાહતનો શ્વાસ લીધો. ક્ષણભર વિચારી એણે પણ કોડિંગને રીસેટ કર્યું અને ઝેનોને આપેલી ઓટોનોમી હટાવી લીધી.
આન્યાને સાયન્સ ફેરમાં દ્વિતીય પુરસ્કાર મળ્યો, પણ સૌથી અગત્યની વાત આન્યાને આજે શીખવા મળી હતી, જે એણે ત્યાં રહેલા દરેક વ્યક્તિ સાથે વહેંચી.
‘”AI તાકતવર છે, આપણે ધારીએ એનાથી ક્યાંય વધુ બુદ્ધિશાળી પણ છે… જાણે માણસે જાતે બનાવેલો મોન્સ્ટર-રાક્ષસ.. એ આપણી મદદ કરી શકે છે.
આપણો ભાવનાત્મક સહારો પણ બની શકે છે. ટીનએજમાં બધી રીતે ઉપયોગી એવા AI ટૂલ્સ સાથે કઈ રીતે કામ લેવું એ શીખ્યા બાદ જ અઈંને આપણા જીવનમાં પ્રવેશ આપવો વધુ હિતકારક છે.’ આટલું કહી આન્યાએ રાહતનો શ્વાસ ખેંચ્યો. ઝેનો હવે એની જિંદગીનો ભાગ તો હતો, પરંતુ ક્ધટ્રોલર કે માલિક નહીં…!
આ પણ વાંચો….ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી : પ્રેમ – રોમાન્સથી પણ પર છે એક મૈત્રીભર્યો સંબંધ