ઈન્ટરવલ

ફ્રાન્સે ગર્ભપાતને બંધારણીય અધિકાર કેમ બનાવ્યો ?

.. કારણ કે ફ્રાન્સની પ્રજા માને છે કે સ્ત્રીને પોતાના શરીર પર પોતાનો જ અધિકાર જ છે અને એમને ગર્ભપાત કરતાં કોઈએ રોકવી ન જોઈએ..!

પ્રાસંગિક -અમૂલ દવે

તાજેતરમાં ફ્રાન્સ આખા વિશ્ર્વમાં પ્રથમ દેશ બન્યો છે , જેણે ગર્ભપાત કરવાના અધિકારને બંધારણીય અધિકાર બનાવ્યો છે. સાદી ભાષામાં કહીએ તો હવે ફ્રાન્સમાં મહિલાને એક પ્રકારની ગેરેન્ટી આપવામાં આવી છે કે તમારા શરીર પર તમારો જ અધિકાર જ છે અને તમનેગર્ભપાતકરતા કોઈ રોકી શકશે નહીં.

ફ્રાન્સમાં ચૂંટણી માથે છે એટલે પણ પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને ગર્ભપાતને બંધારણીય હક્ક બનાવવાનું બીડું ઉપાડ્યું હતું. ફ્રાન્સમાં સફળતા મેળવ્યા બાદ મેક્રોને હવે પ્રતિજ્ઞા લીધી છેકે યુરોપિયનયુનિયનના મૂળભૂત અધિકારોના ચાર્ટરમાં એ ગર્ભપાતનો અધિકારપણ સામેલ કરાવશે.મેક્રોન કહે છે કે આ કથાનો અંત નહીં, પરંતુ લડતની શરૂઆત છે. યુરોપમાં પ્રત્યાઘાતી પરિબળો મહિલાના અધિકાર પર હુમલો કરી રહ્યા છે ત્યારે અમે યુરોપમાં આ અધિકાર માટેની લડતમાં નેતૃત્વ લઈશું…. ઘણાને એવો સવાલ થશે કે શું ફ્રાન્સમાં ગર્ભપાત કરવાનો મહિલાઓને અધિકાર નહોતો…? . ના, એવું નથી આવો અધિકારતો૧૯૭૫થી ફ્રાન્સમાં હતો, પરંતુ અમેરિકામાંબનેલી હિલચાલને લીધે ફ્રાન્સમાં ગર્ભપાતની ગેરેન્ટી દેવાનીઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. અમેરિકામાં એવું બન્યું હતું કે અમેરિકાની સુપ્રીમ કોર્ટે ૨૦૨૨માં અડધી સદીથી મહિલાનેમળેલોગર્ભપાતનોઅધિકારછીનવી લીધો હતો. અમેરિકાની સુપ્રીમ કોર્ટેહવે રાજ્યોને આ અંગેનિર્ણયલેવાની છૂટ
આપી છે.

ફ્રાન્સની સંસદના બંને ગૃહોએ
૧૧ માર્ચે ઐતહાસીક મતદાનમાં ગર્ભપાત કરવાના મહિલાના અધિકારને બંધારણની ૩૪મી કલમમાં સ્થાન આપવાના ખરડાને બહાલી આપી હતી. આને લીધે મહિલા આલમમાં ખુશ છે. ફ્રાન્સની સંસદે૭૮૦-૮૨ ના મતથી ખરડાને મંજૂર આપી. આ મતદાન પછી વિશ્ર્વની એક અજાયબી જેવા એફિલ ટાવર પર રોશની કરવામાં આવી હતી. એ રોશની સાથે એવો પણ મેસેજ હતા કે ‘માય બોડી માય ચોઈસ..!’ .
ફ્રાન્સના વડા પ્રધાન ગેબ્રિયલ એટલેએ મતદાન પહેલાંકહ્યું હતું કે કાયદા ઘડનારધારાસભ્યોએ મહિલાઓને ઋણ ચૂકવવાનું છે. મહિલાઓને ભૂતકાળમાં ગેરકાયદે ગર્ભપાત કરવાની ફરજ પડી હતી એનું ઋણ અદા કરવાનું છે. આ સાથે મહિલાઓને આપણે એવો સંદેશો દેવાનો છે કે તમારું શરીર તમારી માલિકીનું છે!’

આ ખરડો પસાર થયા બાદ આંતરરાષ્ટ્રીય મહિલા દિને જોરદાર ઉજવણી થઈ હતી. અમેરિકામાં ગર્ભપાતએ સમાજને વિભાજિત કરનારો મુદ્દો છે અને લોકો બે પક્ષની વિચારસરણીજેમ બે છાવણીમાં વિભાજિત થઈ જાય છે. બીજા તરફ, ફ્રાન્સમાં એવું નહોતું. ફ્રાન્સમાંઆ વિશે એકસામાન્ય સર્વસંમતિ હતી. જે ગણ્યાગાંઠ્યા સાંસદોએ ખરડાનો વિરોધ કર્યો હતો એ લોકો પણ ગર્ભપાતના વિરોધી નથી.એમનું કહેવું એટલું જ છે કે આમાં બંધારણીયગેરેન્ટીઆપવાની જરૂર નથી, કારણ કે દેશમાં પ્રજનનના અધિકારનેવ્યાપક ટેકો છે. આ બંધારણીય સુધારાને લીધે ફ્રાન્સના ડાબેરી પક્ષોનો ચોખ્ખો વિજય થયો છે, જે૨૦૨૨ પહેલાં જ વર્ષોથી બંધારણમાં ગર્ભપાતના અધિકારની ગેરેન્ટી આપવાની હિમાયત કરી રહ્યા હતા.. જો કે અમેરિકામાં સુપ્રીમ કોર્ટના ચુકાદાને લીધે ફ્રાન્સમાં ભવિષ્યમાંઆ અધિકાર જમણેરીઓ છીનવી ન લે એ સામે આવી ગેરંટીઆપવી જરુરી હતી.

આ સાથે ફ્રાન્સે ૨૫મી વાર બંધારણમાં સુધારો કર્યો છે. ફ્રાન્સ ૧૯૫૮માં પ્રજાસત્તાકદેશ બન્યોહતો. સૌથી મહત્ત્વની વાત એ છે કે ફ્રાન્સના બિશપો અને વેટિકને આવા બંધારણીય સુધારાનો વિરોધ કર્યો હોવા છતાં ફ્રાન્સ ગર્ભપાતને બંધારણીય ગેરેન્ટી આપી છે.વેટિકને કહ્યું હતું કે સાર્વત્રિક માનવ અધિકારનાયુગમાં ગર્ભમાં રહેલા જીવનો જીવવાનો અધિકાર છીનવી ન શકાય. આથી ‘રાઈટ ટુ પ્રેગ્નન્સી’ અને ‘રાઈટ ટુ લીવ’ વચ્ચેનું યુદ્ધ ફ્રાન્સ- અમેરિકા અને અન્ય દેશોમાં સતત ચાલુ જ રહેવાનું.

ભારતમાં શું સ્થિતિ છે ?
ભારતમાં ૧૯૭૦માં ગભર્પાતની છૂટ દેતો કાયદો ઘડાયો હતો. આ કાયદાનું નામ છે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનન્સી (એમટીપી) એક્ટ. જો કે આ કાયદામાં ૨૦ અઠવાડિયા જૂનો જ ગર્ભ પાડવાની મંજૂરી અપાઈ છે. જો ગર્ભ એનાથી વધારે સમયનોહોય તો દંપતીએ અદાલતની પરવાનગી લેવી પડે છે. ફ્રાન્સની સરખામણીમાં ભારતની અદાલતો પણ અમેરિકાનીજેમ પારોઠનાપગલાં ભરી રહી છે. આ વાત બે ચુકાદાથી સાબિત થશે.

૨૩ જાન્યુઆરી દિલ્હી વડી અદાલતે ૨૬ વર્ષની મહિલાને ગર્ભપાત કરવાની છૂટ આપતો પોતાનો જ ચુકાદો પાછો ખેંચ્યો હતો. મહિલાના પતિ બે મહિના પહેલાંજ મરણ પામ્યા હતા. મહિલા૩૦ અઠવાડિયાથી ગર્ભવતી હતી ત્યારે એણે અદાલતનો દરવાજો ખખડાવ્યો હતો. અદાલતે અગાઉ ચુકાદો એવી દલીલ પર આપ્યો હતો કે મહિલા પતિના મરણથી એટલી ભાંગી પડી છે કે એને આત્મહત્યા કરવાના વિચારો આવે છે. જો કે ઓલ ઈન્ડિયા મેડિકલ સાયન્સીસ (એમ્સ)ના તબીબોએ મોડેથી ગર્ભપાત કરવા સામે વાંધો લીધો હતો અને કહ્યું હતું કે ગર્ભ એટલો વિકસિત થઈ ગયો છે કે ગર્ભપાતની પ્રોસિજર બાદ પણ બાળક જીવતું રહે.

આવો જ બીજો કેસ ઓક્ટોબર ૨૦૨૩નો હતો. સુપ્રીમ કોર્ટનીત્રણ જજની ખંડપીઠે એક મહિલા જે પ્રસવોત્તર મનોવિકૃતીથી પીડાતી હતી એની અરજી સાંભળી હતી. થોડા સમય પહેલાજએની ડિલિવરી થઈ હતી. અહીં પણ એમ્સના તબીબોએ કહ્યું હતું કે એમ ટીપીએક્ટ પ્રમાણે આ જૂની ગર્ભાવસ્થા છે. સુપ્રીમ કોર્ટે મહિલાનેગર્ભપાત કરવાની મંજૂરી આપી નહીં. એટલું જ નહીં, મહિલાને એમ્સમાં ડિલિવરી કરાવી બાદમાં બાળકને દત્તક આપવાનુંજણાવ્યું હતું.

‘એમટીપી એક્ટ’ આમ તો જોવા જઈએ તો ૨૪ અઠવાડિયા બાદ મહિલા જાનને ખતરો હોય અથવા તો ગર્ભમાં કોઈ ખામીહોય તો જ છૂટ આપે છે, પરંતુ ભૂતકાળમાં વડી અદાલતઅને સર્વોચ્ચ અદાલતે તેમના વિશેષાધિકાર અને વિવેકનો ઉપયોગ કરીને મોડી મુદતના ગર્ભને પાડવાની મંજૂરી આપી હતી. બીજી તરફ મહિલા ચળવળકારો અને તબીબો કહે છે કે ધારામાં રહેલી ૨૦ અઠવાડિયાની મુદત અધોગામી અને ખતરનાક છે. મેડિકલ સાયન્સ એટલુંઆગળ વધી ગયું છે કે હવે ગમે એટલોજૂનો ગર્ભ હોય તો પણ ગર્ભપાત કરવામાં કોઈ ખતરો નથી માટે આ લિમિટ કાળગ્રસ્ત અને લુપ્ત થયેલી છે. ફ્રાન્સની જેમ ગર્ભપાતનો અધિકાર ફક્ત મહિલાને જ હોવો જોઈએ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…