રાષ્ટ્રસંત પૂ. ગુરુદેવ નમ્રમુનીની વ્યાખ્યાનમાળા નમ્રવાણી | મુંબઈ સમાચાર
ઈન્ટરવલ

રાષ્ટ્રસંત પૂ. ગુરુદેવ નમ્રમુનીની વ્યાખ્યાનમાળા નમ્રવાણી

तू है तो… तेरा धर्म हैं
‘પરમ ગુરુદેવ’

પ્રથમ દિવસ

પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ એટલે પ્રભુને યાદ કરી, પ્રભુના ધર્મને પ્રેમ કરવાનો આધ્યાત્મિક અવસર!

પ્રભુ! તું છે, તો મારા જીવનમાં ધર્મ છે અને મારા હૃદયમાં ધર્મપ્રેમ છે.

જીવનની આ યાત્રામાં જો પ્રભુ સાથે હોય તો જીવનની દરેક ક્ષણ તરવાની ક્ષણ હોય છે અને દરેક ક્ષણ તારનારી ક્ષણ હોય છે. પ્રભુ જો સદાય સ્મૃતિમાં અને સ્મરણમાં હોય, તો પ્રભુના ધર્મ પ્રત્યેનો પ્રેમ પણ હૃદયમાં જીવંત રહે છે. પ્રભુ જો સાથે હોય તો આપણને આપણી ભૂલ જોતા આવડે છે, નહીં તો આપણને આખા જગતની ભૂલ દેખાતી હોય છે.

આ પણ વાંચો: મારી ક્ષમાપના Speed Booster SORRY

યાદ રાખજો,

આ ભૂલ ભરેલાં સંસારમાં, પ્રત્યેક પગલે ભૂલ થતી હોય છે અને સૌથી મોટી ભૂલ તો પ્રભુ મળ્યાં પછી, પ્રભુને ભૂલી જવાની ભૂલ હોય છે.

આખું વર્ષ બીજાની ભૂલો જોઈ, ચાલો, આજે પ્રભુને કહી દઈએ… પ્રભુ! મને મારી ભૂલો બતાડો! પ્રભુ તું છે તો મને મારી ભૂલ દેખાય છે અને પ્રભુ, તને ભૂલું છું, તો મને બીજાની ભૂલો દેખાય છે.

કેટલાંક એવા હોય, જેમનાં માટે પર્યુષણ એ પ્રભુને યાદ કરવાની ક્ષણ હોય અને કેટલાંક એવા હોય, જે પર્યુષણને પ્રભુને ફરિયાદ કરવાની ક્ષણ માનતા હોય. તેઓ પ્રભુને ફરિયાદ કરે કે, પ્રભુ! મારા સંસારનો મોહ કેમ ઉતરતો નથી, મારો રાગ કેમ ઓછો થતો નથી, મારા દોષો કેમ ઘટતાં નથી, મારા અવગુણો કેમ દૂર થતાં નથી, મારા કર્મો કેમ ક્ષય થતા નથી??

આ પણ વાંચો: મારી ક્ષમાપનામાં પ્રભુ! હું તમને પ્રેમ કરું છું,પ્રભુ! તમે મને પ્રેમ કરો છો?

જેમને પોતાની ભૂલો, દોષો, અવગુણો દેખાય તે જ સુધરવાનો પુરુષાર્થ કરી શકે, પોતાનું report card બનાવી શકે કે, આ પર્યુષણમાં મારામાં આટલો સુધારો થયો, મારા આત્માની આટલા અંશે શુદ્ધિ થઈ!

પર્વાધિરાજ પર્યુષણમાં ગુરુ આપણી આત્મધરા પર drilling કરી, આપણી અંદરમાં રહેલાં જ્ઞાનામૃતને બહાર કાઢવાનું કર્તવ્ય નિભાવે છે. આપણી સમજને શ્રેષ્ઠ બનાવવાનો પુરુષાર્થ કરે છે. જેમની આત્મધરા જેટલી વધારે soft એમાં એટલું ઓછું drilling કરવું પડે.

જેમની પ્રભુવચનો પ્રત્યેની શ્રદ્ધા અને ધર્મપ્રેમ વધારે એ ગુરુના માત્ર અલ્પ વચનોમાં પણ ઘણું બધું સમજી જાય, તો કેટલાંક કલાકના પ્રવચન પછી સમજે, તો કેટલાંક પર્યુષણના આઠ દિવસ પછી સમજે!

માનો કે, સામે આતંકવાદી ઊભા હોય અને police એને પોતાની gunનું icence બતાવે કે, જો મારી પાસે gun છે. આ એનું licence છે, એટલાં માત્રથી શું આતંકવાદી એના હથિયાર નીચે રાખી દે? ના! policeના હાથમાં licenceની સાથે gun પણ હોવી જોઈએ!

આ પણ વાંચો: મારી ક્ષમાપનામાં Speed Breaker : Blaming

એમ ‘સમજ પણ જરૂરી છે અને સમજાવનાર પણ જરૂરી છે.’

ઘણા બધાંની ફરિયાદ હોય છે કે, ગુરુદેવ! પર્યુષણમાં પ્રવચન સાંભળીએ ત્યારે મનમાં નિર્ણય થઇ જ જાય કે, હવેથી આમ જ કરવું છે અને આવું તો કરવું જ નથી, પણ જેવી પરિસ્થિતિ આવે એટલે બધી સમજ ભુલાઈ જાય છે.

સમજ લાખો હોય, જેમ કે રાગની situation વખતે અલગ સમજ હોય, jealousy વખતે અલગ સમજ હોય, mistakes સમયે અલગ જ સમજ હોય, ગુસ્સો આવે ત્યારે અલગ સમજ હોય, એટલે સમજ લાખો હોય એટલે ભુલાઈ જવાની શક્યતા વધારે હોય પણ સમજાવનાર તો લાખોમાં એક જ હોય ને! એમને જો યાદ રાખીએ તો બધી સમજ યાદ આવી જાય!

સમજ લાખો હોય છે, સમજાવનાર પ્રભુ કે ગુરુ એક જ હોય છે.

પ્રભુ કે ગુરુને ભૂલવાની એક ભૂલ, લાખ ભૂલનું કારણ બને છે અને પ્રભુ કે ગુરુ જો સતત યાદ રહે છે, તો દરેક ભૂલને સુધારી શકાય છે.

સમજને પ્રેમ કરવો જોઈએ કે સમજાવવાવાળાને?

જે જેને પ્રેમ કરતાં હોય, એમને તે ક્યારેય ભૂલી શકે?

જો મને એક મારા પ્રભુ કે ગુરુ યાદ રહે તો મને એ એકની લાખો સમજ automatic યાદ આવી જ જાય!

तू है तो… तेरा धर्म हैं
गुरु तू है तो…तेरी समझ से धर्म के प्रति प्रेम है|

સમજાવનાર હોય તો, સમજ સહજ બની જાય!

જેટલું શરણ શ્રેષ્ઠ, એટલું સ્મરણ strong

થોડાં દિવસ પહેલાં એક ભાઈ આવ્યાં હતાં, એમણે કહ્યું, અમે U.S.A.માં એક sight seeing place માં ગયાં હતાં, ત્યાં ચારે તરફgreenery હતી અને એના ઉપર જ ચાલીને જવાનું હતું. મારા નાનકડાં દીકરાએ તરત જ કહ્યું, daddy મને મારાLook N Learn !ના દીદીએ સમજાવ્યું છે કે, grassમાં પણ જીવ હોય, એના પર ચલાય નહીં. એના પર ચાલીએ તો જેમ એક હાથી મારા body પર પગ મૂકે અને મને જેટલું pain થાય, એટલું pain આપણે જ્યારે લફિતત પર પગ મૂકીએ ત્યારે તે grassના જીવને થાય. આપણે અહીંયા નથી જવું.

આનંદની enjoy કરવાની એ સ્થિતિમાં પણ એ નાનકડા બાળકને કોણ યાદ આવ્યું? સમજાવનાર દીદી યાદ આવ્યાં અને દીદી યાદ આવ્યાં એટલે દીદીએ સમજાવેલી સમજ પણ યાદ આવી ગઈ! એટલે એ પાપથી, દોષથી અને હિંસાથી બચી ગયો અને એના parentsને પણ બચાવ્યાં!

સમજાવનાર પ્રભુ કે ગુરુ સાથે એવી પ્રીત જોડવી અને શરણભાવને એવો શ્રેષ્ઠ બનાવવો કે તેઓ ક્યારેય ભુલાય નહીં.

પરિવર્તન એના જ હૃદયનું થાય છે, જેના હૃદયમાં પ્રભુ અને પ્રભુપુત્ર પ્રત્યે પ્રેમ અને સમર્પણભાવ હોય છે.

જેના અંતરમાં પ્રેમ ન હોય, તેના માટે પર્યુષણ માત્ર protocol બનીને રહે છે.

પર્યુષણ એ માત્ર protocols રૂપ નિયમ હોવા જોઈએ કે પર્યુષણ પરમાત્માને call (promise) આપવા માટે હોવા જોઈએ?

પ્રભુ આ પર્યુષણમાં મારું તને promise છે, મારી દરેક વાતમાં પ્રભુ તારી યાદ હશે. પ્રભુ તારી યાદ હશે તો મારી દરેક ક્ષણ, સમજની ક્ષણ બની જશે. પ્રભુ, તું હશે તો મારી દરેક સમસ્યાનું સમાધાન હશે.

એક ભક્ત જો ભગવાનને પ્રેમ કરવા લાગે તો, ભગવાનની બધી વાતો, બધી સમજ, બધી આજ્ઞા, બધાં સિદ્ધાંતો તેને શિરોમાન્ય બની જાય.

પ્રભુ મને 100 logic નથી સમજવા, મને તો માત્ર તારા પ્રેમનું magic touch જોઈએ છે.

તારા પ્રેમના magic touchથી કથિર જેવો હું પણ કંચન બની જઈશ. આવી ક્ષમતા હોય છે, પ્રભુ પ્રત્યેના પ્રેમમાં!

જે પ્રભુને, પ્રભુના ધર્મને પ્રેમ કરે છે, એના બધાં પાપ-દોષો અને ભૂલો ધોવાઈ જાય છે. ગૌતમ પ્રભુ મહાવીરને પ્રેમ કરે અને ગૌતમનો અહમ્ શૂન્ય થઈ જાય, ખૂની અર્જુનમાળી પ્રભુને પ્રેમ કરે અને મુનિ બની જાય.

શ્રેષ્ઠ મળ્યાં પછી, જે એમની શ્રેષ્ઠતાનો અહેસાસ કરે, તે પણ ભાવિની શ્રેષ્ઠતાનું સર્જન કરી લે અને શ્રેષ્ઠને જે સામાન્ય માને, તે સ્વયં સામાન્ય જ રહી જાય.

‘સમજ તો લાખો હોય, પણ સમજાવનાર લાખોમાં એક હોય!’

પર્યુષણ એટલે પ્રભુ પ્રત્યેના સ્નેહ અને શરણ ભાવને દૃઢ કરી, પ્રભુના ધર્મને અત્યંત અહોભાવથી પ્રેમ કરવો. પ્રભુ સ્મૃતિમાં હશે તો પ્રભુનો ધર્મ automatic યાદ આવી જશે અને પાપથી, ભૂલથી, દોષોથી, અવગુણોથી અટકાવશે.

સંકલ્પ:

આ વર્ષે મારે પ્રભુ પ્રેમ, ધર્મપ્રેમ અને શરણભાવને એવા ઉત્કૃષ્ટ કરવા છે કે મારી દરેક વાતમાં પ્રભુની યાદ હોય!

સમજ લાખો હોય છે, સમજાવનાર પ્રભુ કે ગુરુ એક જ હોય છે.

પ્રભુ કે ગુરુને ભૂલવાની એક ભૂલ, લાખ ભૂલનું કારણ બને છે અને પ્રભુ કે ગુરુ જો સતત યાદ રહે છે, તો દરેક ભૂલને સુધારી શકાય છે.

સમજાવનાર હોય તો, સમજ સહજ બની જાય! જેટલું શરણ શ્રેષ્ઠ, એટલું સ્મરણ strong!

સમજાવનાર પ્રભુ કે ગુરુ સાથે એવી પ્રીત જોડવી અને શરણભાવને એવો શ્રેષ્ઠ બનાવવો કે તેઓ ક્યારે ભુલાય નહીં.

પરિવર્તન એના જ હૃદયનું થાય છે, જેના હૃદયમાં પ્રભુ અને પ્રભુપુત્ર પ્રત્યે પ્રેમ અને સમર્પણભાવ હોય છે.

જેના અંતરમાં પ્રેમ ન હોય, તેના માટે પર્યુષણ માત્ર protocol બનીને રહે છે.

શ્રેષ્ઠ મળ્યાં પછી, જે શ્રેષ્ઠતાનો અહેસાસ કરે છે, તે પણ ભાવિની શ્રેષ્ઠતાનું સર્જન કરી લે છે અને શ્રેષ્ઠને જે સામાન્ય માને, તે સ્વયં સામાન્ય જ રહી જાય છે.

પ્રભુ! આ પર્યુષણમાં મારું તને promise છે, મારી દરેક વાતમાં પ્રભુ તારી યાદ હશે. પ્રભુ તારી યાદ હશે તો મારી દરેક ક્ષણ સમજની ક્ષણ બની જશે. પ્રભુ તું હશે તો મારી દરેક સમસ્યાનું સમાધાન હશે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button