ઈન્ટરવલ

રમૂજી સવાલના મનમોજી જવાબ…

દર્શન ભાવસાર

શહેરને દુલ્હનની જેમ સજાવાય ત્યારે દુલ્હો ક્યાં જતો હશે?

  • બીજે કયાં? ગામડે…
    પરસેવે ન્હાય એ જગ પર રાજ કરે પણ, ના ન્હાય તો?
  • પારકી નોકરી કરે ને પરસેવો પાડે!
    પતિ કમાય તોય પત્નીને ગૃહ લક્ષ્મી કેમ કહેવાય?
  • પત્નીના હાથમાં પગાર જાય એટલે…
    જાહેર જીવન અને ખાનગી જીવન વચ્ચે શું તફાવત?
  • પત્ની સાથે ફરો તો જાહેર જીવન અને પ્રેમિકા સાથે થિયેટરમાં જાવ એ ખાનગી જીવન…
    લગ્નમાં કયા વારની બોલબાલા હોય?
  • જમણવારની… !
    યોગ ભગાડે રોગ… પણ, ક્યાં સુધી ભગાડે?
  • ડોક્ટરને બોલાવો જ પડે ત્યાં સુધી…
    પાર્થ ચઢાવે બાણની મોડર્ન વ્યાખ્યા શું?
  • પાર્થ ફટકાર કોર્ટમાં પિટિશન…!
    ‘કામ સિવાય બેસવું નહીં’ લખ્યું હોય ત્યાં ઊભા રહેવાય?
  • ફ્રી હો તો ત્યાં સૂઈ પણ જવાય…!
    સુરતમાં ગંદકી ના હોય તો કેવું લાગે?
  • ખૂબસૂરત…!
    સાડીનાં સેલ ના યોજાય તો?
  • તો પત્નીઓને મૂંઝા- વા ઊપડે…
    મંદિરમાં પૂજારી ના હોય તો?
  • દુર્લભ પ્રભુના દર્શન સુલભ થઈ જાય…
    મણી કેટલાં પ્રકારના હોય?
  • પારસમણી-ચિંતામણી અને અળખામણી!
    શિક્ષકની ભૂલ કોણ શોધે?
  • કોચિંગ ક્લાસનો શિક્ષક…
    વાલિયો લૂંટારો આજના યુગમાં જન્મ્યો હોત તો?
  • એનો ધંધો ન ચાલત…એની પહેલાં નેતા નામના લૂંટારાઓનો ધંધો ધમધોકાર ચાલતો હોત!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button