ઈન્ટરવલ
રમૂજી સવાલના મનમોજી જવાબ…

દર્શન ભાવસાર
પડતર ધોકાને દિવસે શું કરવું?
- કોઈને નડતર ના થાય એવું કામ…
દરિયાદિલ કેવું હોય?
- ચાર-પાંચ કન્યા સાથે રિલેશન રાખી શકે એવું!
જુગારમાં હાર-જીત સિવાય નવું શું થાય?
- પોલીસની રેડ ને પછી લેતી-દેતીના ખેલ!
જુઠ્ઠું બોલવાનો ફાયદો શું?
- સાચું બોલવાની કોઈ સલાહ ના આપે…
ફટાકડાની આબરૂ કયારે જાય?
- સુરસુરિયું થાય ત્યારે!
ગુનેગારોની ગેંગ હોય તો શાહુકારની?
- સહકારી મંડળી ને બેંક… (આ વાત અમુક અપવાદને જ લાગુ પડે છે!)
ઉછીના પૈસા પાછા ના આપવા શું કરવું?
- રડો…રડાવો કે રખડાવો!
પુલાવ અને ફૂલાવમાં શું ફરક?
- એકથી પેટ અને બીજાથી મન ભરાય…
સાબુ મેલો થાય તો?
- -તો સાબુને ડિટર્જન્ટથી સાફ કરવાનો…!
સપનામાં હીરોઈન આવીને જતી રહે છે…
- તો મોડે સુધી સૂવાનું રાખો…
કોનો ડાન્સ જોવાનું જાનૈયા પસંદ કરે?
- વર કરતાં ઘોડાનો !
મારું મીણનું પૂતળું બનાવવા કયો પોઝ આપું?
- બોસ તમને વઢતા હોય એ વખતનો!
ખાડાનું ખાતમુહૂર્ત થાય તો?
- એમાંય ખાડો તો ખોદવો પડે!
રિસાયેલી પત્નીને નેતાજી કેવી રીતે મનાવતાં હશે?
- પ્રજાને જાહેરમાં આપ્યાં હોય એ કરતાં ખાનગીમાં વધુ વચન આપીને!
પત્નીને મનાવવી સારી કે પટાવવી?
- કોની પત્નીને.? ખુલાસો તો કરો !
આ પણ વાંચો…રમૂજી સવાલના મનમોજી જવાબ



