તસવીરની આરપારઃ દિવાળીના વેકેશનમાં જેસલમેર રણ સફારીની મોજ માણવા જેવી ખરી

- ભાટી એન.
દીપાવલીનું નવલું પર્વ આવી ગયું છે…!?. જી હા, અને વિદ્યાર્થીઓનું મીની વેકેશન આવી ગયું છે, એટલે એકજ વાત મસ્તિસ્કમાં ઘુમરાવે ચડે હો,!, કે કિયાં ફરવા જવું,!?. તો આપને ફરવા માટે ટુરિઝમ ક્ષેત્રે રાજસ્થાન તરત મગજમાં આવે ને.!!?.
જોકે ત્યાં આપને જયપુર, જોધપુર, ઉદેપુર, આબુ, સાથે જેસલમેર ચોક્કસ જવાની ખ્વાહિશ હોય કારણ કે આ ગોલ્ડન સિટી બેહદ મનમોહક છે, ત્યાંનો કિલ્લો આજે પણ અદ્ભુત છે, અદ્વિતીય છે,અને ત્યાંની હવેલીઓ, સાથે ઘણું બધું નિહાળવા જેવું છે તેમાં એક રણ સફારી””DESERT SAFARI” ડેઝર્ટ સફારી આજે રાજસ્થાનનું ઉત્તમ પ્રવાસન સ્થળ બની ગયું છે.
તેના વિશે પ્રથમ થોડી ભૌગોલિક માહિતી આપી દઉં તો રણ એક હલચલવાળી સપાટી રજૂ કરે છે, જેમાં ઊંચા અને નીચા રેતીના ટેકરાઓ, રેતાળ મેદાનો અને નીચા ઉજજડ ટેકરીઓ અથવા ભાકર દ્વારા અલગ પડેલા છે, જે આસપાસના મેદાનોમાંથી અચાનક ઊગે છે. ટેકરાઓ સતત ગતિમાં હોય છે અને વિવિધ આકાર અને કદ ધારણ કરે છે.
જોકે, જૂના ટેકરાઓ અર્ધ-સ્થિર અથવા સ્થિર સ્થિતિમાં હોય છે, અને ઘણા આસપાસના વિસ્તારોથી લગભગ 500 ફૂટ (150 મીટર) ની ઊંચાઈ સુધી વધે છે. ઘણા પ્લેયા (ખારા તળાવોના તળિયા), જેને સ્થાનિક રીતે ધાંડ તરીકે ઓળખવામાં આવે છે, તે સમગ્ર પ્રદેશમાં પથરાયેલા છે.
આ જમીનમાં ઘણાં મુખ્ય જૂથો હોય છે રણની જમીન, લાલ રણની જમીન, સીરોઝેમ્સ (ભૂરા રંગની રાખોડી માટી), તળેટીની લાલ અને પીળી માટી, ખારા પ્રદેશની ખારી માટી, અને ટેકરીઓમાં જોવા મળતી લિથોસોલ્સ (છીછરી હવામાનવાળી માટી) અને રેગોસોલ્સ (નરમ છૂટી માટી). આ બધી જમીન મુખ્યત્વે બરછટ રચનાવાળી, સારી રીતે પાણી નિતારેલી અને ચૂના જેવી ( કેલ્શિયમ ધરાવતી) હોય છે.
ચૂનાનો જાડો સંચય ઘણીવાર વિવિધ ઊંડાણો પર થાય છે. આ જમીન સામાન્ય રીતે બિનફળદ્રુપ હોય છે અને પવનના તીવ્ર ધોવાણને કારણે રેતીથી ભરાઈ જાય છે. રણમાં વાર્ષિક વરસાદનું પ્રમાણ સામાન્ય રીતે ઓછું હોય છે, જે પશ્ચિમમાં લગભગ 4 ઇંચ (100 મિમી) કે તેથી ઓછો વરસાદ પડે છે કારણ રેતીમાં કોઈ વૃક્ષ નથી ઓન્લી રેતાળ પ્રદેશ છે ત્યાંનાં લોકો પણ રણ સફારી ઉપર નિર્ભર છે.
હું તાજેતરમાં જેસલમેર ટુર કરી આવ્યો મેં તો ઘણી વાર જેસલમેર જોયું છે, પણ રણ સફારી વિશે ઘણું જાણેલ એટલે થયું આપણે પણ રેતીમાં લીટા જોતા આવીએ.!?. પણ જેસલમેરથી 20 કિલોમીટર દૂર રણ સફારી એટલે ખાસું વિશાળ છે, રણ સફારીનો જરાતરા પરિચય કરાવું તો મુખ્યત્વે ત્યાં પ્રવાસીઓ નાઈટ રાત્રી રોકાણ કરવા આવે છે,!, એટલે સંધ્યા થાય તે પહેલા રણ સફારીમાં અસંખ્ય તંબુની અત્યાધુનિક અ. ઈ. હોટલ છે, રણમાં તંબુ…તંબુ…
રણમાં ગયા પછી રેતી પર ઉતારે ત્યાં મોટર સાઇકલ જેવી ટચૂકડી જીપડીઓમાં બેસવાની મોજ અલગ હો તેનો ચાર્જ જુદો પણ રેતીમાં આ જીપડી ચાલે તે જોઈને આપણો જીવ તાળવે ચોંટી જાય પણ ત્યાં કોઈ રસ્તો નહીં ગમે ત્યાં ગમે તેમ મોજે મોજથી જીપડી ચાલે,!. ત્યાં ઊંટ પર ફરવાની મજા નિરાળી હોય છે,
પ્રવાસીઓ કેમલ રાઈડમાં બેસે અને સાંજે સૂરજ અસ્ત થાય અને અવનીમાં ઊતરતો હોય તેવો વિરાટ ગોલ્ડન સૂરજ જોઈ રાત્રી થતા જ જીપમાં પરત જે તે તંબુ હોટેલમાં લઈ આવે ત્યાં આવતા Wel come સોન્ગ સાથે રાજસ્થાની સ્પેરા ડ્રેસમાં લેડીઝ તિલક કરે અને ફ્રેશ થયા બાદ હોટલ વચ્ચે રાજસ્થાની કલાકાર પોતાની કલરફુલ પાઘડી અને ઢોલ, પેટી, મંઝિરા સાથે ગાયક કલાકાર આમ તો અભણ કે ઓછું ભણેલા હોય પણ પોતાની ગાયકીના હિસાબે અને તેની સાથે લેડીઝ સપેરા કલાકાર પોતાનો ઓરિજનલ રાજસ્થાની બ્લેક ડ્રેસમાં આવી રાજસ્થાની ગીત પર નૃત્ય કરે.
ત્યારે ફરતા ટુરિસ્ટ બેઠા હોય ઢોલિયો ઢાળી અને ખુલ્લી રાત્રીમાં પૂનમ ચાંદમાં કુદરતનાં ખોળે હોય નીરવ શાંતિ તેમાં આ ગીતો દિલમાં જુગનુ જાગી જાય અને મોજે મોજ કરતા છેલ્લે ટુરિસ્ટ પણ નાચવા લાગે આ મોજ માણ્યા બાદ ભોજન લઈ શુભરાત્રી કરી મસ્ત નીંદર કરી સુપ્રભાતે ચા, નાસ્તો કરી હોટલથી જવાનો સમય થાય પણ આ રણ સફારી આમ તો મોંઘી છે.!?. હા એક વ્યક્તિ દીઠ 1500 રૂપિયા જેવો મિનિમમ ચાર્જ પેકેજ સાથે લે છે, પણ એક વાર રણ સફારીની મોજ માણવા જેવી ખરી.
આપણ વાંચો: ઔર યે મૌસમ હંસીં… મનમાં રમતી અપરાધ ભાવના ભોજનનું સુખ ભોગવવા દેતી નથી