ફેશનઃ લગ્નગાળામાં તમે શું પહેરશો?

ખુશ્બુ મુલાણી ઠક્કર
હાલમાં લગ્ન ગાળો ચાલી રહ્યો છે. જેટલી લગ્ન કરનારી યુવતી ઉત્સાહી હોય છે તેટલી જ તેની બહેનપણી અને બીજા પરિવારના સભ્યો પણ ઉત્સાહી હોય છે. ખાસ ઉત્સાહ કપડાને લઈને હોય છે. બ્રાઈડની બહેનપણીઓ લગ્નમાં સાડી પહેરવાનું વિચારે છે. સાડી ભલે ફેન્સી ન હોય, પરંતુ બ્લાઉઝ હેવી હોય છે.
આજકાલની યુવતીઓને ટિપિક્લ કપડાં નથી પહેરવા. કૈક હટકે પહેરવું છે, પરંતુ થોડો ટ્રેડિશનલ લૂક પણ હોવો જોઈએ. તમે કેટલી વખત નવા કપડાં કરાવશો જૂના કપડાં આજે સારા છે તેને વાપરી શકાય. જો તમને ફેશન સેન્સ હોય તો તમે તમારા કપડાને વારંવાર અલગ અલગ રીતે પહેરી શકો. ચાલો જાણીયે આ લગ્નની સિઝનમાં કઈ રીતે હટકે લાગી શકાય.
આપણ વાચો: ફેશનઃ નાણાવટી રે સાજન બેઠું માંડવે…
હલ્દી-આજકાલ એવો ટ્રેન્ડ ચાલે છે કે, હલ્દીમાં માત્ર યેલ્લો કલરના જ કપડાં પહેરવામાં આવે છે, પરંતુ હવે યુવતીઓ માત્ર યલ્લો કલર જ નથી પહેરતી. યલ્લો સાથે રાખી તેની સાથે કોન્ટ્રાસ્ટ કલરમાં કપડાં પહેરે છે.
જેમકે, યલ્લો કલરનો ચણિયો અને તેની સાથે રાણી કલરનું શોર્ટ બ્લાઉઝ અથવા તો યલ્લો કલરના ચણિયા સાથે રોયલ બ્લુ લુઝ ટોપ પહેરી શકાય. તમારી હાઈટ બોડી અને સ્કિન ટોનને આધારે તમે આ ડ્રેસની સ્ટાઇલિંગ વિચારી શકો.
જો તમારું શરીર ભરેલું હોય તો, આખો યલ્લો કલરનો ડ્રેસ ન પહેરવો. યલ્લો કલરથી વધારે જાડા લાગશે. ઓવર ઓલ લૂક બ્રેક કરવા માટે કોઈ કોન્ટ્રાસ્ટ કલરનો ઉપયોગ કરવો. જો તમારું શરીર સુડોળ હોય તો તમે એ કોઈ પણ કલર કોમ્બિનેશન આસાનીથી કેરી કરી શકશો. હલ્દી માટે તમે ચણિયા સાથે શોર્ટ ટોપ કે શર્ટ ટાઈપનું ટોપ પહેરી શકાયો અથવા તો, ફલેરી પ્લાઝો સાથે પેપ્લમ ટોપ. હલદીમાં એવો ડ્રેસ પહેરવો કે જેમાં દુપટ્ટા ન હોય.
આપણ વાચો: ફેશનઃ શાલના વિવિધ પ્રકાર… તેને કેવી રીતે સ્ટાઇલ કરશો
સંગીત-સંગીતમાં પહેરવા માટે ઘણા ઓપ્શન છે. સંગીત એ એવો પ્રસંગ છે કે જેમાં બધી જ વયના લોકો એન્જોય કરે છે. સંગીતમાં તમે કોઈ ટ્રેન્ડ ન પણ ફોલો કરો તો ચાલે અથવા તો કોઈ એક થીમ નક્કી કરો તો પણ ચાલે.
સંગીતમાં જેટલા ટ્રેન્ડી કપડાં પહેરશો તેટલા જ સ્ટાઈલિશ લાગશો. ચણિયા સાથે હોલ્ટર બ્લાઉઝ અને કોન્ટ્રાસ્ટ દુપટ્ટો કે પછી શરારા. હાલમાં અલગ અલગ સ્ટાઇલના બ્લાઉઝ ખૂબ જ ફેશનમાં છે. કલોઝ નેકવાળા બ્લાઉઝ એક રોયલ લૂક આપે છે.
જો તમારું શરીર ભરેલું હોય તો કલોઝ નેકવાળા બ્લાઉઝ પહેરવા નહીં, તમારા શોલ્ડર અને હાથ વધારે હેવી લાગશે. જામેવાર પેન્ટ સાથે બેકલેસ ચોળી પણ પહેરી શકાય.
આપણ વાચો: ફેશનઃ શિયાળા માટે તૈયાર છો?
ચોળી ન પહેરવી હોય તો, જેકેટ પણ પહેરી શકાય. તમારી હાઈટ અને બોડી હિસાબે તમે જેકેટના વર્ક અને લંબાઈની પસંદગી કરી શકો. જો તમને ચણિયા ચોળી, પ્લાઝો કે શરારા ન પહેરવા હોય તો તમે ગાઉન પણ પહેરી શકો. ગાઉનમાં ઘણી વેરાઈટી આવે છે.
તમારી હાઈટ બોડી અનુસાર તમે ગાઉનની પસંદગી કરી શકો. ગાઉનમાં ફ્રી રહેવાય છે. દુપટ્ટાની મગજમારી નથી હોતી. ધ્યાન એટલું જ રાખવું કે તમારી હાઈટ મુજબ ગાઉનની લંબાઈ ઓછી કરાવી નાખવી.
ગાઉન ક્યારેય પણ આઉટ ઑફ ફેશન થતી નથી. જો તમને કોઈ મલ્ટીપર્પઝ પહેરવું હોય તો, પ્લેન ગાઉન લઈ તેની પર ટ્રાન્સપેરન્ટ લોન્ગ જેકેટ કરાવવું. ક્યારેક જેકેટ ઓપન રાખી શકાય.
તો બીજી કોઈ ઇવેન્ટ માટે જેકેટને કમર પર બંધ કરી તેની પર ગોલ્ડન કે સિલ્વર બેલ્ટ પહેરી લેવો. બેલ્ટની પસંદગી તમારી આઉટફિટ મુજબ અને તમારી બોડી ટાઈપને આધારે કરવો. હન્ડવર્ક કરેલા પણ બેલ્ટ આવે છે. તમે ઇવેન્ટને અનુરૂપ વર્કવાળા બેલ્ટની પસંદગી કરી શકો. આ જે લોન્ગ જેકેટ છે તે તમે કોઈ બીજા ડ્રેસ સાથે પણ મિક્સ ઍન્ડ મેચ કરી પહેરી શકો.
આપણ વાચો: ફેશનઃ રેડી ટુ વેર સાડી આધુનિક સ્ત્રી માટેની નવી સુવિધા
ઘરેણાં અને એક્સેસરીઝ-હવેના સમયમાં કોઈ સાચ્યા સોનાના દાગીના પહેરતા નથી. દરેક સ્ત્રીને એવું જ હોય છે કે, મારા ઘરેણાં અને કપડાં રિપીટ ન થાય. ફરી પહેરવા પડે એનો વાંધો નથી, પરંતુ તેજ પરિવારજનો અને મિત્રોમાં એ લૂક પાછો રિપીટ ન થવા જોઈએ.
તેથી જ સ્ત્રીઓ હવે સ્માર્ટ ઓપ્શન અપનાવે છે કે, પોતાના કપડાને અનુરૂપ દાગીનાની પસંદગી કરે છે. આજકાલ એટલી નવી નવી વેરાઈટી આવે છે કે તમે તમારા બધી જ ટાઈપના કપડાં સાથે દાગીનાનું મિક્સ ઍન્ડ મેચ કરી શકો.
લગ્નના અલગ અલગ પ્રસંગમાં જે એક્સેસરીઝ પહેરવામાં આવે છે તે તમે ભાડેથી પણ લઇ શકો છો જેમકે, હેરમાં લગાડવામાં આવતા હેર બ્રોંચીસ કે પછી કપડાં પહેરવામાં આવતા બ્રોંચીસ કે હેંગિંગ કે પછી હેર ઍક્સટેંશન, નેલ એક્સેસરીઝ વગેરે વગેરે.
પ્રસંગને અનુરૂપ જે ક્લચ વાપરો છે તે હંમેશાં ગોલ્ડન, સિલ્વર કે કોપર કલરમાં હોવું જ જોઈએ. આ કલર્સ ક્યારેય પણ આઉટ ઑફ ફેશન થતા નથી અને આ ટ્રેકલર મોટા ભાગે વેડિંગ ફંક્શનમાં સારા જ લાગે છે.
તેવી જ રીતે ફુટ વેર પણ ગોલ્ડન, સિલ્વર અને કોપર કલરમાં હોવા જ જોઈએ જેથી કરી કોઈ પણ આઉટફિટ સાથે મિક્સ ઍન્ડ મેચ કરીશ શકાય. તમારી હાઈટ અને આઉટફિટને આધારે ફ્લેટ ચપ્પલ કે હિલવાળા ચપ્પલ પહેરવા.



