પ્રજામત…

લોકલ ટ્રેનમાં ઓટોમેટિક દરવાજા શક્ય છે?
મુંબઈની લોકલ ટ્રેનોમાં અકસ્માતને અટકાવવા માટે ઓટોમેટિક દરવાજા મૂકવાની ભલામણ કરવામાં આવી છે. એવામાં સવાલ એ થાય છે કે શું આ શક્ય છે? મેટ્રોમાં આવા દરવાજા છે છતાં જ્યારે ભીડ વધતાં આવા દરવાજા બંધ થવામાં તકલીફ થાય છે. ચાર-પાંચ પ્રયાસ બાદ જ આ દરવાજા બંધ થાય છે. લોકલ ટ્રેનમાં પ્રવાસીઓ દરવાજા પાસે જ લટકતાં હોય છે. આવી સ્થિતિમાં ઓટોમેટિક દરવાજા કેવી રીતે બંધ થશે? ટ્રેન પણ મોડી પડશે, કેમ કે દરવાજા બંધ ન થાય ત્યાં સુધી ટ્રેન આગળ વધશે નહીં.
-રાજકુમાર ગાંગજી ગાલા, ઘાટકોપર (ઈસ્ટ)
માતા-પિતાની મિલકતમાં દીકરીનો અધિકાર કેટલો વાજબી?
પિતાની સંપત્તિમાં પરિણીત દીકરીનો હક કેટલી હદે યોગ્ય છે? દીકરી પરણીને સાસરે જાય ત્યારે તેની અટક બદલાઈ જાય છે. નામ પાછળ પતિનું નામ લાગી જાય છે. એથી તેને પતિની સંપત્તિમાં હક મળે છે.
જોકે પરણ્યાં પછી મા-બાપની તે કેટલી સેવા-ચાકરી કરે છે? તેમની કેટલી કાળજી લે છે? દીકરીઓને પિતા અને પતિની મિલ્કતમાં હક મળે એથી તેમને ડબલ ફાયદો થાય છે.
જોકે દીકરા અને પુત્રવધૂઓ તેમની સેવા કરે છે. તેમની તમામ જરૂરિયાતો પૂરી કરે છે. એવામાં દીકરીને અધિકાર આપવો એ દીકરા અને પુત્રવધૂ સાથે અન્યાય થયો હોય એવું નથી લાગતું?
- રાજકુમાર ગાંગજી ગાલા, ઘાટકોપર (ઈસ્ટ)



