ઈન્ટરવલ
રમૂજી સવાલના મનમોજી જવાબ

દર્શન ભાવસાર
બત્રીસ કોઠે દીવા થાય. તો લાઈટ કેમ નહીં?
આ પણ વાંચો: રમૂજી સવાલના મનમોજી જવાબ…
- કહેવત રચનારાના જમાનામાં ઇલેક્ટ્રિસિટી નહોતી.
ડ્રીમ ગર્લ હોય તો ડ્રીમ વુમન કેમ નહીં?. - ડ્રીમ ગર્લ યોજના માત્ર અપરિણીત યુવકો માટે છે.
ગાંધીજી ફરીથી ભારતમાં જન્મ લે તો એમને કોઈ ઓળખે ખરાં? - હા, આધાર કાર્ડ- પાન કાર્ડ ને ચૂંટણી કાર્ડ હોય તો તરત ઓળખે.
ઘરજમાઈ બનવાના ફાયદા શું? - પત્ની વારંવાર પિયર જવાની જિદ ન કરે
આત્મકથા ક્યારે લખવી જોઈએ? - તમારો આત્મા ને પુસ્તક પ્રકાશક જાગે ત્યારે!
સડેલી કેરી ટોપલાની બધી કેરી કેવી રીતે બગાડી શકે? - એક ભ્રષ્ટ નેતા જેમ આખા પક્ષને બગાડી શકે તેમ !
મામાનું ઘર કેટલે દીવો બળે એટલે. ? - ગૂગલ જેટલું દૂર બતાવે એટલે!
પંખીડાને પિંજરું જૂનું જૂનું કેમ લાગતું હશે? - જૂનું આપીને નવું લઈ જવાની કોઈ સ્કીમ વાંચી હશે.
પ્રદક્ષિણા કરનારને દક્ષિણા મળે કે આપવી પડે? - કોની પ્રદક્ષિણા કરો છો એના પર બધો આધાર છે.
ઝીરો બેલેન્સ -, ઝીરો ક્રાઈમ- ઝીરો ફિગર. હવે બાકી શું રહ્યું.? - ઝીરોનું ઝીરો ઝીરો ! .
ભગત કેટલા પ્રકારના હોય? - અઠંગ ભગત, ઠગ ભગત, મિલી ભગત, ઈત્યાદિ..
ઘર અને બહારના યુદ્ધમાં શું ફરક? - બહારનું યુદ્ધ બધા જુએ- ઘરનું યુદ્ધ પાડોશી સાંભળે !
પ્રાણ જાયે પર વચન ન જાયેં…આ જૂની કહેવત- આજે નવી કંઈ ? - હવે ‘વચન જાયેં, પર પ્રાણ નહીં…’
રસગુલ્લા અને હસગુલ્લા ભેગા કરો તો? - મસ્તગુલ્લા બને !
જીતે એ સિકંદર…અને હારે એ? - છછુંદર.!