નવા ભારતના શિલ્પકાર નરેન્દ્ર મોદી
ઈન્ટરવલ

નવા ભારતના શિલ્પકાર નરેન્દ્ર મોદી

એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન, મહારાષ્ટ્ર

વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક એવા જનનાયક જેમણે ભારતનું નામ આખી દુનિયામાં ઊંચું કર્યું છે, તેમને આપણે નવા યુગના ભાગ્યવિધાતા કહી શકીએ છીએ.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના જન્મ દિવસે શબ્દપૂષ્પો દ્વારા હાર્દિક શુભકામના આપવાની સાથે એવી પ્રાર્થના ભગવાનને કરું છું કે તેમને શ્રેષ્ઠ આરોગ્ય આપે જેથી તેઓ અનેક વર્ષો સુધી અમને રાષ્ટ્ર સેવાની પ્રેરણા આપતા રહે. છેલ્લા અગિયાર વર્ષમાં તેમણે વડા પ્રધાન તરીકે કરેલું કામ દરેક ભારતીયો માટે ગર્વનો વિષય બની રહેશે.

ત્રણ વર્ષ પહેલાં તેમના આશીર્વાદથી મને મહારાષ્ટ્ર જેવાં અગ્રણી અને પ્રગતિશીલ રાજ્યનું નેતૃત્વ કરવાની તક મળી હતી. મેં મુખ્ય પ્રધાનપદ અને દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્ય પ્રધાનપદના શપથ લીધા હતા. આ અવસર નાનો હોવા છતાં જ્યારે ત્યારબાદ મેં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે સંવાદ કર્યો ત્યારે તેમણે મને જે કહ્યું હતું તે શબ્દો આજે પણ મારા કાનમાં ગૂંજે છે.

તેમણે કહ્યું હતું કે ‘તમે એક ગ્રાસરૂટના નેતા છો, મને વિશ્વાસ છે કે તમે પોતાના અનુભવોથી મહારાષ્ટ્ર જેવા રાજ્યને ઘણી ઊંચાઈ પર લઈ જશો. મળીને કામ કરો, સારું કામ કરો, કોઈ મદદની આવશ્યકતા હોય તો મને ચોક્કસ કહેજો. મહારાષ્ટ્રના વિકાસ માટે બધું જ કરી છૂટીશ.

વાસ્તવમાં કરોડો લોકોના દિલ પર રાજ કરવાનું કોઈ સજીવ ઉદાહરણ નરેન્દ્ર મોદીજી છે. હું એનડીએના ગઠબંધનમાં શિવસેનાનો નેતા છું. ભારતીય જનતા પાર્ટી એક સશક્ત રાષ્ટ્રીય પાર્ટી છે અને તેના શિર્ષ નેતૃત્વમાં આસનસ્થ મોદીજી જેવા વ્યક્તિએ મારા જેવા સામાન્ય કાર્યકર્તાને આટલી મોટી જવાબદારી સોંપી અને સાથે જ હિંમત પણ આપી હતી. આ મારા જીવનની સૌૈથી મોટી સિદ્ધિ છે.

મુખ્ય પ્રધાન બનવા પહેલાં મને નરેન્દ્ર મોદી જેવું વિરાટ વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ સાથે મુલાકાતની કોઈ તક મળી નહોતી. ક્યારેક સિનિયર શિવસેનાના નેતાઓ સાથે કોઈ કાર્યક્રમમાં તેમના દર્શન થયા હશે, પરંતુ છેલ્લા ત્રણ વર્ષમાં મહારાષ્ટ્રમાં અને દિલ્હીમાં તેમની સાથે અનેક મુલાકાતો થઈ છે.

આ મુલાકાત કેટલીક મિનિટોની હોય કે પછી આખા દિવસની હોય, દરેક મુલાકાત મારા માટે પારસના સ્પર્શ જેવી બની રહી છે. તેમનો સ્પષ્ટ અને માર્મિક સંવાદ અને હળવીફૂલ મજાક દરેક માટે અવિસ્મરણીય હોય છે.

મોદીજીનું જીવન સંઘર્ષ અને પ્રેરણાનું પ્રતીક છે. કઠિન પરિસ્થિતિઓમાં જીવન વિતાવ્યા છતાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સંસ્કારોને આત્મસાત કરીને એક સ્વયંસેવકના રૂપમાં કામ કરવું, ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા પછી રાજ્યને નવી ઊંચાઈઓ પર લઈ જવું, ત્યારબાદ છેલ્લા અગિયાર વર્ષથી વડા પ્રધાન તરીકે દેશને નવી ઊંચાઈ પર લઈ જવું એ વાસ્તવમાં તો એક સફળતાની કહાની છે.

મહેનત, ઈમાનદારી અને રાષ્ટ્રનિષ્ઠાનું જીવંત ઉદાહરણ છે મોદીજી. વંશવાદના રાજકારણ સાથે સંકળાયેલા અથવા વિશેષાધિકાર ધરાવતા નેતા નથી. આથી જ તેઓ સામાન્ય લોકોને માટે પોતીકા છે.

ભારતને નવી ઊંચાઈ પર લઈ ગયા
વડા પ્રધાન તરીકેના છેલ્લા અગિયાર વર્ષના કામને જોવામાં આવે તો ભારત અત્યારે વિશ્ર્વમાં ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બન્યું છે. ડિજિટલ ઈન્ડિયા, મેક ઈન ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારત જેવી ઝુંબેશે ભારતને નવી ઓળખ આપી છે. પ્રધાનમંત્રી જનધન યોજના જેવી અભિનવ યોજનાઓએ કરોડો ગરીબોના જીવનમાં મોટું પરિવર્તન લાવી દીધું છે.

સાફસફાઈને રાષ્ટ્રના વિકાસ સાથે જોડીને સ્વચ્છ ભારત ઝુંબેશ ચલાવવી, આયુષમાન ભારતથી ગરીબોને આરોગ્યની સુરક્ષા આપવી, ઉજ્જવલા યોજનાથી માતાઓને ધુમાડાથી મુક્તિ આપવી. આ બધું તેમની દૂરંદેશીનું પરિણામ છે. જી-20ની અધ્યક્ષતાએ ભારતને વિશ્વમાં અગ્રણી ભૂમિકા આપી છે. કોવિડ રોગચાળા માટે નાના નાના દેશોને વેક્સિન ઉપલબ્ધ કરાવીને પોતાની માનવતાવાદી છબિ સિદ્ધ કરી.

આ પણ વાંચો…એક મજબૂત રાષ્ટ્રીય નેતા!

મહારાષ્ટ્રના વિકાસમાં તેમનું યોગદાન અમુલ્ય

મહારાષ્ટ્ર ઉદ્યોગ, સંસ્કૃતિ અને કર્તવ્યનો સંગમ છે. વડા પ્રધાન મોદી કાયમ મહાયુતિની સરકારનું પીઠબળ બન્યા છે. મુંબઈનું બદલાતું રૂપ-ટ્રાન્સ હાર્બર લિંક, મેટ્રો પ્રોજેક્ટ, બૂલેટ ટ્રેન અને અટલ સેતુ તેમનાં માર્ગદર્શન અને સહયોગથી જ શકય બન્યાં છે.

સમૃદ્ધિ એક્સપ્રેસ-વે જેવા પ્રોજેક્ટ રાજ્ય માટે ગેમચેન્જર બન્યા . પીએમ સન્માન નિધિથી ખેડૂતોને સીધી સહાય મળી. સ્માર્ટ સિટી યોજનાથી પુણે, નાગપુર, થાણે અને છત્રપતિ સંભાજીનગર જેવાં શહેરોની કાયાપલટ થઈ. મરાઠી ભાષાને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો તેમના જ પ્રયાસોથી મળ્યો હતો.

દાવોસમાં જ્યારે મને રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા મળ્યું ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નામનો પ્રભાવ અનુભવાયો હતો. બાળ ઠાકરે અને આનંદ દિઘે જેવા મારા ગુરુઓ પછી જો આજે કોઈ વ્યક્તિ પાસેથી મને પ્રેરણા મળે છે તો તે નરેન્દ્ર મોદીની કાર્યશૈલી છે. દેશ માટે ઈમાનદારીથી કામ કરવાથી લોકો ભરોસો કરે છે એવો એમનો સંદેશ મારા જીવનનું માર્ગદર્શન કરતો રહેશે.

મોદીજીએ વિકાસની યોજનાઓ સામાન્ય લોકો સુધી પહોંચાડી અને શાસનમાં પારદર્શકતા લાવીને ભ્રષ્ટાચારને ખતમ કરીને દેશની છબિને બદલી નાખી. આ જ કારણ છે કે કરોડો લોકો આજે પણ તેમને જ પોતાના નેતા માને છે.

આજે તેમના જન્મદિને ફરી એકવખત હું તેમને હાર્દિક શુભકામના આપીને પ્રાર્થના કરું છું કે તેમનું નેતૃત્વ દેશને આવી જ રીતે નવી ઊંચાઈઓ પર લઈ જાય.

આ પણ વાંચો…PM Narendra Modi 75th Birthday: પીએમ મોદીજીના વિશે કેટલું જાણો છો? અહીં જાણી લો એક ક્લિક પર…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button